SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫) www.kobatirth.org ૪૮૩ પ ૫ પું. (સં.) ગુજરાતી લિપિનો પહેલો ઔઠ્ય વ્યંજન ૫ પું. (સં.) સંગીતમાં પંચમ સ્વરની સંજ્ઞા [ભૂપ ૫ પું. ઉપપદ સમાસમાં ‘પા’નો આદેશ. જેમ કે, મધુપ; ૫ પ્રત્ય. (સં. ત્વ, પ્રા. પ્પ, ૫) વિશેષણ પરથી ભાવ વાચક નામ બનાવતો પ્રત્યય. ઉદા. મોટપ, ઊણપ પઈ સ્ત્રી. છાપખાનાનાં નકામાં થયેલાં બીબાં [(પાઈ) પઈ સ્ત્રી. (‘પા’ ઉપરથી) જૂના પૈસાનો ત્રીજો ભાગ પઈ પું. (સં. પથિક) મુસાફર (૨) ન. પૈડું પકડ સ્ત્રી. પકડવું તે (૨) પકડવાની શક્તિ કે તેનો લાગ કે દાવ; સકંજો (૩) પકડવાનું એક ઓજાર પકડદાવ પું. એ નામની એક રમત પકડવું સ.ક્રિ. ઝાલવું; ગ્રહવું (૨) ધારણ કરવું; ધરી રાખવું (રંગ) (૩) નાસતું કે છટકી જતું રોકવું (૪) શોધી કાઢવું; ખોળી કાઢીને હાથ કરવું (ભૂલ) (૫) આકલન કરવું; મનથી પામવું (અર્થ; વાત) (૯) કેદ કરવું (ગુનેગાર માનીને) (૭) સપડાવવું પકડ-હુકમ પું. પકડવાનું સરકારી ફરમાન; ‘વોરન્ટ’ પકડાપકડી સ્ત્રી. ઉપરાઉપરી પકડવું-ધરપકડ થવી તે પકવવું સક્રિ. (સં. પચ્, પક્વ - પ્રા. પક્ક પરથી) રાંધવું (૨) માટી વગેરેના વાસણને પાકું કરવા ભઠ્ઠીમાં નાખી તપાવવું (૩) પાકે એમ કરવું પકવાન ન. પકવાન્ત; તળીને બનાવેલી મીઠાઈ (૨) પાણીનો ઉપયોગ ન થયો તેવી તેવી દરેક મીઠાઈ પકવાન્ન ન. (સં.) રાંધેલું (પકાવેલું) અનાજ પકાઉ વિ. પકવવા જેવું (૨) પાક ઉપર આવેલું પકાવવું સ.ક્રિ. ‘પાકવું'નું પ્રેરક; પકવવું પકવું અક્રિ. ‘પાકવું’નું ભાવે પકોડાં ન.બ.વ. એક પ્રકારનાં ભજિયાં [વાની પકોડી સ્ત્રી. (સં. પક્વવટ, પ્રા. પક્કવડ) તળેલી એક પકોડું ન. ભજિયું [કાબેલિયત; હોશિયારી પક્કાઈ સ્ત્રી. ખંધાઈ; લુચ્ચાઈ (૨) પદ્માપણું (૨) પડ્યું વિ. (સં. પક્વ, પ્રા. પક્ક = પાકું દ્વારા) માહિતગાર; છેતરાય નહિ તેવું (૨) ખંધું (૩) પાકું; દૃઢ પડ્યું વિ. ન બોટાય એવી રીતે કરેલું - ઘીથી તળીને કે દૂધથી બાંધીને બનાવેલું (રાંધણું) પક્વ વિ. (સં.) રંધાવાથી પાકેલું; પાકું (૨) પાકટ; પુખ્ત (૩) રંધાયેલું (૪) જીર્ણ થઈ ગયેલું પક્વતા સ્ત્રી. (સં.) પક્વપણું (૨) પાકટતા પક્વાન્ત ન. (સં.) જુઓ ‘પકવાન’ પક્વાશય પું., ન. (સં.) જેમાં અન્ન પચવા ઉપર આવે છે તે અવયવ; જઠર; હોજરી પક્ષ પું. (સં.) તરફેણ; બાજુ (૨) તડ; ભાગ; ‘પાર્ટી’ [પખવાજ (૩) તકરારના પક્ષની એક બાજુ (૪) પક્ષપાત (૫) પખવાડિયું (૬) સાધ્ય જેને વિશે સિદ્ધ કરવાનું હોય તે (વ્યા.) (૭) સ્ત્રી. પાંખ (૮) સંબંધ (૯) પીંછું પક્ષકાર વિ. (૨) પું. પક્ષ કરનાર; ‘પાર્ટી’ (૨) તરફદારી Acharya Shri Kailassagarsuri Gyanmandir કરનાર; ‘એડવોકેટ’ (૩) વાદી કે પ્રતિવાદી પક્ષગત વિ. (સં.) તરફદારી કરનારું; પક્ષમાં રહેલું પક્ષઘાત પું. અડધા અંગનું રહીજવું તે; લકવો; ‘પૅરૅલિસિસ’ પક્ષપદ ન. (સં.) નિગમનું ઉદ્દેશ્ય પદ; ‘માઇનોર ટર્મ’ પક્ષપલટુ વિ. એક પક્ષમાંથી ખસી જઈ બીજા પક્ષમાં જનાર; પક્ષાંતર કરનાર [તે; પક્ષાંતર; પક્ષબદલો પક્ષપલટો પું. એક પક્ષમાંથી ખસી જઈ બીજા પક્ષમાં જવું પક્ષપાત પું. (સં.) વગ; તરફદારી; ‘બાયસ’ પક્ષપાતિત્વ ન. (સં.) પક્ષપાતી હોવાપણું[પાત કરનારું પક્ષપાતી વિ. (સં. પક્ષપાતિનું) વગિયું; એકતરફી; પક્ષપક્ષબદલો પું. પક્ષપલટો; પક્ષાંતર પક્ષવાદ પું. (સં.) એકતરફી વલણ; ટોળાવાદ; ‘ગ્રુપિઝમ’ પક્ષવાદી વિ. (સં.) વકીલ; પક્ષમંત્રી પક્ષાઘાત પું. (સં.) લકવો [(૨) તરફદારી; પક્ષપાત પક્ષાપક્ષી પું.,સ્ત્રી. પક્ષ પડી જવા તે; ભેદભાવની લાગણી પક્ષાંતર ન. એક પક્ષમાંથી ખસી જઈ બીજા પક્ષમાં જવું તે; પક્ષપલટો પક્ષિણી સ્ત્રી. (સં.) પક્ષીની માદા; પંખિણી પક્ષિલ વિ. પક્ષપાત કરનારું; પક્ષપાતી પક્ષિવિજ્ઞાન ન. (સં.) જુઓ ‘પક્ષીવિજ્ઞાન’ પક્ષિવિદ પું. (સં.) જુઓ ‘પક્ષીવિદ’ પક્ષિસંગ્રહાલય ન. (સં.) જુઓ ‘પક્ષીસંગ્રહાલય' [ખાનું પક્ષિ(-ક્ષી)શાલાસ્ત્રી. (સં.) પક્ષીઓની પાંજરાપોળ; ચીડિયાપક્ષી ન. (સં. પિક્ષ) પંખી; વિહગ [પક્ષ ખેંચવો તે પક્ષીકરણ ન. (સં.) પક્ષ પાડવાનું કાર્ય (૨) એકબીજાનો પક્ષી(-શિ)ઘર ન. પક્ષીઓનું સંગ્રહસ્થળ; ચીડીયાખાનું પક્ષી(-ક્ષિ)દર્શન, પંખીદર્શન ન. (સં.) વિહંગાવલોકન (૨) પક્ષીની જેમ ગ્રંથ વગેરેને ચકોર દૃષ્ટિથી તપાસી કરવામાં આવતી સમીક્ષા; ‘બર્ડ આઈ વ્યુ’ પક્ષી(-ક્ષિ)રાજ પું. ગડ (૨) રામાયણમાંનો ‘જટાયુ’ પક્ષી(-ક્ષિ)વિજ્ઞાન ન. (સં.) પક્ષીઓનું સમગ્રલક્ષી અભ્યાસ કરતું વિજ્ઞાન; ‘ઑર્નિથૉલોજી’[વિજ્ઞાની પક્ષી(-ક્ષિ)વિદ પું. (સં.) પક્ષીઓનો જાણકાર (૨) પક્ષીપક્ષી(-ક્ષિ)સંગ્રહાલય ન. (સં.) જુઓ ‘પક્ષીઘર' પદ્મ ન. (સં.) પાંપણ પદ્માગ્ર ન. પાંપણનો આગલો ભાગ પખ પું. પક્ષ; તરફેણ પખ(-ગ)તું વિ. પહોળું; મોકળાશવાળું; મોકળું; મગતું પખવાજ સ્ત્રી. (સં. પક્ષાતોઘ, પક્બાઉજ્જ) પખાજ; મૃદંગ જેવું એક વાદ્ય For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy