SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિભાવ નિભાવ પું. (સં. નિર્વાહ) ભરણપોષણ; ગુજરાન; નિર્વાહ (૨) આધાર; ટકાવ [કરવો (૩) ચલાવી લેવું નિભાવવુંસ.ક્રિ. ‘નીભવું’નું પ્રેરક (૨) જેમતેમ કરીને નિભાવ નિભૃત વિ. (સં.) મૂકેલું; ભરેલું (૨) સંતાડેલું (૩) નિર્જન; એકાંત (૪) શાંત; સ્થિર; દૃઢ (૫) નમ્ર; વિવેકી (૬) વિશ્વાસુ નિભર વિ. (સં. નિર્ભર; પ્રા. નિબ્બર) ભારે (૨) ભરેલું (૩) મજબૂત (૪) નઠોર; નફટ [દમદાટી નિભ્રંછના સ્ત્રી. (સં.) નિર્ભત્સના; તુચ્છકાર; તિરસ્કાર; નિભ્રંછના સ્ત્રી. અળતો ૪૬ Q નિભ્રંછવું સ.ક્રિ. નિભ્રંછના કરવી; તિરસ્કાર કરવો નિમક ન. (નમક) મીઠું; લૂણ; નમક; લવણ નિમકહરામ વિ. લૂણહરામ; કૃતઘ્ન (૨) બેવફા નિમકહરામી સ્ત્રી, કૃતઘ્નતા નિમકહલાલ વિ. કૃતજ્ઞ, લૂણહલાલ (૨) વફાદાર નિમકહલાલી સ્ત્રી. કૃતજ્ઞતા; લૂગ઼હલાલી (૨) વફાદારી નિમગ્ન વિ. (સં.) લીન; એકતાર; મશગૂલ; ગરકાવ (૨) ડૂબી ગયેલું નિમગ્નતા સ્ત્રી. (સં.) નિમગ્ન હોવું તે નિમણૂક વિ. (સં.) ડૂબકી મારનાર; મરજીવો નિમજ્જન ન. (સં.) ડૂબકું નિમડાવવું સ.ક્રિ. (‘નિમાડો' ઉપરથી) માટીના વાસણને અગ્નિશુદ્ધ કરવા ચૂલા ઉપર ઊંધું મૂકી તપાસવું નિમણૂક સ્ત્રી. (‘નીમવું' પરથી) જગા કે કામ ઉપ૨ નિમાવું કે નીમવું તે; નિયુક્તિ (૨) પગાર નિમણૂકપત્ર પું. નિમણૂક કરતો પત્ર; ‘એપોઇનમેન્ટ લેટર’ નિમતડ વિ. વચ્ચે-વચમાં આવતું નિમતાણો છું. તપાસ; હિસાબની તપાસ (૨) પગાર નિમતાનદાર છું. હિસાબ તપાસનાર; અન્વેષક નિમતાનદારી સ્ત્રી. હિસાબ તપાસવાનું કાર્ય નિમતાનો પું. નિમતાણો; તપાસ; હિસાબની તપાસ નિમંત્રક હું. (સં.) નિમંત્રણ કરનાર; નોતરનાર (૨) આવાક; ‘કન્વીનર’ નિમંત્રણ ન. (સં.) આમંત્રણ; નોતરું; ઇજન; ‘ઇન્વિટેશન’ નિમંત્રણપત્ર પું. (-ત્રિકા) સ્ત્રી. નોતરું-નિમંત્રણ આપતો પત્ર; ‘ઇન્વિટેશન કાર્ડ નિમંત્રવું સ.ક્રિ. નોતરવું; બોલાવવું; નિમંત્રણ આપવું નિમંત્રિત વિ. (સં.) નોતરેલું; નિમંત્રેલું; નોતરાવેલું નિમંત્રીપું. (સં.) નિમંત્રક, નોતરનાર; આવાહક; ‘કન્વીનર’ નિમાજ સ્ત્રી. નમાજ; બંદગી નિમાજી વિ. બંદગી કરનાર; ભક્ત; નમાઝી નિમાડો છું. (સં. નિર્મા, પ્રા. નિમ્માણ પરથી) માટીનાં વાસણોને પકવવા ગોઠવેલોઢગલો (૨) કુંભારનીભઠ્ઠી નિમાણું વિ. (સં. નિર્માનક, પ્રા. નિમ્માણઅ) માન ઊતરી [નિયમમય જતાં કે અપમાન થતાં મોઢું ઊતરી ગયું હોય તેવું ગમગીન; ખિન્ન; ઉદાસ નિમાવવું સ.ક્રિ. ‘નીમવું’નું પ્રેરક નિમાવું અક્રિ. ‘નીમવું’નું કર્મણિ નિમાળો પું. વાળ; મોવાળો; કેશ નિમિત્ત ન. (સં.) કારણ (૨) હેતુ; ઉદ્દેશ (૩) યોગનું શુકન (૪) આળ (૫) બહાનું (૬) અકસ્માત નિમિત્તકારણ ન. (સં.) જેની સહાયતાથી કે કર્તૃત્વથી કાર્ય થાય તે કારણ. જેમ કે, ઘડાનું નિમિત્તકારણ કુંભાર. નિમિત્તભૂત વિ. નિમિત્ત બનેલું; કારણભૂત; નિમિત્તપાત્ર નિમિષ પું. (સં.) આંખનો પલકારો; મટકું (૨) પળ નિમીલિત વિ. (સં.) બિડાયેલું; મીંચાયેલું નિમેષ પું. (સં.) જુઓ ‘નિમિષ’ નિમેષોન્મેષ પું. (સં.) નિમેષ અને ઉન્મેષ; આંખની ઉઘાડવાસ અને એટલો સમય Acharya Shri Kailassagarsuri Gyanmandir નિમ્ન વિ. (સં.) નીચું (૨) ઊંડું નિમ્નગા સ્ત્રી. (સં.) નદી નિમ્નતર વિ. ઊતરતી કોટિનું; ‘ઇન્ફિરિયર’ નિમ્નતા સ્ત્રી. નીચું હોવાપણું (૨) નીચાણ (૩) ઊંડાણ નિમ્નલિખિત વિ. (સં.)નીચેલખેલું; નીચેની બાજુએલખેલું નિમ્નાંશ પું. (સં.) તારા કે ગ્રહનું આકાશીય વિષુવવૃત્તથી ઉત્તરદક્ષિણ માપ; ‘ડેક્સિનેશન’ નિયત વિ. (સં.) નક્કી કે નિયમિત થયેલું કે કરેલું; કાબૂમાં રાખેલું; અંકુશમાં રાખેલું (૨) નિશ્ચિત; નિર્ણીત નિયતકાલિક વિ. (સં.) નક્કી કરેલા સમયવાળું (૨) ન. તેવું છાપું; સામયિક [દર્શિકા; ‘ડાયરેક્ટ્રિક્સ' નિયતરેખા સ્ત્રી. (સં.) એક ચોક્કસ પ્રકારની રેખા; નિયતાર્થ વિ.,પું. (સં.) નક્કી કરેલો અર્થ નિયતિ સ્ત્રી. (સં.) નિયમ (૨) ભાગ્ય; નસીબ (૩) ઈશ્વરી કાયદો, ‘ડેસ્ટિની’ (૪) કુદરત; પ્રકૃતિ; ‘નેચર’ નિયતિવાદ પું. (સં.) દૈવવાદ નિયમ પું. (સં.) ચિત્તનું દમન; સંયમ (૨) ધારો; કાયદો; ધોરણ; દસ્તૂર; રિવાજ (૩) રીત; ચાલ; પ્રણાલી (૪) વ્રત; પ્રતિજ્ઞા (૫) બંધન; નિયંત્રણ (૬) ઠરાવ (૭) વ્રત [નિયમપાલન નિયમચર્યા સ્ત્રી. (સં.) નિયમ પ્રમાણેનું આચરણ; નિયમન ન. (સં.) નિયંત્રિત કરવું; કાબૂમાં રાખવું; અંકુશમાં રાખવું; મર્યાદામાં રાખવું તે (૨) વ્યવસ્થિત કરવું તે [પદ્ધતિ (૨) નિયમની પદ્ધતિ નિયમપદ્ધતિ સ્ત્રી. (સં.) નિયમ દ્વારા આણવામાં આવતી નિયમબદ્ધ વિ. નિયમોથી બંધાયેલું; ચોક્કસ; નિયમિત નિયમભંગ પું. (સં.) નિયમનું ઉલ્લંઘન; કાયદા વિરુદ્ધનું વર્તન નિયમમય વિ. (સં.) નિયમથી ભરપૂર; પૂરું નિયમબદ્ધ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy