SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અપવ્યય અપવ્યય પું. (સં.) ખોટું ખરચ, બગાડ; દુર્વ્યય અપશકુન પું. (સં.) અપશુકન; માઠો શુકન અપશબ્દ પું. (સં.) ગાળ (૨) નિયમ વિરુદ્ધનો શબ્દ; ખોટો પ્રયોગ (વ્યા.) અપ(-વ)શુકન પું. (સં. અપશકુન) માઠો શુકન; અપશુકન (૨) અશુભ ચિહ્ન [તેવું; અપશુકન કરાવનારું અપશુકનિ(યાળ, યું) વિ. જેના શુકન ખરાબ હોય અપસરણ ન. (સં.) ખસી જવું તે; નાસી જવું તે અપસરવું અક્રિ. ખસી જવું; છૂટા પડવું (૨) નાસી જવું અપસવ્ય વિ. (સં.) જમણી બાજુનું; જમણું (૨) ઊલટું (૩) ક્રિ.વિ. જમણી તરફ (જનોઈ જમણે ખભે લાવી દેવી તે) અપસારિત વિ. (સં.) દૂર કરેલું; ખસેડેલું [હોય એવું અપસારી વિ. અપસરે (ખસે) એવું; દૂર જતાં છૂટું પડતું અપસિદ્ધાંત પું. (સં.) તર્કદોષથી ભરેલો સિદ્ધાંત અપસ્માર પું. (સં.) ફેફરું; વાઈ; ‘ફિટ’ (૨) સ્મરણશક્તિનો અભાવ; વિસ્મરણ અપહરણ ન. (સં.) ઉપાડી જવું તે (૨) લખાણની તફડંચી અપહરવું સક્રિ, અપહરણ કરવું; હરી જવું અપહર્તા વિ. (સં.) અપહરણ કરનાર અપહૃત વિ. (સં.) છીનવી લેવાયેલું; પડાવી લેવાયેલું (૨) જેનું અપહરણ કરાયું છે તેવું અપહ્ત્તુતિ સ્ત્રી. (સં.) છુપાવવું તે (૨) જેમાં વસ્તુના અસલ ધર્મને છુપાવી બીજા ધર્મનો આરોપ કરવામાં આવે તે અલંકાર [માટીવાળું (૩) નિર્મળ અપંકિલ વિ. (સં.) કાદવ વિનાનું (૨) સુકાઈ ગયેલી અપંગ વિ. (સં. અપ + અંગ = અપાંગ) પાંગળું (૨) કોઈ અંગની ખોડવાળું (૩) લાચાર અપાકર્ષણ ન. (સં.) ખોટું કે અવળું આકર્ષણ અપાચ્ય વિ. (સં.) ન પચી શકે એવું અપાતક ન. (સં.) પાપનો અભાવ; નિષ્પાપ અપાત્ર વિ. (સં.) કુપાત્ર (૨) ન. નકામું પાત્ર-વાસણ અપાદાન ન. (સં.) છૂટા પડવું તે (૨) પાંચમી વિભક્તિનો અર્થ (વ્યા.) અપાન પું. (સં.) (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન એ પાંચમાંનો) એક વાયુ જે ગુદા વાટે નીકળે છે; અધોવાયુ અપાનાસન ન. (સં.) એ નામનું એક યોગાસન અપાપ(-પી) વિ. (સં.) પાપરહિત; નિષ્પાપ [અઘાડો અપામાર્ગ પું. (સં.) (પવિત્ર ગણાતો છોડ) અધેડો; અપાય પું. (સં.) દૂર જવાની ક્રિયા (૨) અદર્શન (૩) આફત (૪) નુકસાન (૫) નાશ; ખુવારી અપાર વિ. (સં.) પાર વિનાનું; ખૂબ [નહિ તેવું અપારદર્શક વિ. (સં.) જેમાં આરપાર દેખાય-જોઈ શકાય ૩ ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir [અપેક્ષિત અપારદર્શિતા સ્ત્રી. (સં.) પારદર્શક ન હોવું તે અપાર્થિવ વિ. (સં.) પૃથ્વીને લગતું ન હોય તેવું; અભૌતિક (૨) અલૌકિક; દિવ્ય અપાવરણ ન. (સં.) ઉઘાડવું-ખુલ્લું કરવું તે અપાવૃત વિ. ખુલ્લું કરેલું; મૂકેલું [સ્થાન અપાસરોપું. (સં. ઉપાશ્રય) જૈનસાધુ-સાધ્વીઓને રહેવાનું અપાહિજ વિ. અપંગ; પાંગળું (૨) આળસુ; નકામું અપાંગ પું. (સં. અપ + અંગ) આંખનો કાન બાજુનો ખૂણો (૨) ટીલું (૩) વિ. અપંગ; પાંગળું અપિ સંયો. (સં.) પણ; વળી અપિચ સંયો. (સં.) વળી; તેમજ (૨) તદુપરાંત અપિતુ સંયો. (સં.) પરંતુ; પણ અપિ(-પૈ)તૃક વિ. (સં.) પિતા વિનાનું; નબાપું (૨) વડીલોપાર્જિત નહિ તેવું (૩) વારસામાં નહિ ઊતરેલું અપૈતૃક મિલકત સ્ત્રી. બિનવારસી મિલકત; વારસામાં ન ઊતરેલી, આવેલી મિલકત અપીલ સ્ત્રી. (ઈં.) આગ્રહભરી વિનંતી (૨) નીચલી અદાલતના ચુકાદા સામે ઉપરની અદાલતને અરજી અપીલ-અધિકારી વિ. અપીલ સાંભળનાર અધિકારી અપીલકોર્ટ સ્ત્રી. (ઈં.) અપીલ સાંભળનારી ઉપલી કોર્ટ અપીલસત્તા સ્ત્રી. અપીલ સાંભળવાની સત્તા અપુખ્ત વિ. યોગ્ય ઉંમરે ન પહોંચેલું; સગીર અપુત્ર, (ક) વિ. (સં.) પુત્ર વિનાનું અપુરુષ વિ. (સં.) નામર્દ; નપુંસક અપુષ્પ વિ. (સં.) જેને ફૂલ ન બેસે એવી (વનસ્પતિ) અપૂજ (-જ્ય) વિ. (સં. અપૂજ્ય) પૂજાયા વગરનું; ન પૂજાતું (૨) પૂજવા લાયક ન હોય એવું અરૂપ પું. (સં.) માલપૂડો (૨) પૂરી (૩) રોટલી અપૂરતું વિ. પૂરતું નહિ તેવું; અધૂરું અપૂર્ણ વિ. (સં.) પૂર્ણ નહિ તેવું; અધૂરું અપૂર્ણાંક પું. (સં.) અપૂર્ણ આંકડો-અંક અપૂર્તિ સ્ત્રી. (સં.) અધૂરપ; પૂર્તિનો અભાવ અપૂર્વ વિ. (સં.) પૂર્વે કદી ન બનેલું હોય તેવું; અવનવું (૨) ઉત્તમ; અનુપમ અપૂર્વતા સ્ત્રી. (સં.) અપૂર્વ હોવાપણું (૨) અસામાન્યતા અપૂશ સ્ત્રી. ખાળકૂવાનું મોં બંધ કરવાનો ચીંથરાનો દાટો (૨) હ્યૂસ; દમ અપૂ(-પો)શણ ન. (સં. આપોશાન) ભોજનને આરંભે અને અંતે જે આચમન કરાય છે તે (૨) ભોજનને આરંભે પીરસાતો થોડો ભાત અપેક્ષક વિ. જરૂરિયાત બતાવનારું અપેક્ષણીય વિ. (સં.) ઇચ્છવાોગ; ઇચ્છનીય અપેક્ષા સ્ત્રી. (સં.) ઇચ્છા (૨) આકાંક્ષા (૩) અગત્ય અપેક્ષિત વિ. (સં.) જેની અપેક્ષા રાખવામાં આવી હોય For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy