SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નવ] નવત્તું વિ. (નવત્સ) વત્સ-બાળક કે વાછડા વગરનું નવદંપતી ન.બ.વ. (સં.) નવાં પરણેલાં દંપતી-વરવધૂ નવદ્વાર ન. (સં.) શરીરનાં દ્વાર જેવાં નવ અંગો - બે આંખ, બે કાન, નાકનાં બે કાણાં, મોં અને ગુહ્યેન્દ્રિય (૨) વિ. નવ દ્વારોવાળું (શરીર) નવદ્વારી વિ., પું. દેહી; શરીરી [સ્વીકારનારું નવધર્મી વિ. (૨) પું. (સં. નવધર્મનૢ) નવો ધર્મ નવધા ક્રિ.વિ. (સં.) નવ પ્રકારે; નવ રીતે-પદ્ધતિએ નવધાભક્તિ સ્ત્રી. નવ પ્રકારની ભક્તિ (શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, સખ્ય, દાસ્ય અને આત્મનિવેદન) ૪૫૫ નવનવું વિ. અવનવું; નવુંનવું (૨) ભાતભાતનું નવનિધ, (-ધિ) સ્ત્રી. બ.વ. (સં. નવનિધિ) કુબેરના નવ ભંડાર (મહાપદ્મ, પદ્મ, શંખ, કચ્છપ, મુકુંદ, કુંદ, નીલ, ખર્વ) (૨) સર્વ પ્રકારની સમૃદ્ધિ નવનિર્માણ ન. (સં.) નવું નિર્માણ; નવરચના નવનીત ન. (સં.) માખણ નવનેજા પું.બ.વ., સ્ત્રી. નવનેજાં ન.બ.વ. (નવ+નેજો) નવ વાવટા; નવ ધ્વજ (૨) મહામુશ્કેલી નવપલ્લવ પું. (સં.) નવાં પાનવાળી ડાળી; કૂંપળ નવપલ્લવિત વિ. નવાં પલ્લવવાનું-પાંદડાંવાળું નવપ્રવર્તન ન. નવી પદ્ધતિઓ, વિચારો, વસ્તુઓ વગેરે રજૂ કરવાં તે; ‘ઇનૉવેશન નવપ્રાપ્તિ સ્ત્રી. (સં.) જમીનકામ આપે તે રીતેસમી કરવાની ક્રિયા; નવસાધ્ય; ‘કિલેમેશન’ [પૉર્ટેટસર્કલ' નવબિંદુવૃત્ત ન. (સં.) નવ બિંદુવાળું વર્તુળ; ‘નાઇનનવમલ્લિકા સ્ત્રી. (સં.) ચમેલી; ચંપેલી (૨) જૂઈ નવમી સ્ત્રી. (સં.) નોમ તિથિ (બંને પખવાડિયાંની) (૨) વિ., સ્ત્રી. ‘નવમું’નું સ્ત્રીલિંગ નવમું વિ. સં. નવમ્, પ્રા. નવલ) ક્રમમાં આઠમા પછીનું; નવની સંખ્યાએ પહોંચેલું નવયુગ પું. (સં.) નવો યુગ કે જમાનો નવયુગીન વિ. (સં.) નવા યુગનું કે તે સંબંધી નવયુવક પું. (સં.) નવજુવાન; નવયુવાન નવયુવતી સ્ત્રી. (સં.) નવજુવાન સ્ત્રી નવયૌવન ન. (સં.) નવી જુવાની (૨) વિ. નવજુવાન નવયૌવના સ્ત્રી. નવયૌવનવાળી સ્ત્રી નવરચના સ્ત્રી. (સં.) નવેસર રચવું તે; નવનિર્માણ નવરત્ન ન.બ.વ. (સં.) નવ પ્રકારનાં રત્નો (હીરો, માણેક, મોતી, પાનું, પોખરાજ, ગોમેદ, લસણિયો, પરવાળું, નીલમ) (૨) ભોજરાજાના દરબારના નવ પંડિતો (કાલિદાસ, ધન્વંતરિ, ક્ષપણક, અમર, શંકુ, વેતાલ, ઘટકર્પર, વરાહમિહિર, વરચિ) નવરસ પું.બ.વ. (સં.) કાવ્યશાસ્ત્રમાં વર્ણવેલા નવ રસ [ત્તવશ્રાદ્ધ (શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત, શાંત) [(૩) ન. એક પક્ષી નવરંગ વિ. (સં.) નવા કે વિવિધ રંગવાળું (૨) મોહક નવરંગ પું. (સં.) નૃત્યશાળા [છેલછબીલું નવરંગી વિ. નવા રંગનું (૨) વિવિધ રંગવાળું (૩) નવરાઈ સ્ત્રી. ફુરસદ; નવરાપણું; નવરાશ નવરાત, (૦૨) સ્ત્રી. (સં. નવરાત્રિ, પ્રા. નવરાત્તિ પરંતુ સં. નવરાત્ર અર્વાચીન એ.વ.) ચૈત્ર તથા આસો માસની શુકલ પક્ષની નવ તિથિઓ (ખાસ કરીને દશેરા પહેલાંનાં નોરતાં); નવરાત્રી નવરાત્રન.બ.વ., (-ત્રિ,-ત્રી)સ્ત્રી. (સં.)નવરાતર; નોરતાં નવરાવવું સ.ક્રિ. નવડાવવું નવરાશ સ્ત્રી. નવરાઈ; ફુરસદ; અવકાશ નવરું વિ. કામ વગરનું (૨) કામથી ફારગ નવર્ંધૂપ વિ. સાવ નવરું નવરોજ પું. (ફા.) વસંત ઋતુનો સરખાં દિવસ અને રાતવાળો દિવસ (૨) પારસીઓનું બેસતું વર્ષ નવલ વિ. (સં. નવલ્લ) નવલું (૨) આશ્ચર્યકારક નવલ સ્ત્રી. (સર. ઇં. નૉવેલ) નવલકથા; ‘નૉવેલ’ (૨) હું Acharya Shri Kailassagarsuri Gyanmandir નવલીબીના [રચના; ગદ્યમાં લખાયેલકલ્પિત વાર્તા નવલકથા સ્ત્રી. અમુક લંબાઈની કથા નિરૂપતી કલ્પક ગદ્યનવલકથાકાર પું. (સં.) નવલકથાનો લેખક નવલકાર પું. નવલકથાકાર નવલકિશોર પું. (સં.) શ્રીકૃષ્ણ નવલખ વિ. (સં. નવ+લક્ષ) નવ લાખની કિંમતનું (૨) અમૂલ્ય (૩) અગણિત; અસંખ્ય [પૈસાદાર નવલખું વિ. નવ લાખની પૂંજી કે આવકવાળું (૨) ખૂબ કે નવલિકા સ્ત્રી. (સં.) ટૂંકી વાર્તા કે વીજળીના ચમકારા પેઠે એક દૃષ્ટિબિંદુ રજૂ કરતાં-કરતાં હૃદય સોંસરવી નીકળી જાય એવી ટૂંકી વાર્તા અને બીજી ઝાઝી લપછપ વિનાં અંગુલિનિર્દેશ કરી સૂતેલી લાગણીઓ જગાડીને વાચકની આસપાસ એક નવી કલ્પનાસૃષ્ટિ ઘડી કાઢે એવી ટૂંકી રચના નવલિકાકાર પું. (સં.) નવલિકાનો લેખક કે કર્તા નવલુંવિ. (સં. નવલ્લ, પ્રા. નવલ્લ) નવલ; નવું [જુવાન નવલોહિયું(-યાળ) વિ. નવા-ચડતા લોહીનું; ઉછાંછળું નવવધૂ સ્ત્રી. (સં.) નવી પરણેલી સ્ત્રી નવશિક્ષણ ન. નવું-અર્વાચીન યુગનું-નૂતન શિક્ષણ નવશિક્ષિત ન. (સં.) તાજું ભણેલું; શિક્ષિત થયેલું નવશિખાઉ વિ. તાજેતરમાં શીખવું શરૂ કર્યું હોય તેવું; શિખાઉ; આવડતમાં કાચું કે ઓછું નવશેકું વિ. જરાક ગરમ; કોકરવરણું નવશ્રાદ્ધ ન. (સં.) મરણ પછી ત્રીજે, પાંચમે, સાતમે, નવમે અને અગિયારમે એમ એકી દિવસે થતું શ્રાદ્ધ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy