SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દ્રવીભૂત] A દ્રવીભૂત વિ. (સં.) દ્રવેલું; દ્રવિત થયેલું; ઓગળી ગયેલું (૨) લાગણીથી ગદ્ગદિત થયેલું દ્રવ્ય ન. (સં.) પૈસો; નાણું (૨) વસ્તુ; પદાર્થ; મૂર્ત કે અમૂર્ત વસ્તુ; ‘મૅટર' (૩) મૂળ તત્ત્વ દ્રવ્યમાન ન. (સં.) દ્રવ્યની કિંમત (૨) પદાર્થમાં રહેલ પ્રકૃતિ તત્ત્વનું પરિમાણ (૩) પિંડમાત્રા; માત્રામાન દ્રવ્યવાચક વિ. (સં.) પદાર્થવાચક; દ્રવ્યવાચી દ્રવ્યવાન વિ. (સં.) ધનવાન; ધનિક; પૈસાદાર [ત દ્રવ્યસંગ્રહ, દ્રવ્યસંચય પું. (સં.) દ્રવ્ય સંઘરવું કે એકઠું કરવું દ્રવ્યોપાર્જન ન. (સં.) ધન મેળવવું તે; અર્થોપાર્જન દ્રષ્ટવ્ય વિ. (સં.) જોવા યોગ્ય; દર્શનીય દ્રષ્ટા પું. (સં.) જોનારો (૨) પ્રકૃતિના સાક્ષીરૂપ આત્મા (૩) લાંબી નજર કે બુદ્ધિવાળો પુરુષ (૪) દેખરેખ રાખનાર; નિરીક્ષક (૫) આત્મદર્શન કરનારો દ્રષ્ટ્રકામ વિ. (સં.) જોવાની ઇચ્છાવાળું દ્રષ્ટ્રી વિ., સ્ત્રી. (સં.) જોનાર સ્ત્રી; દ્રષ્ટા સ્ત્રી ગ્રહ પું. (સં. હ્રદ, પ્રા. દ્રહ. વ્યત્યય) ધરો; હૃદ; ધૂનો દ્રાક્ષ(-ક્ષા) સ્ત્રી. (સં.) એક જાતનું ફળ; દરાખ; અંગૂર; કિસમિસ, ધરાખ દ્રાક્ષ(ક્ષા)લતા સ્ત્રી. દ્રાક્ષની વેલ દ્રાક્ષાપાક હું. (સં.) જેમાં દ્રાક્ષ છે તેવું એક ઔષધ (૨) રસિક છતાં અર્થગંભીર કાવ્યરચના ૪૩૪ દ્રાક્ષારસ પું. (સં.) દ્રાક્ષનો રસ દ્રાક્ષાસવ પું. દ્રાક્ષનો આસવ દ્રામ ન. ધન; દોલત દ્રાવ છું. (સં.) દ્રાવણ દ્રાવક વિ. (સં.) ઓગાળી નાખે એવું (૨) ન. ધાતુઓ વગેરેનો ઝટ રસ બને એ માટે એની સાથે ભેળવવાનો એક પદાર્થ દ્રાવણ ન. (સં.) દ્રવાવેલું-પ્રવાહીરૂપ બનાવેલું તે દ્રાવિડ વિ. (સં.) દક્ષિણમાં પૂર્વકિનારે આવેલા દ્રવિડ દેશનું (૨) પું. એ દેશની વ્યક્તિ (૩) દક્ષિણના બ્રાહ્મણોની પાંચ જાતિમાંની એકનો માણસ (દ્રાવિડ, કર્ણાટ, ગુર્જર, મહારાષ્ટ્ર અને તૈલંગ) [લંબાણ દ્રાવિડી પ્રાણાયામ કું. બિનજરૂરી કે સીધું સરળ નહિ એવું દ્રાવ્ય વિ. (સં.) ઓગળે એવું; ‘સોલ્યુબલ’ દ્રુત વિ. (સં.) ઝરેલું; ટપકેલું (૨) ઉતાવળું; ઝડપવાળું • (૩) ઝડપી ઉચ્ચારેલું દ્રુતગતિમાર્ગ પું. વિના અવરોધે ઝડપથી વાહનો જઈ શકે એવો પાકો રાજમાર્ગ; ‘ઍક્સપ્રેસ-હાઈવે’ ધ્રુતવિલંબિત ન. (સં.) એક ગણમેળ છંદ દ્રુપદ પું. (સં.) પાંચાલ દેશના રાજા; દ્રૌપદીના પિતા દ્રુમ ન. (સં.) ઝાડ; વૃક્ષ દ્રુમતળાઈ સ્ત્રી. પાંદડીની બનેલી પાથરવાની ગોદડી [દ્વિગૃહી દ્રોણ પું. (સં.) પાંડવકૌરવના ગુરુ (૨) પું., ન. એક માપ (એક કે ચાર આઢક જેટલું) (૩) દડિયો (૪) કાગડો (૫) લાકડાનો ઘડો Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્રોણમુખ ન. (સં.) જ્યાં સમુદ્ર, નદી અને જમીન ત્રણે પ્રકારે વેપારની સુવિધા હોય તેવું બંદર દ્રોણિ(-ણી) સ્ત્રી. (સં.) હોજ; કૂંડી દ્રોહ પું. (સં.) દગો; બેવફાઈ (૨) ઈર્ષા; વેર; દ્વેષ દ્રોહી વિ. (સં.) દ્રોહ કરનારું; બેવફા (૨) વિદ્યાતક દ્રૌણિયાન(-નિ) પું. (સં.) દ્રોણ પુત્ર; અશ્વત્થામા દ્રૌપદી સ્ત્રી. (સં.) દ્રુપદ રાજાની પુત્રી; પાંડવોની પત્ની; પાંચાલી દ્રૌપદેય પું. (સં.) દ્રૌપદીના પાંચ પુત્રોમાંનો દરેક -દ્વય વિ. (સં.) બે (સમાસને અંતે) હ્રયી સ્ત્રી. (સં.) બેનો સમૂહ [(૪) ઝઘડો; બખેડો દ્વંદ્વ પું. (સં.) દ્વંદ્વ સમાસ (૨) ન. બેનું જોડું (૩) દ્વંદ્વયુદ્ધ દ્વંદ્વયુદ્ધ ન. (સં.) બે જણ વચ્ચેનું યુદ્ધ દ્વંદ્વસમાસ પું. બે કે વધારે શબ્દોનો સમાસ. ઉદા. ‘રામલક્ષ્મણ’, ‘માબાપ' દ્વંદ્વાતીત વિ. (સં.) સુખદુઃખ, પાપપુણ્ય વગેરે દ્વંદ્વોને તરી ગયેલું; બે પદાર્થ કે તત્ત્વ હોવાના અનુભવની પાર ગયેલું દ્વંદ્વી વિ. (સં.) દ્વંદ્વમાંનું એક (૨) પ્રતિસ્પર્ધી દ્વાદશ વિ. (સં.) દસ વત્તા બે (૨) પું. બારનો આંકડો કે સંખ્યા; ‘૧૨’ દ્વાદશી સ્ત્રી. (સં.) બારશ તિથિ દ્વાપર પું. (સં.) ચાર યુગોમાંનો ત્રીજો યુગ દ્વાર ન. (સં.) બારણું; દરવાજો દ્વારકા સ્ત્રી., ન. (સં.) એક તીર્થ-શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકા(ધીશ, પતિ, નાથ) પું. (સં.) શ્રીકૃષ્ણ; દ્વારિકાના સ્વામી દ્વારકેશ પું. (સં.) શ્રીકૃષ્ણ દ્વારપાલ (સં.), (-ળ) પું. દરવાન; ચોકિયાત દ્વારા ના. (સં.) મારફતે; વાટે; વડે દ્વારામતી, દ્વારિકા (સં.) સ્ત્રી. દ્વારકા [જેમ કે, દ્વિગુણ) દ્વિ વિ. (સં.) બે (સમાસના પહેલા પદ તરીકે આવે છે. દ્વિઅર્થી વિ. બે અર્થવાળું (૨) અસ્પષ્ટ; સંદિગ્ધ; દ્વિઅર્થી દ્વિઅંગી વિ. (સં.) બે અંગ કે ઘટકવાળું [‘ડાયૉક્સાઇડ’ દ્વિઑક્સાઇડ પું. ઑક્સિજનના બેપરમાણુવાળોઑક્સાઇડ; દ્વિકર્મક વિ. (સં.) બે કર્મવાળું (ક્રિયાપદ) [પંચવટી દ્વિગુ પું. (સં.) કર્મધારય સમાસનો એક પ્રકાર. ઉદા. દ્વિગુણ વિ. (સં.) બમણું; બેવડું દ્વિગુણિત વિ. બેથી ગુણેલું; બમણું દ્વિગૃહી વિ. (સં.) બે ગૃહ કે વિભાગવાળું (જેમ કે, ધારાસભા); ‘બાઇšમેરલ’ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy