SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દીર્ઘબાહુ દીર્ઘબાહુ વિ. (સં.) લાંબા હાથવાળું દીર્ધવર્તુલ(-ળ), દીર્ઘાવૃત્ત ન. (સં.) લંબગોળ; ‘ઇલિપ્સ’ દીર્ઘસૂત્ર(-ત્રી) વિ. (સં.) નાહક લંબાણ કરનારું; ઝટ પાર ન લાવે એવું; ચીકણું દીર્ઘસૂત્રતા સ્ત્રી., દીર્ઘસૂત્રીપણું ન. થોડા કામમાં લાંબો વખત વિતાવવો એ; લપિયાવેડા (૨) નાહક લંબાણ કરવું; ઝટ પાર ન આણવું તે દીર્ઘાયુ, (oષ્ય) વિ. (સં.) લાંબા આયુષ્યવાળું (૨) ન. લાંબી આવરદા; દીર્ઘજીવીપણું દીર્થિકા સ્ત્રી. (સં.) પગથિયાંવાળી લાંબી વાવ (૨) જળાશય (૩) લાંબા આકારનું તળાવ દીર્ઘાયુષી વિ. લાંબા આવરદાવાળું; દીર્ઘાયુ દીવડું ન. (‘દીવો’ ઉપરથી) કણકના લોચાનું બનાવેલું દીવાનું કોડિયું (૨) દીવી (૩) દીવો વાચક) દીવડો પું. દીવડામાં કરેલો દીવો (૨) દીવો (લાલિત્યદીવાટાણું ન. દીવા કરવાનો વખત; સમીસાંજ દીવાદાંડી સ્ત્રી. (દીવો+દાંડી) જતાં અને આવતાં વહાણને ચેતવવા માટે સમુદ્રમાં ખડક ઉપર બાંધેલો દીવાવાળો મિનારો ૪૨૩ દીવાન પું. (અ.) વજી૨; પ્રધાન (૨) રાજસભા; કચેરી (૩) મોટો ઓરડો; ખંડ (૪) સાદો પલંગ (૫) પ્રકરણ (૬) ન. ગઝલસંગ્રહ દીવાનખાનું ન. મુલાકાત માટેનો ખાસ ઓરડો; બેઠકખંડ દીવાનગીરી સ્ત્રી. દીવાનનું કામ કે પદ દીવાનાપણું ન. દીવાના હોવું તે; ગાંડપણ દીવાની વિ. ફા.) લેણદેણના ઇન્સાફને લગતું; ફોજદારીથી ઊલટું; ‘સિવિલ’ (૨) સ્ત્રી. દીવાનગીરી (૩) રાજ્યનું મહેસૂલી કામ (૪) દીવાની અદાલત (૫) દીવાની અદાલતમાં કરેલી ફરિયાદ કે કેસ દીવાની સ્ત્રી. દીવાનાપણું; ગાંડપણ દીવાનું વિ. (ફા.) ગાંડું, ઘેલું; ચિત્ત ભ્રમિત દીવાને આમ પું., સ્ત્રી., ન. (અ. દીવાન+ઇ+આમ) આમવર્ગના લાકોની રાજસભાને મળવાનું દીવાનખાનું (૨) આમસભા; (નવા અર્થમાં) લોકસભા દીવાને ખાસ પું., સ્ત્રી., ન. (અ. દીવાન+ઇ+ખાસ) અમીર-ઉમરાવોની રાજસભાને મળવાનું દીવાનખાનું (૨) અમીર – ઉમરાવોના પ્રતિનિધિઓની રાજસભા દીવાબત્તી સ્ત્રી. (દીવો+બત્તી) દીવા વગેરે કે તેની કરાતી વ્યવસ્થા દીવાલ સ્ત્રી. (ફા. દીવાર) ભીંત (૨) આડશ દીવાલગીરી સ્ત્રી. ભીંતે ટંગાવાય તેવી દીવી; ‘વૉલ્સીટ’ દીવાવખત પું., સ્ત્રી. દીવા કરવાનો વખત; દીવાટાણું; સમીસાંજ [રસાયણવાળી સળી દીવાસળી સ્ત્રી. (દીવો + સળી) અગ્નિ પેટાવવાની, છેડે [દુખશ્ર દીવી સ્ત્રી. (સં. દીપિકા) દીવો મૂકવાની ઘોડી (૨) નાનો દીવો [બનાવટ; દીપ; બત્તી (૨) (લા.) કુળદીપક દીવો પું. (સં. દીપક, પ્રા. દીવ) પ્રકાશ આપનારી એક દીશ પું. સૂર્ય દીશ(-સ) પું. દિવસ; દહાડો [ભાસવું; સૂઝવું દીસવું અ.ક્રિ. (સં. દૃશ્યતે, પ્રા. દિસ) દેખાવું (૨) દી(-હિઁ)ટ (-ટું, -ટિયું) ન. ડીટું (ફળનું મૂળ) (૨) સ્તનનું ટોચકું [ડોડવું (૪) થોર વગેરેનો દૂધ ભર્યો કકડો દી(-દિ)ડવું ન. ઝીંડવું (૨) દીંડું (૩) માવાવાળું ફળ, દી(-દિ)ડું ન. થોર વગેરેનો દૂધભર્યો કકડો; દીંડવું ૬ વિ. (સં. દ્વિ, પ્રા. દુ) (સમાસના આરંભમાં) બે દુઆ સ્ત્રી. (અ.) આશીર્વાદ; દુવા દુઆગીર વિ. આશીર્વાદ લેનારું દુઆગો વિ. આશીર્વાદ આપનારું-દેનારું દુકાન સ્ત્રી. (અ. દુક્કાન, ફા.) વસ્તુઓ વેચવા વેપારી જ્યાં બેસે તે જગા; હાટડી; હાટ દુકાનદાર પું. દુકાનવાળો; વેપારી દુકાનદારી સ્ત્રી. દુકાનદારનું કામ; આવડત કે ધંધો દુકાની સ્ત્રી. બુકાની (૨) બે પાઈ (જૂનો સિક્કો) દુકાનીભાર વિ. દુકાની-બે પૈસા ભાર દુકાળ પું. (સં. દુષ્કાલ, પ્રા. દુક્કાલ) વરસાદ ન આવતાં અનાજ, ઘાસ વગેરેની તંગીનો કપરો સમય (૨) કોઈ પણ વસ્તુની તંગી, અછતનો સમય દુકાળગ્રસ્ત વિ. દુકાળની અસરથી ઘેરાયેલું દુકાળવું વિ. અન્ન પાણી વગેરેની તંગી-અછતવાળું દુકાળિયું વિ. દુકાળ વેઠતું (૨) ભૂખે મરતું (૩) દુકાળના સમયમાં જન્મેલું Acharya Shri Kailassagarsuri Gyanmandir દુકૂલ ન. (સં.) બારીક રેશમી વસ્ર [અસુખ દુખ ન. (સં. દુઃખ) દુઃખ; સંકટ; આપત્તિ; અડચણ; દુખડું ન. દુઃખ (૨) ઓવારણું; દુખણું દુખણાં ન.બ.વ. ઓવારણાં દુખણી વિ., સ્ત્રી. દુ:ખિની [દુખાવો દુખણું ન. દુખવું તે (૨) પ્રસવ થતાં પહેલાં પેટમાં થતો દુખણું ન. દુખની કથા દુખણું વિ. દુખિયું દુખ(દાયી, દાયક, ૦દેણ) વિ. દુઃખ દેનારું; દુઃખદ દુખભંજક વિ. દુઃખ ભાંગનારું-દૂર કરનારું દુખવટું ન. (-ટો) પું. શોકની સ્થિતિ (૨) દિલાસો આપવા જવું તે (૩) શોક કરવો તે દુખવવું સ.ક્રિ. (સં. દુઃખ, પ્રા. દુક્ષ્મ) દુખાવવું; પીડા કે વેદના પહોંચાડવી વિદના થવી દુખવું અ.ક્રિ. (સં. દુખતિ, પ્રા. દુ′′ઇ) દુ:ખ થવું; પીડાદુખતું વિ. દુખથી હારે નહિ તેવું; દુખનો સામનો કરી ટકી રહેનારું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy