SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દારુ દારુ ન. (સં.) દેવદારનું ઝાડ (૨) લાકડું દારુણ વિ. (સં.) નિર્દય; કઠોર (૨) ભયાનક; તુમુલ (૩) તીવ્ર; સખત (દર્દ) ૪૧૯ દારુણ્ય ન. (સં.) ભયાનકતા; કરુણતા; કારુણ્ય દારુ હળદર સ્ત્રી, એક વનસ્પતિ; ઔષધિ દારૂ (ફા.) મદિરા; સુરા (૨) બંદૂક, દારૂખાના વગેરેમાં ફોડાતું ગંધક અને કોલસા વગેરેનું મિશ્રણ (૩) દવા. જેમ કે, દવાદારૂ દારૂકામ ન. આતશબાજી દારૂખાનું ન. આતશબાજીની ચીજ (૨) આતશબાજી દારૂગળો પું. દારૂખાનું બનાવનારો દારૂગાળણી સ્ત્રી. (પીવાનો) દારૂ ગાળવો તે કે તેનું કારખાનું; ‘બ્રુઅરી’ (૨) દારૂનું પીઠું દારૂગોળો પું. દારૂ, ગોળા વગેરે યુદ્ધનો સામાન દારૂડિયો પું. દારૂનો વ્યસની માણસ દારૂડી સ્ત્રી. એક વનસ્પતિ (૨) એક પક્ષી દારૂનિષેધ પું. દારૂ પીવાનો નિષેધ-મનાઈ; દારૂબંધી દારૂનિષેધક વિ. દારૂ નિષેધ કરનારું – કરાવનારું (વસ્તુ કે માણસ) દારૂબંધી સ્ત્રી. દારૂની બંધી; દારૂનિષેધ; ‘પ્રોહિબિશન' દારોગો પું. (તુર્કી) દરોગો; તપાસ રાખનારો અમલદાર દારોમદાર છું. (‘દારો’ નિરર્થક -અ.દાર) મદાર; આધાર (૨) આલંબન દાર્શનિક વિ. (સં.) દર્શનશાસ્ત્રનેલગતું(૨)પ્રત્યક્ષ (પુરાવો) (૩)પું. દર્શનશાસ્ત્ર જાણનાર, ફિલસૂફ, ‘ફિલોસૉફર’ દાલચીની સ્ત્રી. (ફા. દારચીની) તેજાનાની એક વસ્તુ-તજ દાલાન પું. (ફા.) ઘરનો મોટો ઓરડો; દીવાનખાનું (૨) ચોક; આંગણું દાવ છું. (ફા.) રમતમાં આવતો વારો; દા (૨) પાસામાં પડતા દાણાં (૩) લાગ; અનુકૂળ વખત (૪) યુક્તિ; પેચ દાવ પું. (સં.) દાવાનળ; દાવાગ્નિ દાવડું ન. રેંટ (પાણી ખેંચવાનો) દાવત સ્ત્રી. (અ.) નોતરું; ઇજન; મિજબાની; ગોઠ દાવદગ્ધ વિ. (સં.) દાવાગ્નિથી બળેલું દાવપેચ વિ. યુક્તિપ્રયુક્તિ દાવર પું. (ફા.) ન્યાયાધીશ (૨) ખુદા; ઈશ્વર દાવાઅરજી સ્ત્રી. (દાવો-અરજી) ફરિયાદનામું દાવાગીર પું. દાવો કરનાર; ફરિયાદી; દાવાદાર દાવાગ્નિ પું. (સં.) દવ; વનમાં એની મેળે સળગતો અગ્નિ; દાવાનળ દાવાદળ ન. દળવાદળ (૨) વાવાઝોડું દાવાદાર વિ. હક્કદાર; હક ધરાવનારું; દાવો કરનારું દાવાનલ (સં.) (-ળ) પું. દાવાગ્નિ; દવ; વનમાં એની Acharya Shri Kailassagarsuri Gyanmandir | દાંડિયારાસ મેળે સળગતો અગ્નિ દાવાપાત્ર વિ. દાવો કરવા યોગ્ય દાવો પું. (ફા. દઅવા) માલિકી; સ્વામિત્વ (૨) હક મેળવવા સારુ સરકારમાં ફરિયાદ (૩) પ્રામાણ્ય કે પુરાવો હોવાનો નિશ્ચય કે તેની રૂએનો હક. જેમ કે, હું દાવાની સાથે કહું છું. દામિક વિ. (સં.) દશાંક સંબંધી દાશરથિ પું. (સં.) દશરથપુત્ર - શ્રીરામ દાશાહ પું. (સં.) દશાર્હ વંશમાં જન્મેલ શ્રીકૃષ્ણ દાશે(-સે)ર પું. ઊંટ; મારવાડી ઊંટ દાસ પું. (સં.) સેવક (૨) સ્ત્રી. દાસ્ય; સેવા દાસત્વ ન. (સં.) દાસપણું; દાસતા (૨) ગુલામી દાસાનુદાસ પું. (દાસ-અનુદાસ) દાસનો પણ દાસ (૨) અત્યંત નમ્ર સેવક દાસી સ્ત્રી. સેવિકા; નોકરડી; હૂંડી દાસીત્વ ન. (સં.) દાસીપણું દાસ્તાન સ્ત્રી. (ફા. દાશ્તન) વર્ણન; અહેવાલ (૨) ન. મોટી વાર્તાનું પુસ્તક (૩) કહાણી (૪) હેવાલ દાસ્ય ન. (સં.) દાસપણું; ગુલામી (૨) નવધા ભક્તિમાંનો ભગવાનની સેવા કરવાનો એક પ્રકાર દાહ પું. (સં.) બળવું કે બાળવું તે (૨) બળતરા; અગન દાહક વિ. (સં.) દાહ કરનારું; બાળનારું; સળગાવનારું દાહકર્મ ન. (સં.) મડદાને સળગાવવાનું કાર્ય દાહકવર પું. (સં.) દાહ જન્માવતો એક જાતનો તાવ દાહકતા સ્ત્રી. (-ત્વ) ન. (સં.) દાકપણું દાહભૂમિ સ્ત્રી. (સં. શ્મશાન દાહાત્મક વિ. (સં.) દાહક ગુણવાળું [દહનીય દાહ્ય વિ. (સં.) બાળવા જેવું (૨) તરત સળગી ઊઠે એવું; દાળ સ્ત્રી. (સં. દાલ, પ્રા. દાલિઆ) કઠોળનું દળ-ફાડિયું (૨) એની (પ્રવાહી કે ભભરી) બનાવેલી એક વાની (૩) ગડગૂમડ પર વળતું પડ-છો. (૪) ઈંડાની જરદી દાળઢોકળી સ્ત્રી. દાળમાં રાંધેલી ઢોકળી દાળભાત ન.બ.વ. દાળ અને ભાત દાળરોટી સ્ત્રી. દાળ અને રોટી (૨) નિર્વાહ; આજીવિકા દાળિયા પું.બ.વ. (છોડાં વગરના) શેકેલા ચણા દાળિયું વિ. દાળખાઉ; દાળનું સવાદિયું દાળિયો પું. દાળિયા વેચનારો-તૈયાર કરનારો; ભાડભુંજો દાળોવાટો પું. દાટ; મહાવિનાશ; ખેદાનમેદાન (ન્યા.) દાંડ વિ. (૨) પું. ડાંડ; દંડાથી કે ધાકધમકીથી કામ લેનાર કે વર્તનાર (૩) નાગું; ઉદ્ધત; લબાડ; લુચ્ચુ; લાંઠ (૪) છઠ્ઠું; બૈરીછોકરાં વિનાનું For Private and Personal Use Only દાંડગી (-ગાઈ) સ્ત્રી. નાગાઈ; ઉદ્ધતાઈ; દાંડાઈ દાંડાઈ સ્ત્રી. દાંડપણું; નાગાઈ; લાંઠાઈ નૃત્ય દાંડિયારાસ પું. ડાંડિયારાસ; ડાંડિયા રમતાં કરાતું સમૂહ
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy