SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દર્શન] દર્શન ન. (સં.) જોવાની ક્રિયા (૨) ભક્તિભાવથી જોવાની ક્રિયા (૩) દેખાવ (૪) શાસ્ત્ર (ષદર્શન) (૫) રુચિ; શ્રદ્ધા (જૈન) (૬) તત્ત્વજ્ઞાન; ફિલસૂફી દર્શનકોણ પું. (સં.) દૃષ્ટિબિંદુ દર્શનશાસ્ત્ર ન. તત્ત્વજ્ઞાનની વિચારણાનું શાસ્ત્ર; ફિલસૂફી દર્શનાકાંક્ષી વિ. દર્શનની આકાંક્ષાવાળું દર્શનાતુર વિ. દર્શન કરવા માટે આતુર દર્શનાર્થી વિ. દર્શનની ઇચ્છાવાળું દર્શનિકા (સ્ત્રી. (સં.) દર્શનશાસ્ત્ર (લાલિત્યવાચક) (૨) જ્ઞાનમય કવિતાનો સંગ્રહ [ઘરેણું; દરશનિયું દર્શનિયું ન. સ્ત્રીઓ અને બાળકોને કાંડે પહેરવાનું એક દર્શની વિ. પ્રગટ; ખુલ્લું; દેખીતું (૨) (વિ. સ્ત્રી.) જોતાંવેંત શિકારવાની (હૂંડી) દર્શનીય વિ. (સં.) જોવા યોગ્ય; સુંદર દર્શનેંદ્રિય સ્ત્રી. (સં.) આંખ દર્શવું અ.કિ. દેખાવું; દશવું દર્શાવવું સ.ક્રિ. (સં. દેશ્ પરથી) દેખાડવું; બતાવવું દર્શિત વિ. (સં.) દેખાડેલું [જેમ કે પ્રિયદર્શિની દર્શિની વિ., સ્ત્રી, (સમાસને અંતે વપરાય છે.) જોનારી. -દર્શી વિ. (સં.) (સમાસને અંતે વપરાય છે.) જોનારું. જેમ કે, દૂરદર્શી (૨) બતાવનારું દલદલ ન. (અ.) કાદવકીચડ (૨) કળણભૂમિ દલ(-ળ) ન. (સં.) પાંદડું (૨) ફૂલની પાંખડી (૩) સૈન્ય (૪) જાડાશ; ઘનતા * દલન ન. (સં.) દળી નાંખવું-ચૂરેચૂરા કરવા તે દલ(-ળ)પતિ પું. સેનાપતિ (૨) મંડળીનો નાયક દલવાડી પું. (સં. દલિ = માટીનું ઢેકું ઉપરથી) ઈંટો પકવનાર કુંભાર કે ધંધેદાર [મળતું ચામડું દલવાડું ન. (મરેલા ઢોરના બદલામાં) ચમારને ત્યાંથી દલાડ(-ર)વું સ.ક્રિ. (સં.) ધીરજ આપવી; મન વળાવવું; ૪૧૩ સમજાવવું (૨) વીંઢારવું (૩) નભાવવું દલાલ પું. (અ. દલ્લાલ) સાટું ગોઠવી આપનાર મારફતિયો (૨) ભડવો; ફૂટણો (૩) વચેટિયો; ‘એજન્ટ’; ‘મિડલમૅન’[દલાલ તરીકેનું મહેનતાણું; હકસાઈ દલાલી સ્ત્રી. (અ. દલ્લાલી) દલાલનું કામ; મારફત (૨) દલાયું ન. દલાલનું કામ; દલાલી; મારફત દલિત વિ. (સં.) દબાયેલું; કચરાયેલું; પીડિત દલિતોદ્ધાર પું. દલિતોનો ઉદ્ધાર દલીલ સ્ત્રી. (અ.) (વાતના ટેકામાં દર્શાવેલો) સબબ; વિવાદના મુદ્દાની રજૂઆત; ચર્ચા; વાદ-વિવાદ; તર્ક દલીલખોર વિ. દલીલ કર્યા કરવાની ટેવવાળું દલીલબાજ વિ. દલીલ કરવામાં કુશળ દલીલબાજી સ્ત્રી. સામસામી દલીલોનો મારો દલ્લો પું. (દે. ડલ્લ=ટોપલો) થાપણ; પૂંજી; મૂડી | દશ(-સ)મૂલ દવ પું. (સં.) વન (૨) દાવાનળ (૩) સંતાપ દવરાવવું સ.ક્રિ. (‘દાવું’નું પ્રેરક) નર દેખાડવો; આધાન કરાવવું (પશુમાં) દવલું વિ. અળખામણું; અણમાનીતું; અણગમતું દવા પું. (સં.) ખરાબ વા; વાવર [ઉપાય; ઈલાજ દવા (અ.), (oઈ) (ફા.) સ્ત્રી. ઓસડ; ઔષધ (૨) દવાખાનું ન. ઔષધાલય; ચિકિત્સાલય; હકીમખાનું; ‘હૉસ્પિટલ’ [‘પ્રિસ્ક્રિપ્શન’ દવાચિઠ્ઠી સ્ત્રી. શી દવા લેવાની છે તે બતાવતી ચિઠ્ઠી; દવાત પું. (અ.) (શાહીનો) ખડિયો; ‘ઇન્કપોટક' દવા(૦દારૂ, ૦પાણી) ન.બ.વ. ઓસડવેસડ દવાપેટી સ્ત્રી. ઔષધપેટી; ‘મેડિસિન-બૉક્સ’ દવાપોથી સ્ત્રી. દવાઓના નુસખાની પોથી; ‘ફાર્માકોપિયા’ દવાબજાર ન. દવાઓનું બજાર દવારો પું. ઠાકરમંદિર (૨) ધર્મશાળા દવાવાળો પું. દવાઓ વેચનારો; ‘કેમિસ્ટ' [‘ફાર્મસી' દવાશાળા સ્ત્રી. દવા બનાવવાની કે વેચવાની જગ્યા; દવાશાસ્ત્ર ન. દવા બનાવવાનું શાસ્ત્ર દવાશાસ્ત્રી પું. દવાનું શાસ્ત્ર જાણનાર; ‘ફાર્મસિસ્ટ' દશ(-સ) સ્ત્રી. દિશ; દિશા (૨) ઉપાય, ઈલાજ દશ(-સ) વિ. (સં. દશ, પ્રા. દસ) નવ વત્તા એક (૨) પું. દશની સંખ્યા કે આંકડો; ‘૧૦’ દશ(-સ)ક પું. (સં.) દશકો; દશનો જથો (૨) સંખ્યાલેખનમાં એકમથી આગળનું બીજું સ્થાન (ગ.) દશકંધ, (૦૨) પું. દશગ્રીવ; દશાનન; રાવણ દશ(-સ)કો પું. દશક (૨) દશ વર્ષનો સમય દશગ્રીવ છું. (સં.) દશ ગરદનવાળો દશ(-સ)દિશ,(-શા) સ્ત્રી. ચાર દિશા, ચાર ખૂણા, આકાશ તથા પાતાળ એમ દશ દિશાઓનો સમૂહ દેશ(-સ)ધા ક્રિ.વિ. દશ રીતે રાવણ દશાબ્દી સ્ત્રી. દાયકો (૨) દશ વર્ષ પૂરાં થયાનો ઉત્સવ દશન પું. (સં.) દાંત દશનપંક્તિ સ્ત્રી. દાંતની હાર દશ(-સ)નામી પું. (સં.) દશ નામો (તીર્થ, આશ્રમ, વન, અરણ્ય, ગિરિ, પર્વત, સાગર, સરસ્વતી, ભારતી, પુરી) વાળા (શંકરાચાર્યના)દશવર્ગનોસંન્યાસી [તિથિ દશમ વિ. (સં.) દશમું (૨) સ્ત્રી. પખવાડિયાની દશમી દશદ્વાર ન. શરીરમાંનું દશમું દ્વાર - બ્રહ્મરંધ્ર; તાળવું દશમી સ્ત્રી. (સં.) દશમ - Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only - દશમી સ્ત્રી. દૂધ બાંધીને બનાવેલી ભાખરી દશમુખ પું. (સં.) દશ મુખવાળો - રાવણ દશ(-સ)મું ન. મરણ પછી દશમે દિવસે કરવાની ક્રિયા (૨) વિ. ક્રમમાં નવમાની પછી આવતું [મૂળિયાં દશ(-સ)મૂલ ન. (સં.) ઔષધમાં વપરાતાં દશ જાતનાં
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy