SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તાર્દશ્યતા| તાદૃશ્યતા સ્ત્રી. (સં.) તાદૃશ્યપણું (ધૂન; લેહ; લગની તાન સ્ત્રી. (સં.) ગાયનમાં લેવાતા પલટા; આલાપ (૨) તાન સ્ત્રી. મસ્તી; તોફાન (૨) ઉમંગ; ઉત્સાહ તાનટપ્પો છું. તાન સાથે ટપ્પો ગાવો તે કે તેની ચીજ; ગાયન; તાનપલટો ૩૯ ૧ તાનપૂરો પું. ગાયનમાં તાન પૂરતું વાઘ; તંબૂરો તાનાબાજી સ્ત્રી. તાના મારવા, મહેણાં મારવાં તે તાનારીરી સ્ત્રી. ગાયનની એક તરે; તરાણા તાનાશાહી સ્ત્રી. આપખુદી; સરમુખત્યારી; ‘ડિક્ટેટરશિપ’ તાનો પું. (અ.) ટોણો; મહેણું (૨) ક્રોધ તાપ પું. (સં.) તડકો (૨) ગરમી; આંચ (૩) વર; તાવ (૪)રુઆબ;કડકાઈ(૫) કડપ; ધાક (૬)દુ:ખ; સંતાપ તાપક, (-કારી), (-જનક) વિ. (સં.) તાપ કરનારું તાપડિયું ન. તાપને લીધે થતો ફોલ્લો; તાપોડિયું (૨) સખત તાપ તાપડું ન. તડકો ઝીલવા માટેનો ગૂણપાટ તાપણી સ્ત્રી. (-ણું) ન. તાપવા માટે ફૂસ, ઘાસ, લાકડાં વગેરેનો ઢગલો કરી લગાડેલો અગ્નિ (૨) તાપવું તે તાપત(-તિ)લ્લી સ્ત્રી. બરોળની ગાંઠ; ‘સ્પ્લીન’ તાપત્રય પું. (સં.) આધિ, વ્યાધિ અને ઉપાધિ અથવા આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એ ત્રણ જાતનાં દુ:ખ-સંતાપ; ત્રણ તાપનો સમૂહ [કરાવનારું તાપદાયી(-યક) વિ. (સં.) ચિંતા વગેરે કરાવનારું; સંતાપ તાપમાન ન, ઉષ્ણતામાન તાપમાપક ન. થર્મોમીટર તાપવું અ.ક્રિ. (સં. તય્યતિ, પ્રા. તપ્પઇ) સૂર્ય કે અગ્નિથી ટાઢ ઉડાડવી (૨) સ.ક્રિ. (તપ સાથે) તપ કરવું તાપશામક વિ. (સં.) ઉષ્ણતા શમાવનારું તાપસ વિ. (સં.) તપ કરનાર; તપસ્વી (૨) પું. ઋષિ તાપસી સ્ત્રી. (સં.) તપસ્વી સ્ત્રી (૨) ઋષિ કન્યા/પત્ની તાપિત વિ. (સં.) ગરમ કરેલું; તપાવેલું તાપી સ્ત્રી. (સં.) સાતપૂડામાંથી નીકળી ગુજરાતમાં થઈને વહેતી સૂરત પાસેની નદી [લીધે થતી ફોલ્લીઓ તાપોટો પું. (-ડિયું) ન. સખત તાપ; કઠારો (૨) તાપને તાફતો પું. (ફા.) એક જાતનું રેશમી કાપડ; ટાફેટો [ઝટપટ તાબડતોબ ક્રિ.વિ. તરત જ; જરા પણ વિલંબ કર્યા વગર; તાબૂત પું., ન. (અ.) મડદાપેટી; જનાજો (૨) ખાસ કરીને ઇસ્લામી શહીદ હુસેનની યાદગીરીમાં મોહરમના દિવસોમાં કબર જેવા ઘાટ કાઢે છે તે; તાજિયો (૩) બાહ્યું કે શૂનમૂન જેવું થયેલું માણસ તાબૂતગર વિ. તાબૂત બનાવનાર કારીગર તાબે ક્રિ.વિ. (અ.) તાબામાં; હુકમ તળે; કબજે તાબેદાર વિ. હુકમમાં રહેનારું; આજ્ઞાંકિત (૨) પરાધીન તાબેદારી સ્ત્રી. તાબેદારપણું; અધીનતા [તારક તાબો છું. કબજો; હવાલો [ાબોટો તાબોટો યું. હથેળી ૫૨ હથેળી અફાળી કરેલો અવાજ (૨) તામડી સ્ત્રી. (સં. તામ્ર પરથી) તાંબડી; ત્રાંબડી તામડો પું. પાણી ભરવાનું મોટું વાસણ; તાંબડો, ત્રાંબડો તામરસ પું. (સં.) એક છંદ (૨) કમળ (૩) તાંબું (૪) સોનું [બનેલું (૩) પું. ગરમ મિજાજ; ગુસ્સો તામસ વિ. (સં.) તમોગુણને લગતું (૨) અંધારું; તમસનું તામસિક વિ. ક્રોધી; તામસી (૨) તામસ; તમોગુણી તામસી વિ. ક્રોધી (૨) તામસ (૩) સ્ત્રી. દુર્ગાનું એક નામ તામસી વિદ્યા સ્ત્રી. ઊંઘમાં નાખવાની વિદ્યા તામિલ સ્ત્રી. તામિલનાડુ રાજ્યની એક દ્રાવિડ ભાષા તામિલનાડ, (-) પું. મદ્રાસ આસપાસનો તામિલ ભાષાભાષી પ્રદેશ Acharya Shri Kailassagarsuri Gyanmandir તામિસ્ર ન. (સં.) ઘોર અંધકારવાળું એક નક તામીલ સ્ત્રી. હુકમનો અમલ; આજ્ઞાંકિતપણું તામ્ર વિ (સં.) લાલ; રાતું (૨) ન. તાંબું તામ્રકાર, તામ્રકૂટ પું. તાંબાનાં વાસણ બનાવનારો; કંસારો તામ્રપટ(-ત્ર) પું., ન. તાંબાનું પતરું (૨) તેના પર લખેલો લેખ-અભિલેખ તામ્રભસ્મ સ્ત્રી. (સં.) તાંબાની ભસ્મ-એક ઔષધિ તામ્રમુદ્રા સ્ત્રી. (સં.) તાંબાનો સિક્કો [સમય તામ્રયુગ પું. (સં.) તાંબાનાં વાસણો વપરાવા લાગ્યા તેવો તામ્રલેખ પું. (સં.) તાંબા પર કોતરેલો લેખ; તામ્રપત્ર તામ્રવર્ણ, (-શું) વિ. તાંબાના રંગનું; લાલચોળ; લાલઘૂમ તાયફાવાળો પું. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચેના ભાગમાં રહેતા તાયફા(ટોળી)નો આદમી તાયફાવેડા યું.બ.વ. દારૂ પીને કે બીજી રીતે નિરકુંશપણે માણવું તે (૨) ઉડાઉપણું; વંઠી ગયેલા જેવું વર્તન (૩) નાટકીય વર્તન તાયફો પું. (અ.) ટોળી; સમૂહ; મંડળ (૨) ગાવા બજાવવાનું કામ કરનાર રામજણી અને તેના સાથીઓનો સમૂહ (૩) તાયફા જેવું નાટકીય વર્તન કે તેવો દેખાવ કરવો કે દૃશ્ય ભજવવું તે; ‘ફ્લોટ’ તાર વિ. (સં.) તીણો કે ઊંચો (સ્વર) (૨) ઉત્તમ (૩) પું. કિનારો; સામો કાંઠો (૪) અંત; છેડો; મુક્તિ (૫) તરી શકાય તેવી સ્થિતિ (પાણીની) તાર જું. (ફા., સં.) તંતુ; દોરો; રેસો (૨) ધાતુને ખેંચીને બનાવેલો તાર (૩) તાર મારફતનો સંદેશો; ‘ટેલિગ્રામ’ (૪) તલ્લીનતા; એક લગન (૫) કેફની ખુમારી (૬) સાતત્ય; એકધારી પરંપરા તાર ખું. (ધાનો) તાવ; તા; ‘પેપર-સીટ’ [તારઘર તારઑફિસ સ્ત્રી. તારથી સંદેશો લેવા-મોકલવાનું કાર્યાલય; તારક વિ. (સં.) તારનાર; ઉદ્ધાર કરનાર તારક યું. (સં.) તારો; સિતારો For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy