SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અનધિકારચેષ્ટા અનધિકારચેષ્ટા સ્ત્રી. (સં.) પોતાના અધિકાર બહારની કાર્યરીતિ કે હિલચાલ; અનધિકાર આચરણ કરવું તે અનધિકારપ્રવેશ પું. (સં.) સત્તા બહારનો પ્રવેશ; યોગ્યતા બહારનું દાખલ થવું તે; વગર કે ઘૂસવું તે; ‘ટ્રેસપાસ’ અનધિકારી વિ. (સં.) અધિકાર વગરનું; અપાત્ર અનધિકૃત વિ. (સં.) જેને અધિકાર(પાત્રતા કેમાન્યતા) નથી તેવું; અપ્રમાણિત; બિનસત્તાવાર; ‘અઑથોરાઇઝ્ડ અનધ્યાય પું. (સં.) અભ્યાસમાંથી છુટ્ટી; રજા અન(-ને)નાસ ન. (પો. અનનાસ્) એક પ્રકારનું ખટમીઠું ફળ અને એનું ઝાડ અનનુકૂલ(-ળ) વિ. અનુકૂળ નિહ તેવું; ન ફાવતું અનન્ય વિ. (સં. અન્ + અન્ય) જેને અન્ય(બીજા)પણાનો ભાવ નથી તેવું; એકાત્મક (૨) એકનિષ્ઠ; ‘એક્સ્યુઝિવ’ (૩) અદ્વિતીય; અજોડ, ‘યુનિક’ અનન્યભાવ પું. (સં.) અનન્યતા (૨) એક (ઈશ્વર) ઉપર જ ભક્તિ હોવી તે (૩) એકાશ્રય અનન્યાશ્રય પું. (સં.) બીજા કોઈને નહિ; અમુક એકનો જ આશરો હોવો તે, એવો અનન્યભાવ અનન્વય (સં.) અન્વય-સંબંધનો અભાવ (૨) જેમાં ઉપમેયની અસમાનતા દર્શાવવા એની જ ઉપમા અપાયેલી હોય તે અલંકાર અનપઢ વિ. (હિં.) અભણ; નિરક્ષર અનપેક્ષ વિ. (સં.) અપેક્ષારહિત; લાલસા વિનાનું (૨) કશા પણ સંબંધથી પર; ‘ઍબ્સોલ્યુટ’ [બિનજરૂરી અનપેક્ષિત વિ. (સં.) અપેક્ષિત નહિ એવું; વણમાગ્યું; અનબન સ્ત્રી. (હિં.) અણબનાવ, મનદુઃખ અનભિજ્ઞ વિ. (સં.) અજાણ (૨) મૂઢ [વાળું; નિર્ભય અનભે વિ. (સં. અન્ + અભય) ભે(ભય)ના અભાવઅનભ્યસ્ત વિ. અપઠિત; નહિ ભણાયેલું (૨) મહાવરા વિનાનું અનભ્યાસ પું. (સં.) અભ્યાસ(મહાવરા)નો અભાવ (૨) શિક્ષણનો અભાવ [સ્વચ્છ અનભ્ર વિ. (સં.) અભ્ર(વાદળ) વિનાનું; નિરભ્ર (૨) અનમની સ્ત્રી. અન્યમાં પરોવાયેલું મન છે તેવી સ્ત્રી (૨) મેળ ન હોવાપણું; વેરભાવ (૩) દિલગીરી; શોક અનમનું વિ. સં. અન્ય + મનસ્ + ) અન્યમાં પરોવાયેલું મન છે તેવું; અન્યમનું; ઉદાસ અનમ્ર વિ. કસં.) નમ્ર નથી તેવું; મિજાજી; ડાંડ અનરથ પું. અનર્થ; ખોટી વાત (૨) હાનિ અનરાધાર વિ. (સં. અનાધાર દ્વારા) એકધારે વરસતું; અસ્ખલિત રીતે વરસતું (૨) મૂશળધાર; સાંબેલાધાર અનર્ગલ વિ. (સં.) (-ળ) વિ. રુકાવટ-અંકુશ વિનાનું (૨) અપાર; પુષ્કળ અનર્થ્ય વિ. પૂજવા લાયક નહિ તેવું; અપૂજય Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ [અનંત અનર્થ પું. (સં.) ખોટો અર્થ (૨) ખોટું કામ (૩) જુલમ; આફત (૪) નુકસાન; ઉપદ્રવ (૫) મમતા-અહંતાથી થતું દુ:ખ (તત્ત્વ)[કારક (૨) ઊલટો અર્થ કરનારું અનર્થક, (૦ર, -કારક) વિ. (સં.) અનર્થ કરનારું; હાનિઅનલ પું. (સં.) (-ળ) પું. અગ્નિ (૨) ગુસ્સો (૩) હંમેશાં આકાશમાં રહેનારું મનાતું એક કાલ્પનિક પક્ષી અનલહક(-±) શ... (અ.) ‘હું હક (ખુદા) છું’ - ‘અહં બ્રહ્માસ્મિ’જેવુંસૂફી મહાવાક્ય [સ્વાભાવિક;સાહજિક અનલંકૃતવિ. (સં.) અલંકૃત નહિ એવું; નહિશણગારેલું (૨) અનલ્પ વિ. (સં.) અલ્પ નહિ એવું; ઘણું; પુષ્કળ અનવગત વિ. ન જાણેલું; અજ્ઞાત અનવદ્ય વિ. (સં. અન્ + અવઘ) અવઘ-નિંઘ નહિ તેવું; અનિંદ્ય (૨) નિર્દોષ (૩) શુદ્ધ (૪) સુંદર; ખોડખાંપણ વિનાનું [એકાગ્રતાની ખામી અનવધાન ન. (સં.) અવધાનનો અભાવ; મનની અનવર વિ. (અ.) ઉજ્જવળતમ (૨) પું. પ્રકાશ અનવરત વિ. (સં.) સતત; અસ્ખલિત; નિરંતર અનવરે ઇલાહી શ.પ્ર. (અ.) ઈશ્વરીય પ્રકાશ અનવસ્થા સ્ત્રી. (સં.) અવ્યવસ્થા; ગોટાળો (૨) નિર્ણય અથવા છેડો ન આવે એવાં કથનોની પરંપરા (ન્યાયશાસ્ત્રમાંનો એક હેત્વાભાસ) અનવસ્થાદોષ પું. (સં.)નિર્ણય ન આવે એવાં કથનોની પરં પરાવાળોતર્કદોષ; અનવસ્થાયુક્ત તર્ક-દોષ [વગરનું અનવસ્થિત વિ. (સં.) હાજર ન રહેલું; અસ્થિર; ઢંગધડા અનવિરત વિ. અવિરત-સતત નથી તેવું; સ્થિર અનશન ન. (સં.) આહાર બંધ કરવો તે (૨) ભૂખહડતાળ અનશનવ્રત ન. અનશન રાખવાની પ્રતિજ્ઞા; મરણ પર્યંત ઉપવાસ કરવાનું વ્રત અનશ્વર વિ. (સં.) નશ્વર-નાશવંત નહિ એવું; શાશ્ર્વત અનસૂયા સ્ત્રી. (સં.) અસૂયા(દ્વેષ)નો અભાવ (૨) અત્રિ ઋષિની પત્ની અનસ્ત વિ. આથમ્યું ન હોય તેવું; અણ-આથમ્યું અનહદ વિ. (અન્+ હદ) હદ વગરનું; અપાર (૨) બેશુમાર અનહદ વિ. (સં. અનહત) અનાહત (આધાત વિના એની મેળે થતો)ધ્વનિ અનહદનાદ વિ. (સં.) શ્વાસઉચ્છ્વાસ લેતાં થતો શરીરમાંનો (સોહમ્ સોહમ્ એવો) અંતર્ધ્વનિ અનળ પું. જુઓ ‘અનલ’ અનંગ વિ. (સં.) અંગ વિનાનું (૨) પું. કામદેવ અનંગ-અરિ પું. મહાદેવ; શંકર અનંત વિ. (સં.) અંત વિનાનું; અપાર (૨) પું. વિષ્ણુ (૨) રુદ્ર (૩) બ્રહ્મા (૪) શેષનાગ (૫) બળરામ (૩) જૈનોના વર્તમાન ચોવીસ તીર્થંકરમાંના ચૌદમા (૪) ન. આકાશ (૫) અનંત સંખ્યા; ‘ઇન્ફિનિટી' For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy