SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ટાપટીપ ટાપટીપ સ્ત્રી, વ્યવસ્થા; સુઘડતા (૨) મરામત (૩) ઉપલો ભભકો - શણગાર; ચાપચીપ ટાપટીપિયું વિ. ટાપટીપ-શણગાર કર્યા કરવાની ટેવવાળું ટાપલી સ્ત્રી. ટપલી ટાપશી(-સી) સ્ત્રી. ચાલતી વાતમાં પુરાતો હાજિયો ટાપળું વિ. ફોકટ લલચાવનારું ટાપી સ્ત્રી. ટપલી (૨) છો બેસાડવા ટીપવાનું ઓજાર ટાપુ પું. બેટ; દ્વીપ ટાપુડો પું. નાનો ટાપુ ટાબરિયું ન. નાનું છોકરું ટાબરો પું. પાણીનો ઘડો ૩૫૦ [તાફતો ટાપો (-પુત્રો) પું. હાથથી ધડેલો રોટલો ટાફેર્ટા પું. (ઈં.) એક જાતનું બનાવટી રેશમી કાપડ; ટાબર પું. છોકરો; બાળક ટાબુ સ્ત્રી. બળદને મોઢે બાંધવામાં આવતી સીંકલી ટાબોટો પું. હથેળી અફાળી કરેલો અવાજ; તાબોટો ટાભાટેભી સ્ત્રી. (-ભા) પં.બ.વ. ટાભાટેભા કરવા તે; ફાટેલાં કપડાંની દુરસ્તી ટાયડી સ્ત્રી. (સં. ટાર, દે. ટાર) ટારી; નાની ઘોડી ટાયડું ન. નાનું ઘોડું; ટારડું ટાયડો પું. નાનો ઘોડો; ટારડો [રબરની વાટ ટાયર ન. (ઈં.) સાઇકલ, મોટર વગેરે વાહનને હોતી ટાયરફિટર વિ. (ઈં.) પૈડામાં ટાયર બેસાડનાર કારીગર ટાયલું ન. વગર જરૂરની દોઢડહાપણની અથવા આપવડાઈની વાત (૨) કૂથલી ટાર પું. (ઈં.) કોલટાર; ડામ્મર ટારગેટ પું. (ઈં.) લક્ષ્યાંક, ઉદ્દેશ (૨) નિશાન; લક્ષ ટારડી સ્ત્રી. (સં. ટાર, દે. ટાર=ટટ્ટુ) નાની-માલ વિનાની ઘોડી; ટાયડી ટાર્ગેટ પું.,ન. (ઈં.) લક્ષ્ય કે લક્ષ્યાંક [તાલ ટાર્ટરિક ઍસિડ પું. (ઈં.) આમલીનો તેજાબ ટાલ સ્ત્રી. વાળ જતા રહ્યા હોય એવો માથાનો ભાગ; ટાલકી સ્ત્રી. તાલકી (૨) તાળવું [ભાગ ટાલકું ન. તાલકું; માથાનો વચલો અને સૌથી ઉપરનો ટાવર ન. (ઈં.) ઊંચા મિનારા જેવું એક બાંધકામ ટાસ્ક ન. કાર્ય, નિયતકાર્ય (૨) કાર્ય વિશેષ ટાસ્કફોર્સ ન. (ઇ.) કાર્યવિશેષ દળ; વિશિષ્ટ કાર્ય માટે રચાયેલું દળ ટાળ સ્ત્રી. નિવારણ કરવું; ટાળવું તે ટાળણટોળણ ન. (ચળામણ, ઝટકામા જેવો) ટાળી મૂકેલો નકામો ભાગ [ખરાબ છોડવું ટાળવું સ.ક્રિ. દૂર કરવું; નિવારવું (૨) સારું કાઢી લઈ ટાળો પું. (‘ટાળવું’ ઉપરથી) વાયદા કર્યા કરવા તે (૨) જુદાઈ-અંતર ગુણવું કે રાખવું ત (૩) ચમત્કાર (૪) |ટાંચવું સંજોગ; તાકડો [મોતી તાળવાનું એક વજન-તોલ ટાંક છું. (સં. ટંક) શેર(૫૦૦ ગ્રામ)નો ૭૨મો ભાગ (૨) ટાંક સ્ત્રી. (‘ટાંકવું’-‘ધડવું' ઉપરથી) ઘડેલી કલમની અણી; અણિયું; ‘નિબ' ટાંક કું. નોંધ (૨) ટાંકિયું ટાંકણાસર ક્રિ.વિ. સમયસર; ટાણાસર [‘પિનકુશન’ ટાંકણિયું ન. ટાંકણી ખોસવાનું ગાદીવાળું સાધન; ટાંકણી (‘ટાંકવું’ ઉપરથી) કાગળ વગેરેમાં ખોસવાની લોખંડની માથાદાર ઝીણી સળી; ‘પિન’ (૨) સુતારનું એક ઓજાર (૩) વારંવાર ટોકવું તે ટાંકણું ન. (સં. ટંકતિ ઉપરથી) ટાંકવાનું ઓજાર; ‘ચિઝલ’ ટાંકણું ન. જોગ; પ્રસંગ; અવસર; ટાણું ટાંકલી સ્ત્રી. નાનું ટાંકું (૨) ખોસવાની ટાંકણી ટાંકલી સ્ત્રી. (ઘી-તેલની) પળી, એક પ્રકારનો ઢોલ ટાંકવું સ.ક્રિ. (સં. ટંકતિ, ટંકઇ) ખણવું; કોતરવું (૨) ટાંકા ભરવા; સાંધવું (૩) સાથે જોડવું (૪) ઉતારો કરવો; અવતરણ આપવું નીકળી જવાની બારી ટાંકાબારી સ્ત્રી. (‘ટાંકું’ ઉપરથી) કફોડી દશામાંથી છટકી ટાંકી સ્ત્રી. (‘ટાંકું+ ગુ. ઈ પ્રત્યય) મકાન કે ઊંચા ભાગે કરાતું લોખંડ, પ્લાસ્ટિક, સિમેન્ટ વગેરેનું નાનું કે મોટું ટાંકું (૨) ટાંકવાની - કોતરવાની ક્રિયા ટાંકી સ્ત્રી. આંખનું એક દર્દ ટાંકી સ્ત્રી. ઉપાય કે લાગ Acharya Shri Kailassagarsuri Gyanmandir ટાંકું સ્ત્રી. (દે. ટંક = ખોદેલું જળાશય) પાણી ભરવાનો છોબંધ કે લોખંડનો કોઠો (૨) (ખાસ કરીને મકાનના ભીંતળ નીચે કરવામાં આવતું) પાણીનું ભંડારિયું ટાંકો પું. (‘ટાંકવું') બખિયો; સીવણ; ટેભો ટાંકો(ટેભો, ટૈયો) પું. સહેજસાજ મદદ ટાંગ સ્ત્રી. ટાંગો; પગ ટાંગવું સ.ક્રિ. (સં. ટંકતિ) લટકાવવું; ટંગાડવું; ટીંગાડવું ટાંગાટોળી સ્ત્રી. (ટાંગો+તોળવું) ટાંટિયો અને ગ્રંથ ઝાલી લબડતું ઉપાડવાની ક્રિયા ટાંગાતોડ સ્ત્રી. (ટાંગો+તોડવું) સખત રખડપટ્ટી ટાંગાવાળો પું. ટાંગો હાંકનાર; ગાડીવાન ટાંગો પું. (સં. ગંગા) ટાંગ; ટાંટિયો ટાંગો પું. ઘોડાગાડી; ટપ્પાગાડી ટાંચ સ્ત્રી. (સં. સંચતિ) જપતી (૨) કલમની અણીનો ત્રાંસો કાપ (૩) ટચકો (૪) ઘટ; ખોટ ટાંચણ ન. ટૂંકી નોંધ; ‘જોટિંગ’ ટાંચણપોથી સ્ત્રી. નોંધવહી; નોંધબુક; ‘જોટિંગ બુક’ ટાંચણી સ્ત્રી. ટાંચણ (૨) ટાંકણી; ‘પિન’ ટાંચવું સ.ક્રિ. (સં. ટંચતિ, પ્રા. સંચઇ) ટાંકા મારવા (૨) ખોસવું; ઘોંચવું (૩) કલમની અણી કાપવી (૪) કરકસર કરવી; ખર્ચ કમી કરવું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy