SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જીવનપ્રણાલી જીવનપ્રણાલીસ્ત્રી. (સં.)જીવન જીવવાનીરીત; જીવનચર્યા જીવનપ્રેરક વિ. (સં.) ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપનારું ૩૩૧ જીવનબુટ્ટી સ્ત્રી. સંજીવની; સજીવ કરી દે એવી બુટ્ટી જીવનમંત્ર પું. (સં.) જીવનનો મુખ્ય ધ્યાનમંત્ર જીવનમુક્ત વિ. (સં.) છતે દેહે માયાનાં બંધનોમાંથી છૂટેલું; બ્રહ્મનિષ્ઠ જીવરખું વિ. જીવનને કષ્ટથી બચાવી કામ કરનારું જીવરું વિ. (‘જીવ’ ઉપરથી) ચાલાક; ચપળ; તરવરિયું જીવલેણ વિ. મૃત્યુ ઉપજાવે એવું; પ્રાણહારક જીવલોક પું. (સં.) મૃત્યુલોક; પૃથ્વી [શાસ્ત્ર; ‘બાયોલૉજી’ જીવ(વિધા, શાસ્ત્ર) ન. (સં.) જીવોના ભૌતિકજીવનનું જીવનમુક્તિ સ્ત્રી. (સં.) જીવનમુક્ત દશા (૨) નિર્વાણ જીવવુંઅ.ક્રિ. (સં. જીવતિ, જીવઇ નામધાતુ) જીવનક્રિયાઓ જીવનમૂળી સ્ત્રી. જીવનનું મૂળ; જીવનાધાર કરવાની શક્તિ હોવી; પ્રાણ ધરવા; શ્વાસ ચાલવો (૨) જીવતું હોવું કે રહેવું (૩) હયાત હોવું કે રહેવું (૪) જીવન ગુજારવું જીવનયાત્રા સ્ત્રી. (સં.) જીવનની સફર; જીવનપ્રવાહ જીવનયાપન નં. (સં.) જીવન ગાળ્યે જવાની ક્રિયા જીવનરસ પું. (સં.) જીવન જીવવામાં કે તે માટેનો રસ (૨) શરીરના કોષનો એ રસ; ‘પ્રોટોપ્લાઝમ’(ર.વિ.) જીવનરસાયણ ન. (સં.) પ્રાણીના શરીરની ધાતુઓનું રસાયણશાસ્ત્ર; ‘બાયોકેમેસ્ટ્રી જીવનરેખા સ્ત્રી. (સં.) હથેળીમાં આયુષ્યની રેખા જીવનલીલા સ્ત્રી. (સં.) જીવનરૂપી લીલા; જીવનનો ખેલ જીવનવિકાસ પું. (સં.) જીવનની કેળવણી; જીવનનું ઘડતર જીવનવીમો પું. જિંદગીનો વીમો જીવનવીર વિ., પુ. (સં.) જીવનસંગ્રામમાં વીર જીવનવૃત્તાંત ન. (સં.) જીવનચરિત્ર જીવનવ્યાપાર પું. (સં.) જીવનની સમગ્ર હિલચાલ (૨) ઇન્દ્રિયોનું હલનચલન [‘એનર્જી’ જીવનશક્તિ સ્ત્રી. (સં.) જીવનની મૂળ શક્તિ; ‘લાઈફજીવનશાસ્ત્ર ન. (સં.) સમગ્ર જીવનને વિચારતું શાસ્ત્ર (૨) જીવશાસ; ‘બાયોલૉજી’ જીવનસખી સ્ત્રી. (સં.) સહધર્મચારિણી; પત્ની જીવનસંગ્રામ પું. (સં.) જીવતા રહેવા માટે પ્રાણીઓને કરવો પડતો સંગ્રામ [આપવો તે જીવનસંદેશ પું. (સં.) સારું જીવન જીવવાનો ખ્યાલ જીવનસાથી પું. (સં.) સહધર્મચારી; પતિ (૨) પત્ની જીવનસાફલ્ય ન. (સં.) જિંદગીની સફળતા [મંત્ર જીવનસિદ્ધાંત પું. (સં.) જીવનનો ખાસ સિદ્ધાંત; જીવનજીવનસૂત્ર ન. (સં.) જીવનદોરી; આયુષ્ય (૨) જીવનમંત્ર જીવનસ્પર્શી વિ. (સં.) જીવનને લગતું; જીવનવિષયક જીવનસૃતિ ન. (સં.) સ્મરણરૂપે લખાયેલી આત્મકથા; ‘રેમિનિસન્સીઝ’ જીવનાસક્તિ સ્ત્રી. જીવન જીવવાની આસક્તિ-લગની જીવની સ્ત્રી. (હિં.) જીવનચરિત્ર જીવનોપાય પું. (સં.) ગુજરાનનું સાધન; જીવનપ્રવૃત્તિ જીવભક્ષી વિ. જીવને મારી ખાનારું; ‘કાર્નિવોરસ' જીવભૂત વિ. (સં.) જીવ નહિ છતાં જીવસ્વરૂપે થયેલું; જીવનસ્વરૂપમાં સરજાયેલું જીવમંડલ ન. જીવાવરણ; ‘બાયોસ્ફિયર’ Acharya Shri Kailassagarsuri Gyanmandir |જીસલી જીવમુક્ત વિ. (સં.) જીવદશામાં પણ માયાનાં બંધોનાંમાથી મુકત; બ્રહ્મનિષ્ઠ જીવશેષ પું. વનસ્પતિ કે પ્રાણીનો પૃથ્વીના પડમાંથી મળી આવતો અવશેષ; ‘ફોસિલ’ જીવસટોસટ ક્રિ.વિ. જીવને જોખમે જીવસૃષ્ટિ સ્ત્રી. (સં.) પૃથ્વી ઉપરની બધી ચેતનસૃષ્ટિ જીવહત્યા સ્ત્રી. પ્રાણીની હત્યા કરવી તે સક્રિય; કાર્યક્ષમ જીવંતવિ. (સં.) જીવતું; પ્રાણવાન; ‘ઓર્ગેનિક’ (૨) (લા.) જીવંતતા સ્ત્રી. સજીવતા; (૨) (લા.) સક્રિયતા[રજૂઆત જીવંતપ્રસારણ ન. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા તત્કાલીન સીધી જીવા સ્ત્રી. (સં.) ધનુષ્યની દોરી; પણછ (૨) અર્ધવર્તુળના બે છેડાને જોડનારી લીટી (ભૂમિતિમાં) જીવાણુ પું., ન. (સં.) અણુ જેવડો જીવ; સૂક્ષ્મ જંતુ (૨) વનસ્પતિસૃષ્ટિમાં નાનામાં નાનો એકમ; ‘બૅક્ટેરિયા' જીવાણુનાશક દવા સ્ત્રી. સૂક્ષ્મજીવનાશક ઔષધિ જીવાણુવિજ્ઞાન ના જંતુશાસ્ત્ર; ‘બૅક્ટેરિયોલૉજી’ જીવાત સ્ત્રી. (‘જીવ’ ઉપરથી) જીવડા કે કીડાનો સમૂહ જીવાતુભૂત વિ. (સં.) જીવતું રાખી રહેલું; પ્રાણભૂત જીવાત્મા પું. જીવ; જીવદશાવાળો આત્મા; પ્રાણતત્ત્વ જીવાદોરી સ્ત્રી. આવરદા; આયુષ્ય (૨) ભરણપોષણનો આધાર જીવારોપણ ન. (સં.) જીવનું આરોપણ; સજીવારોપણ જીવાવરણ ન. (સં.) જે આવરણમાં જીવો વસે છે તે જીવમંડલ; ‘બાયોસ્ફિયર' જીવાંતક હું. (સં.) પારધી કે ખાટકી (૨) મારો; ખૂની જીવિકા સ્ત્રી. (સં.) આજીવિકા; ગુજરાનનું સાધન (૨) પગાર (૩) જીવાઈ; ‘પેન્શન’ જીવિત વિ. (સં.) જીવતું (૨) ન. જીવતર; જિંદગી જીવિતવ્ય ન. (સં.) આવરદા (૨) જીવવાનું પ્રયોજન (૩) વિ. જીવવા યોગ્ય (૪) જીવી શકે તેવું -જીવી વિ. (સં.) (સમાસને અંતે) જીવનારું; નભનારું અર્થમાં ઉદા. ‘શ્રમજીવી’ જીવી સ્ત્રી. મુંજ વગેરેથી ખાટલો ભરતાં વચમાં જે બે સેરો વારાફરતી બુડાડે છે અને તારે છે તે જીસલી સ્ત્રી. ખેતીના કામમાં વપરાતું એક સાધન For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy