SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જાઆવ જાઆવ સ્ત્રી. જવું ને આવવું તે; આવજા; અવરજવર જાઈ વિ., સ્ત્રી. (સં. જાતિકા, પ્રા. જાઇઆ) જણી; જોલી (૨) સ્ત્રી. પુત્રી; દીકરી [એક ફૂલવેલ જાઈ સ્ત્રી. (સં. જાતી, પ્રા. જાઇ) મોગરા જેવી સુગંધી જાઓ ‘જવું’નું આજ્ઞાર્થ બીજો પુરુષ બહુવચન જાકાર(-રો) પું. ‘જાઓ' એવો ઉદ્ગાર; સત્કાર ન થવો તે (૨) રુખસત ૩૨૩ જાકીટ ન. (ઈં. જૅકેટ) વાસકોટ; બાંય વિનાનો કબજો જાગ પું. (સં. યાગ) યજ્ઞ (૨) માતા-દેવીનું ઘટસ્થાપન વગેરે કરી કરાતું અનુષ્ઠાન જાગ સ્ત્રી. જાગવું તે; જાગરણ જાગ પું. જગા, જગ્યા જાગતલ વિ. જાગતું; જાગ્રત (૨) સાવધાન જાગતિક વિ. (સં.) જગતને લગતું; દુન્યવી જાગતી જોત વિ., સ્ત્રી. જેની જ્યોતિ શક્તિ જાગ્રત હોય – તરત પારખું બતાવતી હોય તેવી (દેવી) જાગતું વિ. ઊંધતું નહિ તેવું; જાગ્રત (૨) સાવધાન જાગરણ ન. (સં.) જાગવું તે; ઉજાગરો (૨) જાગૃતિ જાગરણિયું ન. જાગરણ કરનારું જાગરિત વિ. (સં.) જાગેલું; જાગ્રત જાગરિયો પું. ભૂવાની સાથે રહી ડાકલું વગાડનાર (૨) જાગરણ કરનારો; જાગરણિયો જાગરૂક વિ. (સં.) જાગતું રહેનારું (૨) સાવધ; સજાગ; સાવચેત [સભાનપણું જાગરૂકતા સ્ત્રી. જાગતું રહેવાપણું (૨) સાવધાની; જાગર્તિ સ્ત્રી. (સં.) જાગવું તે (૨) સાવધપણું જાગલિયો પું. પગી; ચોકિયાત જાગવું અ.ક્રિ. (સં. જાગ્રતિ) ઊંધમાંથી ઊઠવું; જાગ્રત થવું (૨) પ્રમાદમાં ન પડવું; જાગ્રત રહેવું (૩) જાગતા હોવું (૪) ફરી ઊખડવું; તાજું થવું (જેમ કે, ચર્ચા પાછી જાગી છે.) (૫) અજ્ઞાનમાંથી નીકળવું; જ્ઞાન પામવું (૬) દૂઝવું (૭) અશાંતિ ઊભી થવી જાગામીઠું વિ. થોડું જાગતું-ઊંધતું; કાગ-નીંદરવાળું જાગીર સ્ત્રી. (ફા.) સરકાર તરફથી બક્ષિસ તરીકે મળેલી જમીન કે ગામ (૨) ગામ-ગરાસની જમીન જાગીરદાર વિ. ગામ ગરાસની જમીન ધરાવનારું (૨) પું. જાગીરનો ધણી; ગરાસદાર જાગીરદારી સ્ત્રી. જાગીરદારપણું; ગરાસદારી જાગીરી વિ. જાગીરને લગતું (૨) સ્ત્રી. જાગીરદારી જાગૃત વિ. (અશુદ્ધ રૂપ) જાગેલું; જાગતું; જાગ્રત જાગૃતતા, જાગૃતિસ્ત્રી. જાગવુંતે; જાગર્તિ (૨) સાવધપણું; સાવધતા (સર્વસ્વીકૃત થયેલ હોવાથી માન્ય ગણવું) જાગ્રત વિ. (સં.) જાગતું (૨) હોશિયાર; સાવધ જાગ્રદવસ્થા સ્ત્રી. (સં. જાગ્રત્ + અવસ્થા) જાગૃતિની [ જાણવું અવસ્થા (૨) ચિત્તની ત્રણ દશામાંથી એક જાચક પું. (સં. યાચક) યાચક; માગણ જાચકતા સ્ત્રી. (સં.) જાચકપણું [ભીખ જાચકવૃત્તિ સ્ત્રી. ભીખ માંગવાની ટેવ; યાચકવૃત્તિ (૨) જાચના સ્ત્રી. (સં. યાચના) યાચના; વિનંતી (૨) માગણી જાચવું સ.ક્રિ. (સં. યા) યાચવું; માગવું [પાથરણું જાજમ સ્ત્રી. (તુર્કી) એક પહોળું જાડું પાથરણું; વિશાળ જાજર વિ. (સં. જર્જર, પ્રા. જજ્જર) જર્જરિત થયેલું જાજરમાન વિ. જાજ્વલ્યમાન; દેદીપ્યમાન (૨) તરત Acharya Shri Kailassagarsuri Gyanmandir પારખું દેખાડે એવું (૩) કરડા મિજાજનું (૪) રુઆબદાર; તેજીલું [જાદરિયું જાજરિયું ન. જુવારના લીલા પોંકની બનાવેલ એક મીઠાઈ; જાજરું વિ. (સં. જર્જર, પ્રા. જજ્જર) તરત નાશ પામે એવું; બિચારું; પામર (૨) જરી ગયેલું; પાંખા વણાટનું જાજરૂ ન. (ફા. જાયેજરુર) સંડાસ; પાયખાનું જાજરૂ વિ. જર્જરિત થયેલું જાજ્વલ્યમાન વિ. (સં.) પ્રકાશથી ઝગઝગતું; દેદીપ્યમાન જાડધરું વિ. જડ, જાડી કે મોભાગ્ર બુદ્ધિવાળું; જડબુદ્ધિનું જાડપણ ન., જાડાઈ સ્ત્રી. જાડાપણું; સ્થૂલતા જાડપોનું વિ. જાડા પોતનું; જાડા પોતવાળું જાડાઈ(-શ) સ્ત્રી. જાડાપણું; સ્થૂળતા જાડિયું વિ. જાડું (તિરસ્કારમાં) જાડું વિ. (સં. જડ, પ્રા. જડુ) દળદાર (૨) ચરબીથી ભરેલું; સ્થૂળ (૩) રગડાવાળું; ઘાટું (૪) તીણું નહિ એવું (૫) ખોખરું; ભારે (૬) મંદ બુદ્ધિવાળું; જડ (૭) અશિષ્ટ; ગામડિયું (૮) ઓછી ઝીણવટવાળું (એનું કામ જરા જાડું હોય.) જાડું ન. જડબું; હડપચી જાડ્ય ન. (સં.) જડતા (બુદ્ધિની); જાડાપણું (૨) આળસ જાણ વિ. (‘જાણવું’ ઉપરથી) જાણનાર [માહિતી જાણ સ્ત્રી. જાણવું તે; જ્ઞાન; માહિતી (૨) ઓળખાણ; જાણકાર વિ. (૨) પું. જાણનાર; માહિતી ધરાવનાર; ‘નોલેજિયેબલ’ જાણકારી સ્ત્રી. જાણકારપણું; માહિતી જાણણહાર વિ. (‘જાણવું' ઉપરથી) જાણનાર જાણતલ વિ. માહિતી રાખનારું; જાણનાર જાણપણ ન. માહિતગારપણું (૨) આવડત; જ્ઞાન જાણપિછાણ(-ન) સ્ત્રી. ઓળખાણ-પિછાન જાણભેદુ વિ. વાતનો ભેદ જાણનારું; અંદરની વાત જાણતું જાણવું સ.ક્રિ. (સં. જાનાતિ, પ્રા. જાણઇ) (કશા વિશે) ખબર, માહિતી, સમજ, જ્ઞાન, આવડ કે પરિચય વગેરે હોવું કે પામવું (૨) માનવું; કલ્પવું (જેમ કે, હું જાણું કે તે કરશે.) (૩) સમઝવું (૪) ઓળખવું; પિછાણવું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy