SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જતિતિ જતિમતિ સ્ત્રી, દરેકની જુદી કે સામટી-સહિયારી જે જવાબદારી તે (કાયદામાં) જતિ-સતિ સ્ત્રી. શંકર-પાર્વતી જતુ સ્ત્રી. (સં.) લાક્ષા; લાખ જતુગૃહ ન. (સં.) લાક્ષાગૃહ; લાક્ષાભવન જતુમણિ પું. શરીર ઉપરનો તલ (૨) લાખું જતુરસ પું. લાખનો બનાવેલો રસ - અળતો જતુવર્ણ વિ. (સં.) ઘેરું લાલ જત્રતંત્ર ક્રિ.વિ. (સં. યત્રતંત્ર) જ્યાંત્યાં જત્થા(-થ્થા)બંધ ક્રિ.વિ. જુઓ ‘જથ્થાબંધ’ જત્થો(-થ્થો) પું. જુઓ ‘જથ્થો’ જતુ ન., સ્ત્રી. ગળાની હાંસડી; કાંઠલો જથર૫(-વ)થર વિ. જ્યાંત્યાં, ક્યાંનું ક્યાં હોય એવું (૨) આમતેમ ખસી ગયેલું; અવ્યવસ્થિત જથા સંયો. (સં. યથા) જેવી રીતે જથાબંધ ક્રિ.વિ. છૂટક નહિ પણ એકસામટું જથાર્થ,(-રથ) વિ. યોગ્ય; યથાર્થ જથો(-થ્થો) પું. જૂથ; સમૂહ; સમુદાય જથ્થા(-સ્થા)બંધ ક્રિ.વિ. જથાબંધ; એકસામટું જથ્થો(-ત્થો) પું. જથો; જૂથ; સમૂહ; સમુદાય જદપિ સંયો. (સં. યદ્યપિ) જોકે; યદ્યપિ જદા સંયો. (સં. યદા) જે વખતે; જ્યારે જદાતદા સંયો. જ્યારેત્યારે; કોઈ પણ સમયે જદુ પું. (સં.) યદુ નામે પ્રતાપી રાજા જદુ(નાથ, ૦પતિ, રાય) પું. યાદવોના સ્વામી-શ્રીકૃષ્ણ જદુવંશ પું. યાદવવંશ; દુનો વંશ જદોજદ સ્ત્રી. (અ.,ફા.) જદોજહદ; મથામણ (૨) સંઘર્ષ જદોજહદ સ્ત્રી. જુઓ ‘જદોજદ’ જઘપિ સંયો. જપિ; જોકે જંદ્રાતદ્વા ક્રિ.વિ. આમતેમ; ગમેતેમ; ઠેકાણા વિના જધામણ(-ણી) સ્ત્રી. હેરાનગતિ; પજવણી જન પું. (સં.) માણસ (એકવચનમાં સામાન્ય રીતે સમાસમાં. ઉદા. પ્રજાજન, સ્વજન, પ્રિયજન) (૨) જનતા; લોકોનો સમુદાય (૩) સાત લોક મનાય છે તેમાંનો પાંચમો : જનલોક જનક વિ. (સં.) ઉત્પન્ન કરનાર; પેદા કરનાર (પ્રાયઃ સમાસને અંતે. ઉદા. દયાજનક) (૨) પું. બાપ (૩) સીતાના પિતાનું નામ જનકતનયા સ્ત્રી. (સં.) વૈદેહી; મૈથિલી; સીતા જનક(નંદિની, પુત્રી, સુતા) સ્ત્રી. (સં.) સીતા જનકથા સ્ત્રી. (સં.) લોકોમાં ચાલતી આવેલી કે ચાલતી વાત; લોકવાયકા જનકાત્મજા સ્ત્રી. (સં.) સીતા જનગણના સ્ત્રી. (સં.) વસ્તીગણતરી; ‘સેન્સસ’ ૩ ૧૪ [જનશ્રુતિ જનતંત્ર ન. (સં.) પ્રજાતંત્ર; લોકતંત્ર; ‘રિપબ્લિક' જનતા સ્ત્રી. (સં.) બધા લોકોનો સમૂહ; આખો મનુષ્ય સમાજ [નિઝમ’ જનતાસ્મિતા સ્ત્રી. (સં.) માનવબંધુતા; ‘હ્યુમૅનિટે રિયાજનદયા સ્ત્રી. (સં.) લોકો પ્રત્યેનો કરુણાભાવ જનન (સં.) ઉત્પન્ન કરવું તે; ઉત્પત્તિ (૨) પ્રસવ જનનનાળ સ્ત્રી. ગર્ભમાં બાળકની ડૂંટી સાથે જોડાયેલી નાળ; નાયડો જનનશાસ્ત્ર ન. (સં.) પ્રજનનશાસ્ર Acharya Shri Kailassagarsuri Gyanmandir જનનાંગ ન. (સં.) જનનેન્દ્રિય જનની સ્ત્રી. (સં.) જન્મ આપનારી - માતા; જનેતા જનનેંદ્રિય સ્ત્રી. ગુહ્યેન્દ્રિય; પ્રજોત્પાદક ઇંદ્રિય જનપતિ પું. (સં.) લોકોનો સ્વામી; રાજા જનપદ પું., ન. (સં.) દેહાત; ગ્રામપ્રદેશ; ‘રૂરલ એરિયા’ જનપ્રવાહ પું. (સં.) લોકસમુદાય; જનમેદની જનબુદ્ધિ સ્ત્રી. (સં.) સામાન્ય માણસની બુદ્ધિ જનભાષા સ્ત્રી. (સં.) લોકભાષા; લોકબોલી; ‘ડાયલેક્ટ’ જનમ પું. (સં. જન્મ) જન્મ; અવતરવું તે (૨) જનમારો; જિંદગી જનમકુંડળી સ્ત્રી. જન્મ વખતના ગ્રહસંયોગનો બરાબર કાળ લઈને બનાવેલું બાર રાશિવાળું ચક્ર; જન્માક્ષર જનમકેદ સ્ત્રી. જીવે ત્યાં સુધીની સજા, જિંદગી સુધીની કેદ; જન્મટીપ જનમકેદી વિ., પું. જન્મકેદ થઈ હોય એવું (કેદી) જનમગાંઠ સ્ત્રી. વરસગાંઠ; જન્મતિથિ જનમટીપ સ્ત્રી. જનમકેદ; જન્મટીપ જનમભોમ સ્ત્રી. જન્મભૂમિ; માતૃભૂમિ જનમત પું. (સં.) લોકોનો અભિપ્રાય; લોકમત; જનાદેશ જનમવું અક્રિ. જન્મવું; પેદા થવું જનમંડલ(-ળ) પું.,ન. જનસમુદાય; લોકસમુદાય [ભવ જનમારો પું. જન્મથી મરણ લગીનો કાળ; આખી જિંદગી; જનમેજય પું. (સં.) પરીક્ષિત રાજાનો પુત્ર જનમોજનમ ક્રિ.વિ. દરેક જન્મે; જન્મોજન્મ જનમોત્રી(-તરી) સ્ત્રી. જન્મ પછી ઉત્તરોત્તર બનનારા બનાવ ને લાભહાનિ જણાવતી જન્મકુંડળી પરથી જોષીએ બનાવેલી પત્રિકા [મા જનયિત્રી સ્ત્રી. (સં.) જનની; જનેતા; જન્મ આપનારીજનરલ પું. (ઇ.) સેનાપતિ (૨) એક મોટી લશ્કરી પદવી (૩) સર્વસામાન્ય મિનેજ૨; મુખ્ય વ્યવસ્થાપક જનરલ મૅનેજર પું. (ઈં.) (પેઢી કે કચેરીનો) સર્વસામાન્ય જનરલાઇઝેશન ન. (ઈં.) સામાન્યીકરણ જનરેટર ન. (ઈં.) જનિત્ર; વીજ-ઉત્પાદક યંત્ર જનવાર્તા સ્ત્રી. (સં.) લોકવાયકા (૨) લોકવાર્તા; લોકકથા જનશ્રુતિ સ્ત્રી. (સં.) અફવા; જનવાણી; લોકવાયકા For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy