SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચોધા] ચોધારું વિ. ચાર ધારવાળું (૨) બધી વાતમાં ડહાપણ કરતું (૩) ન. ચાર ધારવાળું એક હથિયાર [ચોબ ચોપ સ્ત્રી. (સર. ‘ચાપ’) ખંત (૨) ઉત્સાહ (૩) છડી; ચોપગ(-ગું) વિ. ચાર પગવાળું (૨) ન. જાનવર; પશુ ચોપટ સ્ત્રી, સોગટાંની રમત (૨) તે રમવાનું કપડુંકે પાટિયું ચોપડ ન. ચાર પડવાળું [બનાવેલું મિશ્રણ ચોપડ ન. ચોપડવાની વસ્તુ ઘી વગેરે (૨) વાણ રંગવાને ચોપડવું સ.ક્રિ. (સં. ચોપ્પ, પ્રા. ચોપ્પડઇ) લગાડવું; લપેડવું (૨) ગાળ દેવી (૩) ખુશામત કરવી ચોપડાપૂજન ન. દિવાળીએ થતું હિસાબવહીઓનું પૂજન ચોપડાવવું સ.ક્રિ. ‘ચોપડવું'નું પ્રેરક (૨) ગાળ કે અપશબ્દ કહેવો ૩૦૦ ચોપડી સ્ત્રી. (સં. ચતુપુટિકા, પ્રા. ચઉપ્પુડિઆ) પુસ્તક ચોપડીખોર વિ. ચોપડી ખાનારું; ચોપડીમાં દટાઈ રહેનારું ચોપડીચુંબક વિ. ચોપડીઓમાં મજબૂલ રહેનારું ચોપડું વિ. (ચો = ચાર + પડ) ચાર પડવાળું (૨) ચીકટું (૩) ચીકણું; લીસું (૪) (લા.) ખુશામતિયું ચોપડું ન. ચાર પડવાળી રોટલી ચોપડું ન. ચોપડી (તિરસ્કારમાં) [લખવાની વહી ચોપડો છું. (સં. ચતુપુટક, પ્રા. ચઉપ્પુડઅ) હિસાબ ચોપન વિ. (સં. ચતુઃપંચાશત્, પ્રા. ઉચ્ચન) પર્યાસ વત્તા ચાર (૨) પું. ચોપનનો આંકડો કે સંખ્યા; (૫૪’ ચોપનમું વિ. ચોપનની સંખ્યાએ પહોંચેલું ચોપવું સ.ક્રિ. (સર. ચાંપવું) ખોસવું; રોપવું (૨) ટીપવું; ટીપીને બેસાડવું (૩) મારવું; ઠોકવું ચોપાઈ સ્ત્રી. (સં. ચતુષ્પાદિકા, પ્રા. ચઉપ્પાઇઆ) એક છંદ (૨) ચારપાઈ; ખાટલો ચોપાટ સ્ત્રી. (સં. ચતુષ્ટ, પ્રા. ચઉપ્પટ્ટ) ચોપટ; ચોસર (૨) સરખી સુધરેલી જમીન; ચોગાન (૩) પરસાળ જેવો બેઠકનો ભાગ; ચોપાડ ચોપાટી સ્ત્રી. ચારે બાજુ ખુલ્લો હરવાફરવાનો વિસ્તાર (૨) મુંબઈમાં ઉપસાગર કાંઠાનું એક સ્થળ ચોપાડ સ્ત્રી. ચારે બાજુએ અવાય તેવી પરસાળ ચોપાનિયું ન.બ.વ. ચાર પાનાંનું પતાકડું; ‘પેમ્ફલેટ’ (૨) નાનકડું જાહેરનામું (૩) વર્તમાનપત્ર ચોપાસ ક્રિ.વિ. ચારે પાસ-બાજુ; ચારે તરફ ચોફાળ પું. ચાર ફાળ સાથે સાંધી બનાવેલો ઓઢો ચોફેર(-રી) ક્રિ.વિ. (ચો = ચાર+ફેર) ચારે બાજુ; ચોગમ ફરતે ચોબ સ્ત્રી. (ફા.) (વાદ્ય વગાડવાની) નાની લાકડી; દંડૂકો (૨) (ઘર કે તંબૂનો) વચલો વાંસ-થાંભલો ચોબદાર પું. (ફા.) છડીદાર ચોબદારી સ્ત્રી. ચોબદારનું કામ ચોબવું અક્રિ. ચાંપવું; ડામવું; ડામ દેવો [ચોરાઉ ચોબો પું. (સં. ચતુર્વેદ, પ્રા. ચઉબે) મથુરા તરફનો બ્રાહ્મણ ચોબો પું. ચબકો; ડામ (૨) છૂંદણું ચોબો છું. ઢોલ વગાડવાનો દંડૂકો; દાંડી (૨) એ દાંડીનો ઢોલની પડી ઉપર પડેલો સોળ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોભવું અક્રિ. ક્ષોભ પામવો; શરમાવું ચોભિ(-ભી)હું વિ. ભોંઠું; છોભીલું ચોમગ ક્રિ.વિ. (ચો = ચાર + ગમ. વ્યત્યયથી; અથવા ચો + મગ = માર્ગ) ચોપાસ; ચોમેર; ચોતરફ ચોમટિયું વિ. ચારે છેડે પહેરેલું (ધોતિયું વગેરે) ચોમાસુ વિ. ચોમાસામાં થતું; ચાર મહિનાને લગતું ચોમાસું ન. (સં. ચતુર્માસ, પ્રા. ચઉમાસ) વરસાદના ચાર મહિના; વર્ષાઋતુ ચોમુખ(-ખું) વિ. ચાર મોં, બારણાં કે બાજુવાળું [બાજુ ચોમેર ક્રિ.વિ. (ચો = ચાર + મેર = બાજુ) ચારે તરફચોર છું. (સં.) ચોરી કરનાર માણસ; ડુંગો [આંકડો ચોરઅં(-આં)ક હું. માલ ઉપર લખેલો મૂળ કિંમતનો પો ચોરકડી સ્ત્રી. છૂપી કડી-નાનો આંકડો ચોરખલી સ્ત્રી. ઉપરથી દેખાય નહીં તેવો છૂપો ખાડો (પ્રાણીઓને ફસાવવાનો) [કળ (૨) ચોર આગળી ચોરખીલી સ્ત્રી. છૂપી ખીલી-ટૂંક; બારણું વાસવાની છૂપી ચોરખાનું ન. (કબાટ, પેટી વગેરેનું) છૂપું ખાનું ચોરચખાર પું. (‘ચખાર' અર્થહીન શબ્દ, માત્ર ‘ચોર’ સાથે) ચોર વગેરે ચોરટું વિ. ચોદું; ચોરીની આદતવાળું ચોરણી સ્ત્રી. (સર. સં. ચલની; ચલનકું; દે. ચલ્લનગ = ચણિયો) લેંઘી; સૂંથણી; પાયજામો [મોટી ચારણી ચોરણો પું. સાથળ આગળ ખૂલતો હોય એવો લેંઘો (૨) ચોરદાનત, ચોરદૃષ્ટિ (સં.), ચોરનજર સ્ત્રી. ચોર જેવી ઝીણી-છૂપી નજ૨ (૨) ખોટી દાનત; અપ્રામાણિકતા ચોરપગલે ક્રિ.વિ. છાનીમાની રીતે; ચોરીછૂપીથી ચોરબજાર પું., સ્ત્રી., ન. જ્યાં ચોરીનો માલ વેચાતો હોય તેવું બજાર ચોરબાતમી સ્ત્રી. છૂપી-જાસૂસ દ્વારા મળેલ બાતમી ચોરવિદ્યા સ્ત્રી. (સં.) ચોરી કરવાની વિદ્યા ચોરવું સ.ક્રિ. (સં. ચોરયતિ, પ્રા. ચોરઇ) પારકાનું પી રીતે લઈ જવું (૨) પૂરેપૂરું કામ ન દેવું; કસર રાખવી ચોરસ પું. (સં. ચતુરસ, પ્રા. ચઉરસ) ચારે સરખી બાજુ ને સરખા ખૂણાની ચતુષ્કોણ આકૃતિ (૨) વિ. તેવા આકારનું; ‘સ્કવેર’ ચોરસી સ્ત્રી. ચોરસ આકારની તખતી (૨) સુથારની ફરસી (૩) ચોખંડું છઠ્ઠું (૪) નાનો ચોરસો [ઓઢણું ચોરસો છું. જાડા કાપડનો સમચોરસ ઘાટનો ઓઢો કે ચોરાઈ સ્ત્રી. ચોરનું કાર્ય; ચોરી ચોરાઉ વિ. ચોરીને લગતું; ચોરાયેલું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy