SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઘોઘં ઘોઘરું વિ. ખોખરું – ભારે સાદવાળું ઘોઘરો, (-ળો) પું. ભારે સાદ; ઘાંટો (૨) ગળાના જે ભાગમાંથી અવાજ નીકળે છે તે ૨૦૨ ઘોઘો વિ.,પું. અભણ; મૂર્ખ (માણસ) (૨) પું. મોટો સાપ (૩) મોંમાથું ઢંકાય એમ ઓઢવું તે; ધંધોલિયું ઘોચ સ્ત્રી. ઘોંચવું-ઘોંચાવું તે; ઘોંચાયાની અસર ઘોચપરોણી સ્ત્રી. ઘોંચપરોણી ઘોચપરોણો છું. ઘોંચપરોણો ઘોચવું અ.ક્રિ. ઘોંચવું; ભોંકવું ઘોટ પું. ઘૂંટ; ઘૂંટડો ઘોટક યું. (સં.) ઘોડો [માટેનું મેદાન કે રસ્તો ઘોડદોડ સ્ત્રી. ઘોડાઓની દોડવાની હરીફાઈ (૨) એને ઘોડાગાડી સ્ત્રી. ઘોડા વડે ખેંચાતી ગાડી ઘોડાગાંઠ સ્ત્રી. બેવડી સૈડકાગાંઠ (૨) શેતરંજમાં બે ઘોડાને એકમેકના ોરમાં રાખવા તે [બ્રિટિશ સિક્કો ઘોડાગીની સ્ત્રી. ઘોડાની છાપવાળી ગીની; સોનાનો એક ઘોડાઘાટડી સ્ત્રી. ઘોડે બેઠેલી કન્યાને વર તરફથી માથે ઓઢાડાતી ચૂંદડી ઘોડાપૂર ન. ઘોડાની જેમ એકદમ ધસી આવતું મોટું પૂર (૨) ક્રિ.વિ. તેની જેમ; જોશથી; ઝડપથી ઘોડાર સ્ત્રી. (સં. ઘોટાગાર, પ્રા. ઘોડાઆર) ઘોડાને બાંધવાની જગા; અશ્વશાળા ઘોડારિયો છું. ઘોડારની સાફસૂફી રાખનારો; ખાસદાર ઘોડાલિયું ન. વાંસની ચીપમાંથી બનાવેલું વાજું ઘોડાવજ સ્ત્રી. એક વનસ્પતિ ઔષધ ઘોડાવેગ પું. ઘોડાના જેવી ઝડપી ગતિ [‘હોર્સપાવર' ઘોડાશક્તિ સ્ત્રી. ઘોડાની તાકાત જેટલી તાકાત કે બળ; ઘોડાસર સ્ત્રી. ઘોડાર; અશ્વશાળા ઘોડિયાખાતું, ઘોડિયાઘર ન. કારખાનામાં કામ કરતી સ્ત્રીઓનાં બાળકોને સાચવવાનો વિભાગ ઘોડિયું પું. (‘ઘોડી’ ઉપરથી) એક જાતનું પારણું (૨) તાડ છાંનો દાંડો (૩) ઘોડિયામાં બાંધવામાં આવતું ખોયું ઘોડી સ્ત્રી. ઘોડાની માદા (૨) જેની ઉપર કોઈ વસ્તુ મુકાય અથવા ગોઠવાય કે રંગાવાય એવી લાકડા કે ધાતુની બનાવટ (૩) જેનો ટેકો લઈ ચલાય એવી લાકડી (૪) ઊંચે ચડવાની નિસરણી [ટટ્ટુ ઘોડું ન. ઘોડો અથવા ઘોડી (૨) નાનું અથવા દુર્બળ થોડું; ઘોડે ક્રિ.વિ. પેઠે; ગોડે; જેમ [સિપાઈ; અસવાર ઘોડેસવાર પું. ઘોડા ઉપર સવારી કરનારો માણસ કે ઘોડેસવારી સ્ત્રી. ઘોડા ઉપર સવાર થવું તે ઘોડો પું. (સં. ઘોટક, પ્રા. ઘોડઅ) સવારીનું એક પશુ; અશ્વ (૨) નદી કે દરિયાનું મોટું મોજું; લોઢ (૩) ઘોડા જેવા આકારની જાડી નકશીદાર ખીંટી (૪) ચાંપ-કળ (જેમ કે, બંદૂકની) (૫) મોટી ઘોડી; કોઈ [ ધોકવું વસ્તુ મૂકવા માટે બનાવેલું ઉભેટું ચોકઠું ઘોણિયું ન. તબલાં જોડમાંનું ભોણિયું; બાંયું (૨) દોહવાનું વાસણ; દોણું ઘોયરું ન. ગોતું બાફવાનો ચૂલો (ઢોરના ખાણ માટેનું) ઘોયું ન. ભમરડા ઉપર બીજા ભમરડાની આળથી પાડવામાં આવતો ખાંચો Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘોર વિ. (સં.) બિહામણું; ભયંકર (૨) કમકમાટી ઉપજાવે એવું (૩) ગાઢ; અત્યંત (માત્રામાં) ઘોર પુ. એવો અવાજ કે રણકો (૨) તંબૂરા વગેરેમાં ખરજ સ્વરના તારનો અવાજ કે રણકો (૩) ઊંઘમાં નાક બોલવાનો અવાજ ઘોર સ્ત્રી. (ફા. ધોર) મડદું દાટવાનો ખાડો; કબર ઘોરખોદિયો પું. ઘોર ખોદનારો (૨) ઘોર ખોદીને મડદાં કાઢી ખાનારું એક પ્રાણી; ઘોરખોદિયું (૩) હીણું કામ કરનારો [ખોદિયો ઘોરખોદુ વિ. ઘોર ખોદનારું; વિનાશક (૨) ન. ઘોરઘોરવું અ.ક્રિ. (સં. ઘુર, પ્રા. ઘોર) (ઊંધમાં) નસકોરાંથી અવાજ કરવો (૨) ઘસઘસાટ ઊંધવું [ઘેરાવાં ઘોરંભવું (-ભાવું) અ.ક્રિ. વાદળાં ચડી આવવાં; વાદળ ઘોરંભો છું. વાદળાં ચડી આવવાં તે; ગોરંભો ઘોરાવું અ.ક્રિ. અવાજથી ગાજી ઊઠવું ઘારી વિ. (‘ઘોરવું’ ઉપરથી) ઊંઘણશી ઘોરી પું. ઢોરનું ટોળું (ચરવા માટે જતું આવતું) ધોરી વિ. ધોર પ્રાંતનું વતની ઘોલક(-કી) સ્ત્રી. ઘોલકું ન. સાવ નાનું અંધારું ઘર; ઘોલ્યું(-હૈયું) વિ. વગર નોતરે જમવા જનારું ઘોષ પું. (સં.) મોટો ધ્વનિ; અવાજ (૨) ઢંઢેરો (૩) ગોવાળિયાનું રહેઠાણ; નેસડો (૪) મૃદુ વ્યંજનના ઉચ્ચારણનો બાહ્ય પ્રયત્ન ‘સ્લમ’ ઘોષક છું. સાદ પાડનારો; ડાંડિયો ઘોષણ ન. (-ણા) સ્ત્રી. જાહેરાત (૨) ઢંઢેરો ઘોષણાપત્ર ન. (સં.) જાહેરનામું; ઢંઢેરો ઘોષવ્યંજન પું. કોમળ મૃદુ વ્યંજન (ગ, જ, ડ...ધ, ઝ... વગેરે ૨૦ વ્યંજનો) ઘોષિત વિ. (સં.) ગર્જીને કહેલું; જાહેર કરેલું ઘોળવું સ.ક્રિ. (સં. ધોલયતિ, પ્રા. ઘોલઇ) ફરતેથી દાબીને નરમ કરવું (૨) ઓગાળવું (૩) મેળવવું (૪) જોરથી ઘૂમડવું ઘોળાઘોળ (-ળી) સ્ત્રી. ખૂબ ઘોળવું તે (૨) મનમાં વિચાર ઘોળાયા કરવો તે; મનની અનિશ્ચિત સ્થિતિ; ગડમથલ ઘોળાવું સ.ક્રિ. ‘ઘોળવું'નું કર્મણિ ઘોળ્યું વિ. ધોળેલું - ઘૂંટેલું (૨) બળ્યું; મૂઉં (ઉદા. ઘોળ્યો પગાર !) ઘોકવું સક્રિ. કોણી કે ગોદો મારવો (૨) ઘોંચવું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy