SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગણસારો| ગણસારો પું. અવાજથી ચેતવણી આપવી તે; અણસારો ગણાધિપ પું. (સં.) ગણોનો અધિપતિ; શંકર (૨) ગણપતિ ગણિક યું. ગણક; જોષી ગણિકા સ્ત્રી. (સં.) વેશ્યા; વારાંગના; ગુણકા ગણિત વિ. (સં.) ગણેલું (૨) ન. ગણિતવિદ્યા (૩) તેની (ખાસ કરી અંકગણિતની) ચોપડી ગણિતપાસ પું. (સં.) અંકપાશ; ‘પરમ્યુટેશન’ ગણિત(વિઘા, શાસ્ત્ર) ન. ગણિતનું જ્ઞાન કે શાસ્ત્ર; આંકડાની ગણતરી કરવાનું શાસ્ત્ર ગણિતશ્રેણી(-ઢી) સ્ત્રી. (સં.) પ્રત્યેક અંક વચ્ચે સમાન સંખ્યાનું અંતર રહેતું હોય એવો અંકોનો ક્રમ ગણિતી પું. (સં.) ગણિતશાસ્ત્રી ગણિતીય વિ. ગણિતને લગતું ગણિપિટક ન. (સં.) જૈન ધર્મગ્રંથોનો સમૂહ [ત; ‘ગ્રંથિંગ’ ગણીકરણ ન. (સં.) રકમમાં પદોના ગણ-સમૂહ કરવા ગણું વિ. (સં. ગુણ) -થી ગુણતાં આવેતેટલું (ઉદા. ચાર ગણું) ગણેલ(-લું) અનુભવ લીધેલું; અનુભવી ગણેશ પું. (સં.) ગણપતિ; વિનાયક; ગજાનન ગણેશ(ચતુર્થી, ૦૨:૫) સ્ત્રી. ગણેશના પૂજનનો દિવસ; ભારદવા સુદ ચોથ ૨૩૪ ગણેશભાગિયો છું. ફક્ત નફામાં જ ભાગવાળો ભાગીદાર ગણેશિયું ન. (-યો) પું. ખાતરપાડુનું એક હથિયા૨; ખાતરિયું ગણોત સ્ત્રી., ન. (સં. ગણ+પત્ર) ગણવત; સાંથ (૨) ગણોતનામું; જમીનદાર અને ખેડૂત વચ્ચે થતો સાંથનો લેખ (૩) વિઘોટી; મહેસૂલ (૪) ભાડે ખેડવા આપેલી જમીન ગણોતધારો પું. ગણોતનો કાયદો ગણોત(નામું) ન. પટો(-ટ્ટો) પું. જમીનદાર અને ખેડૂત વચ્ચેનો સાંથનો કરાર-દસ્તાવેજ ગણોતિયો પું. જમીન ગણોતે રાખનાર-ખેડનાર; સાંયોડો ગણોતી વિ. ગણોને રાખનાર ગણ્ય વિ. (સં.) ગણનામાં લેવા જેવું ગણ્યુંગાંઠ્યું વિ. ગણતર; થોડુંક; અલ્પ સંખ્યામાંનું ગત વિ. (સં.) ગયેલું (૨) ભૂતકાળનું; વીતી ચૂકેલું (૩) મરી ગયેલું (૪) ના. સુધી. ઉદા. ‘પેઢીઓ ગત કોઈનું ધન પહોંચતું નથી.' (પ) (સમાસને અંતે) ‘-માં આવેલું’, ‘-ને અંગેનું કે લગતું’ એ અર્થમાં. ઉદા. વ્યક્તિગત; અંતર્ગત [(કોઈ રાગના) સ્વરોની રચના ગત સ્ત્રી. (સં. ગતિ) ગતિ (૨) વાઘ પર વગાડવાની ગતકડું ન. નવાઈનો બનાવ (૨) ટોળ; મશ્કરી; મજાક ગતકાલીન વિ. (સં.) ભૂતકાળનું; ગયા જમાનાનું ગતભર્તૃકા સ્ત્રી. (સં.) વિધવા [ જવર (૩) જન્મ ને મરણ ગતાગત વિ. (સં.) ગયેલું અને આવેલું (૨) ન. અવર | ગદાધર ગતાગમ સ્ત્રી. (ગતિ+ગમ) સમજ; જ્ઞાન ગતાનુગતિક (સં.) વિ. ચીલે ચાલનારું; ગાડરિયું; અનુકરણ કરનારું ગતાંક છું. (સં.) ગયો અંક ગતિ સ્ત્રી. (સં.) ચાલ (૨) ઝડપ (૩) પ્રવેશ; પ્રવેશ કરવાની બુદ્ધિ-શક્તિ (૪) સમજ; મતિ (૫) શક્તિ; બળ (૬) સ્થિતિ; દશા (૭) મૂઆ પછીની હાલત (૮) રસ્તો; માર્ગ; ઉકેલ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગતિચક્ર વિ. વેગ આપનારું; વેગનું બળ સંગૃહીત કરનારું અથવા વેગનું નિયમન કરનારું પૈડું ગતિજ વિ. ગતિમાંથી પેદા થતું; ‘કાઇનેટિક' ગતિજનક વિ. (સં.) વેગ જન્માવનારું-ઉત્પન્ન કરનારું ગતિતંતુ પું. મગજમાંથી સંદેશા લઈ જનાર-બહિર્ગામી જ્ઞાનતંતુ; ‘ઍફેસસ્તમ’ (શ.શા.) [ગતિનો ભંગ ગતિભંગ વિ. (સં.) ભગ્ન ગતિવાળું; નિશ્ચેત્ (૨) પું. ગતિમય વિ. (સં.) સતત ચાલ્યા કરતું [પ્રમાણ ગતિમાન વિ. (સં.) ગતિવાળું (૨) ન. ગતિ-વેગનું માનગતિમાપક યંત્ર ન. વાહનોની ગતિ કે વેગ માપતું યંત્ર; ‘સ્પીડોમીટર’ ગતિયું વિ. સદ્ગતિ પામેલું ગતિરોધક હું. વાહનો ધીમે પાડવા રસ્તા ઉપર કરેલ ઉપસેલ ભાગ (૨) વેગ અટકાવનારું ઉ૫ક૨ણ; ‘બ્રેક' ગતિવાદ પું. (સં.) પદાર્થો (જેમ કે વાયુ)ના અણુઓમાંથી ગતિથી દબાણ વગેરે બળ પેદા થાય છે એવો વાદ; ‘કાઇનેટિક થિયરી’ [એનર્જી‘ ગતિશક્તિ સ્ત્રી. (સં.) ગતિથી પેદા થતી શક્તિ; ‘કાઇનેટિક ગતિશાસ્ત્ર ન. ગતિની ગણિતવિદ્યા; ‘ડાઇનેમિક્સ’ ગતિશીલ વિ. (સં.) ગતિમાન થવાના કે કહેવાતા લક્ષણવાળું; ગતિવંત; ‘મૉબાઇલ’ ગતિહીન વિ. (સં.) હલનચલન ન કરનારું; સ્થિર ગદ ન. બહાનું; મિષ ગદગદ વિ. (૨) ક્રિ.વિ. ગદ્ગદ્ અવાજથી ગદગદિયાં ન.બ.વ. ખાનપાન, નાણાં કે આનંદની રેલુંછેલ (૨) ગલીપચી થવી તે ગદગદું વિ. (ગદગદ) પાણીપોચું (૨) કોહી ગયેલું ગદડવું સ.ક્રિ. (પગ વતી) દબાવવું; મસળવું (૨) હેરાન કરવું; રગડવું ગદબ સ્ત્રી. ઢોરને ખવડાવવાની એક વનસ્પતિ; રજકો ગદબદ વિ. જેમાં કીડા ખદબદતા હોય તેવું; ખદબદ ગદદિયાં નં.બ.વ. ગદગદિયાં; ગલીપચી થવી તે; ખાનપાન, નાણાં કે આનંદની રેલછેલ ગદળું વિ. ડહોળું ગદા સ્ત્રી. (સં.) લડાઇનું એક હથિયાર ગદાધર પું. (સં.) ગદા ધારણ કરનાર (૨) વિષ્ણુ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy