SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કોટિક કોટિક વિ. (સં.) કરોડોની સંખ્યાનું; અગણિત કોટિકોણ પું. પૂરો કાટખૂણો બનાવનાર પૂર્તિરૂપ ખૂણો; ‘કૉમ્પલિમેન્ટરી ઍન્ગલ' (ગ.) કોટિજ્યા સ્ત્રી. (સં.) અમુક ખૂણાની કોટિકોણની યા; ‘કો સાઈન’ (ગ.) [કરોડાધિપતિ કોટિધ્વજ છું. કરોડપતિના ઘર પર ફરકતી ધજા (૨) કોટિયું ન. હોડકું; મછવો કોટિયું ન. (-યો) પું. મોઈદંડાની રમતનો એક દાવ (૨) જાનવરના ગળામાં બંધાતું ગોળ લાકડું કોટિંગ ન. (ઈં.) અસ્તર ચડાવવાની ક્રિયા (૨) અસ્તર; પડ (૩) કોટ-ડગલા કરવા માટેનું કાપડ કોટી સ્ત્રી. આલિંગન કોટી સ્ત્રી. (સં.) કોટિ (કરોડ) ૧૯૬ કોટીલી સ્ત્રી. કાળાં રંગેલાં કપડાં પર ઠોકવાની મોગરી કોટીલો પુ. પીંજવા માટે પીંજણની તાંતને થડકાવવાનું ઓજાર; ગોટીલો કામ કોટું ન. સામો છેતરાય ને આપણને ફાયદો થાય એવો પેંતરો-બાજી (૨) તક૨ારી-ખટપટનું વચ્ચે ઊભું કરેલું [મકાન કૉટેજ સ્ત્રી.,ન. (ઇં.) કુટિર; ઝૂંપડી (૩) નાનો બંગલો; કૉટેજ ઇન્ડસ્ટ્રી સ્ત્રી. (ઈં.) કુટિર ઉદ્યોગ; ગૃહઉદ્યોગ કોટેશન ન. (ઈં.) છાપવામાં ખાલી જગા પૂરવા માટેનું સીસાનું ગચિયું (૨) ચીજવસ્તુનો ભાવ જણાવતી ૨કમ (જેમ કે ટેન્ડર વગેરેમાં) (૩) અવતરણ; ઉતારો કોચક્ષ પું. (સં. કોટિ-અક્ષ) કરોડ આંખવાળો-ઇન્દ્ર કોટ્યવધિ વિ. (સં. કોટિ+અવધિ) કરોડોથી ગણાતું હોય તેવું (૨) અપાર; બેસુમાર [નાનો કોઠલો કોઠલી સ્ત્રી. (સં. કોષ ઉપરથી) નાની કોઠી; ટાંકી (૨) કોઠલો હું. માટીનો બનાવેલો પટારો (ખાવાની વસ્તુઓ મૂકવાનો) (૨) કોઠાર યુદ્ધ કોઠાદાવ પું. એક જાતની રમત કોઠાયુદ્ધ ન. કોઠામાંનું-ચકરાવામાંનું-અટપટા દાવપેચવાળું કોઠાર પું. (સં. કોઠાગાર, પ્રા. કોટ્કાર) અનાજ ભરવાનો ઓરડો (૨) ભોંયરું કે ચા૨ ભીંતોવાળી ચણેલી ઊંચી કોઠી (૩) ભંડાર; વખાર (૪) ખજાનો કોઠારિયું ન. નાનો કોઠાર; ભંડારિયું કોઠારી પું. કોઠારનો ઉપરી; વખારિયો (૨) ભંડારી કોઠાવિદ્યા સ્ત્રી. (સં.) તૈયા-ઉકલત (૨) કોઠાયુદ્ધની વિદ્યા કોઠાવિરામ પું. (સં. કોઇ+અભિરામ) જુદી જુદી પ્રકૃતિને જુદું જુદું ખાવાનું અનુકૂળ આવવું તે [‘કૉમન સેન્સ’ કોઠાસૂઝ સ્ત્રી. હૈયા-ઉકલત; હાજર-બુદ્ધિ; પોતીકી સમજ; કોઠી સ્ત્રી. (સં. કોષ્ઠ ઉપરથી) માટીનો (કે ધાતુનો) ઊંચો નળો(૨)વખાર (૩)વેપારીની પેઢી-દુકાન(૪) મથક; થાણું (૫) કોઠીના આકારનુંએક દારૂખાનું(૬) સરકારી Acharya Shri Kailassagarsuri Gyanmandir [ કોઢારું અમલદારને રહેવાની જગા (૭) પોલીસથાણું કોઠી સ્ત્રી. કોઠાનું ઝાડ કોઠીમડી સ્ત્રી, રાજગરાનાં ફળોથી વધુ નાનાં કડૂચાં ફળ આપનારો એક ચોમાસુ વેલો; કોઠીંબડી કોઠીમડું ન. કોઠીમડીનું ફળ; કોઠીંબડું કોઠું ન. સામી વ્યક્તિ છેતરાય ને આપણને ફાયદો થાય એવી પેંતરાબાજી; ખટપટનું વચ્ચે ઊભું કરેલું કામ કોઠું ન. (સં. કપિત્થ, પ્રા. કવિટ્ઠઅ-કવિત્થ) કોઠીના ઝાડનું ફળ કોઠું ન. ચહેરો; મો કોઠો પું. (સં. કોષ્ઠક, પ્રા. કોટ્ક) પેટ (૨) શરીરની અંદરનો કોઈ પણ કોષરૂપ ભાગ (૩) મન; અંતઃકરણ (૪) ખાનું. ઉદા. કોઠા પાડીને લખવું (૫) (સોગટાં ઇત્યાદિ બાજીનું) ઘર; ખાનું (૬) મોટી કોઠી (૭) મોટો કૂવો (૮) કિલ્લાનો બૂરજ (૯) સુધરાઈની મુખ્ય ઓફિસ (૧૦) રખડતાં ઢોર પૂરવાનો ડબો (૧૧) વ્યૂહરચના (૧૨) કોષ્ટક; આંકનો પાડો (૧૩) અંગરખાનો ગળાની આસપાસનો ભાગ (૧૪) પાણીના કોસનો ઉપલો ભાગ કોડ પું. (દે. કોડ) મનોભાવ; અંતરની ઉમેદ; અભિલાષા કોડ કું. (ઈં.) કાયદાના નિયમોનો સંગ્રહ-સંહિતા (૨) સાંકેતિક લિપિ કૉડલિવર(-ઑઇલ) ન. (ઈં.) કૉડ નામની માછલીના ‘લિવર’ કલેજામાંથી કઢાતું તેલ (દવા તરીકે ખપનું) કોડવર્ડ પું. (ઈં.) સાંકેતિક શબ્દ કોડામણું વિ. કોડવાળું; કોડીલું (૨) વરણાગિયું કોડિયું ન. (દે. કોડિઅ) માટીનું નાનું શકોરું; ચપણિયું (૨) એ આકારનું દીવો કરવાનું પાત્ર કોડિયું વિ. કોડીલું; કોડામણું [રૂપ વીલ; વિલની પૂર્તિ કૉડિસિલ ન. (ઈં.) (વિલમાં સુધારો-વધારો કરતું) પૂર્તિકોડી સ્ત્રી. (સં. કપર્દિકા, અપ. કવડિયા) એક જાતનું દરિયાઈ જીવડાનું ઘ૨; શંખલી (૨) એક હલકું ચલણ કોડી સ્ત્રી. વીસની સંજ્ઞા કોડીનું વિ. કિંમતમાં સાવ નજીવું [ઘણું કોડીબંધ વિ. ૨૦-૨૦ની સંખ્યાનાં ગણાય એવું કે એવડું; કોડીલું વિ. કોડવાળું; કોડામણું કોડું વિ. રીતભાત વગરનું; ઓઢું કોડું ન. (સં. કપર્દક) શંખલી કોડો છું. શંખલો (૨) મૂર્ખ માણસ કોઢ પું. (સં. કુષ્ઠ, પ્રા. કોઢ) (રક્તપિત્ત અને સફેદ ડાઘથી ભિન્ન એવો) ચામડીનો એક રોગ For Private and Personal Use Only કોઢ પું. (સં. ગોષ્ઠ) ગમાણ; ઢોરને બાંધવાની જગા (૩) કારીગર લોકોને કામ કરવા બેસવાની જગા કોઢારું ન. ઢોરની કોઢ
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy