SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એકગાંઠ] ૧૨૦ એકગાંઠ (વિ.) એક ગાંઠે બંધાયેલું (૨) સ્ત્રી. સંપ; મૈત્રી એકઘાત સમીકરણ ન. (સં.) સુરેખ સમીકરણ; ‘લિનિયર ઇક્વેશન' [બધી સત્તા રાખીને એક(-કે)ચકવે ક્રિ.વિ. એકચક્રે; એક જ જણના હાથમાં એકચક્ર વિ. (સં.) ચક્રવર્તી [પૈડાની સાઇકલ એકચક્રી વિ. એક પૈડાવાળું (૨) ચક્રવર્તી (૩) સ્ત્રી. એક એકચક્રે ક્રિ.વિ. એક જ જણના હાથમાં બધી સત્તા રાખીને એકચિત્તવિ. (સં.)એકાગ્ર; તલ્લીન(૨)ન. ધ્યાન; એકાગ્રતા એકચ્છત્ર વિ. (સં.) એકછત્ર વિ. એક રાજાવાળું (૨) ન. કુલ અધિકાર એક જ હાથમાં હોય એવી શાસનપદ્ધતિ એકચ્છત્રે, એકછત્ર ક્રિ.વિ. એક જ રાજાના અમલ તળે એકજથે(-સ્થે, -શ્ચે) ક્રિ.વિ. એકસાથે; એક ઠેકાણે એકજાત વિ. એક જ જાતનું-વર્ગનું; સરખું એકજાતીય વિ. (સં.) એક વર્ગનું કે કુટુંબનું (૨) એક જ જાતિનું (નર કે માદા) [વગરનું એકજીવ વિ. જીવ મળી ગયા હોય તેવું; પરસ્પર ભેદભાવ ઍકઝૅક્ટ વિ. નિશ્ચિત; બરોબર એકટક ક્રિ.વિ. (હિં.) એકીટસે; અનિમેષ એકઢંગું(-ગિયું) વિ. એકપણું (૨) લંગડું એકટાણું ન. એક ટંક જમવું તે એકઠું વિ. (સં. એકસ્થક, પ્રા. એકટ્ઠઅં) એકત્રિત; ભેગું (૨) ક્રિ.વિ. એક જગાએ-સાથે [વર્ગ; બાળવર્ગ એકડિયાં ન.બ.વ. એકડો બગડો શીખવાનો બાળપોથીનો એકડો પું. (સં. એક) એકનો સંજ્ઞાસૂચક આંકડો કે સંખ્યા; ‘૧' (૨) સહી (૩) કબૂલાત (૪) જ્ઞાતિનો ગોળ એકઢાળિયું વિ. એક જ બાજુ ઢળતા છાપરાવાળું (૨) ન. એવું મકાન કે ઓસરી એકતડાકે ક્રિ.વિ. એક ઝપાટે; એકમ એકતરફી વિ. એકપક્ષી; એક બાજુનું એકતંત વિ. (સં. એક-તંતુ) આગ્રહી (૨) પું. આગ્રહ એકતંતે ક્રિ.વિ. સાથે મળીને; એકરાગથી (૨) લાગુ રહીને; ખંત ને આગ્રહથી એકતંત્ર વિ. (સં. એક+તંત્ર) બધાંની સંમતિવાળું (૨) તૂટ પડ્યા વિનાનું (૩) એક વ્યવસ્થા નીચેનું (૪) ન. એકસરખી વ્યવસ્થા તે (૫) સંપ; ઐક્ય એકતાન વિ. (સં.) એકચિત્ત; એકાગ્ર (૨) ન. ધ્યાન; એકાગ્રતા [(૪) એકચિત્ત એકતાર વિ. એક તારવાળું (૨) એકસરખું (૩) એકરસ એકતારો પું. એક તારવાળો તંબૂરો એકતાલ પું. (સં.) જેમાં એક જ તાલ હોય એવો રાગ (૨) સંગીતનો એક તાલ (૩) ઐક્ય (૪) વિ. એક તાલવાળું એકતાળીસ વિ. (સં. એકચત્વાદિંશત્) ચાળીસ વત્તા એક (૨) પું. એકતાળીસનો આંકડો કે સંખ્યા; ‘૪૧’ Acharya Shri Kailassagarsuri Gyanmandir [એકનિષ્ઠતા(-ત્વ) એકતાળો હું. મણ(વીસ કિલો)ના એકતાળીસ શે૨ (૪૫૮ ગ્રામ) થાય એવું માપ એકતી(-ત્રી)સ વિ. (૨) પું. જુઓ ‘એકત્રીસ’ [વજનવાળું એકતોલ છું. (સં.) પ્રામાણિક તોલ-વજન (૨) વિ. સરખા એકત્ર ક્રિ.વિ. (સં.) એક જગાએ; સાથે (૨) એકંદર એકત્રિત વિ. એકત્ર કરેલું; એકઠું એકત્રીકરણ ન. એકત્રિત થવું કે કરવું તે; ‘કોન્સોલિડેશન' એકત્રીસ વિ. ત્રીસ વત્તા એક (૨) પું. એકત્રીસનો આંકડો કે સંખ્યા; ‘૩૧’ એકત્વ ન. (સં.) એક હોવાપણું; એકતા[(ઉદા.એકદમકાળું એકદમક્રિ.વિ. (ફા. યક+દમ) તાબડતોબ (૨) સાવતદ્દન એકદળ વિ. જેની દાળ પડતી ન હોય તેવું; ‘મૉનોકોટીલેડોન’ (૨) એક પાંખડીવાળું એકદંડિયું વિ. એક થાંભલા ઉપર રચેલું; એકથંભું (૨) એકદંડા શ્વાસને લગતું (૩) ન. ઘરેડો એકદંડિયો મહેલ પું. એક જ થાંભલા પર રચાયેલો મહેલ એકદંડી પું. (સં. એકદંડ) ત્રણ દંડોને બદલે એક જ દંડ ધારણ કરનારો સંન્યાસી (હંસ) (૨) વિ. એક જ મોટી મધ્યરેષા હોય તેવું (પાન); ‘યુનિકોસ્ટેટ’ એકદંડો છું. મરતી વેળા ઊપડતો શ્વાસ; ઘરેડો (૨) એક થંભો મહેલ [ગણપતિ (૩) એક દાંતવાળો હાથી એકદંત વિ. (સં.) એક દાંતવાળું (૨) પું. ગણેશ; એકદા ક્રિ.વિ. (સં.) એક વખતે (૨) અગાઉના વખતમાં એકદાણિયું ન. એકસરખા દાણા-મણકાની કંઠી; માળા (૨) મંગળસૂત્ર એકદાણી વિ. બધા દાણા સરખા હોય તેવું; કંઠનું ઘરેણું એકદિલ વિ. જેના દિલમાં જુદાઈ નથી એવું; એકજીવ એકદિલી સ્ત્રી. એકદિલ હોવું તે (૨) મનનો મેળ; સંપ એકદેશિતા સ્ત્રી. (સં.) એક દેશીપણું એકદેશી, (સં. એકદેશન) (૫) વિ. એક જ દેશનું વતનનું (૨) એક દેશ-ભાગને લાગુ પડતું; એકતરફી; એકેન્દ્રિય (૩) સંકુચિત; મર્યાદિત એકદેશી સમાસ પું. ષષ્ઠી તત્પુરુષ સમાસનો એક પ્રકાર એકધર્મી વિ. (સં.) એક જ-સમાનગુણ ધર્મ ધરાવનારું; એક જ જાતનું (૨) એક જ ધર્મનું [એક વખતે એકધા ક્રિ.વિ. એક રીતે (૨) એક હાથે (૩) એકદમ (૪) એકધારું વિ. એકસરખું; ફેરફાર વિનાનું એકધ્યાન વિ. (સં.) એકચિત્ત; ધ્યાનમાં એકાગ્ર (૨) ન. એકાગ્રતા [(૩) બંનેની દૃષ્ટિ મળવી તે; દૃષ્ટોદષ્ટ એકનજર સ્ત્રી. એકદૃષ્ટિ; એક વિચાર (૨) એક જ આશય એકનિશ્ચય પું. બદલાય નહીં તેવો ઠરાવ; દૃઢનિશ્ચય [દૃઢ એકનિશ્ચયી વિ. (સં.) કરેલા નિશ્ચયને વળગી રહે તેવું; એકનિષ્ઠ વિ. (સં.) એક જ નિષ્ઠાવાળું એકનિષ્ઠતા સ્ત્રી. (-ત્વ) (સં.) એકનિષ્ઠ હોવાપણું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy