SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૮ ઇકાર] ઇકાર પું. (સં.) ઇ વર્ણ (૨) ‘ઇ’ ઉચ્ચાર ઇકારાંત વિ. જેને છેડે ‘ઇ’ આવતો હોય તેવું (શબ્દ પછી) ઇકોતરોવિ., પું. સંવત ૧૮૭૧નો દુકાળ ઇકોતેર વિ. (સં. એકસાતિ) સિત્તેર વત્તા એક; એકોતેર (૨) પું. ઇકોતરનો આંકડો કે સંખ્યા; ‘૭૧’ ઇકોતેરો જુઓ ‘ઇકોતરો' ઇકૉનૉમિક વિ. (ઈં.) આર્થિક; અર્થસંબંધી ઇકૉનૉમિક્સ ન. (ઈં.) સંપત્તિશાસ્ત્ર; અર્થશાસ્ત્ર ઇકૉનૉમિસ્ટ વિ. (ઈં.) અર્થશાસ્ત્રી ઇકૉનૉમી સ્ત્રી. (ઇં.) અર્થશાસ્ત્ર (૨) કરકસર; ગેયડ ઇકોલૉજી ન. (ઇં.) પરિસ્થિતિ-વિજ્ઞાન; પરિસ્થિતિ શાસ્ત્ર ઇક્ષુ સ્ત્રી. (સં.) શેરડી ઇક્ષ્વાકુ કું. (સં.) સૂર્યવંશનો આદિ રાજા ઇખલાસ પું. (અ.) સંપ; મેળ; એખલાસ ઇગો પું. (ઈં.) અહમ્ ઇગ્ઝોસ્ટફેન પું. (ઇ.) નિર્ગમપંખો ઇચ્છનધારા સ્ત્રી. (સં. અવિચ્છિન્ન-ધારા) અતૂટ ધારા; ચાલુ પ્રવાહ (૨) અભિષેકપાત્ર ઇચ્છનીય વિ. (અવ્યાકરણી રૂપ) ઇચ્છવા યોગ્ય; ઇષ્ટ ઇચ્છવું સ.ક્રિ. (સં. ઇ-ઇ) ઇચ્છા કરવી (૨) આશા રાખવી (૩) મેળવવા આશા રાખવી [વાસના ઇચ્છા સ્ત્રી. (સં.) મરજી (૨) આશા (૩) કામના; ઇચ્છાનુસાર ક્રિ.વિ. મરજી મુજબ [ઇરાદાપૂર્વક ઇચ્છાપૂર્વક ક્રિ.વિ. ઇચ્છા મુજબ (૨) જાણી જોઈને; ઇચ્છાફલ(-ળ) ન. ઇચ્છા પ્રમાણે મળવું-થવું તે (૨) ત્રિરાશિમાં ઇચ્છિત ચોથું પદ; હિસાબનો જવાબ (ગ.) ઇચ્છાબલ(-ળ) ન. ઇચ્છાની શક્તિ; સંકલ્પબળ ઇચ્છાભોજન ન. ભાવતું ભોજન ઇચ્છાવર પું. જાતે પસંદ કરેલો વર (પતિ) ઇચ્છાશક્તિ સ્ત્રી. સંકલ્પબળ; ઇચ્છાબળ ઇચ્છાંક છું. ઇષ્ટરાશિ; ત્રિરાશિનું ત્રીજું પદ (ગ.) ઇચ્છિત વિ. (સંસ્કૃતનો આભાસ કરાવનારું ભૂતકૃદંત) ઇચ્છેલું; વાંછિત ઇચ્છુ(ક) વિ. (સં.) ઇચ્છાવાળું ઇજન ન. (અ. ઇજન) નોતરું; નિમંત્રણ ઇજનેર પું. (ઇં. એન્જિનિયર) બાંધકામ વગેરેની યોજના કરનાર વ્યક્તિ (૨) યંત્રવિદ્યા જાણનાર-નિષ્ણાત ઇજનેરી વિ. ઇજનેરને-ઇજનેરના કામને લગતું (૨) સ્ત્રી. ઇજનેરીકામ કે વિદ્યા ઇજનેરીવિદ્યા સ્ત્રી. અભિયાંત્રિકી; ઇજનેરી કામ કે ધંધો ઇજમાલ પું. (અ.) સંક્ષેપ; ટૂંકવણી; સંક્ષિપ્ત રૂપ ઇજાજત સ્ત્રી. (અ.) પરવાનગી; રજા ઇજાફત સ્ત્રી. (અ. ઇદાફત) વધારો; ઉમેરો (૨) જોડી દેવું તે; ખાલસા કરવું તે [‘ઇન્ક્રિમેંટ’ (૨) ચડતી Acharya Shri Kailassagarsuri Gyanmandir [ઈતરાજી ઇજાફો પું. (અ. ઇદા) ઇજાફત; વધારો; ઉમેરો; ઇજાર સ્ત્રી. (અ.) સુરવાલ; લેંઘી ઇજારદાર પું. (ફા.) ઇજારો ધરાવનાર [એકાધિકાર ઇજારાદારી સ્ત્રી. (ફા.) ઇજારદારનું કામ; ઇજારદારપણું; ઇજારબંધ પું. ઇજારનું નાડું (૨) કમરપટો ઇજારવું અ.ક્રિ. સંતાપ કરવો; દુખી થવું ઇજારાપદ્ધતિ સ્ત્રી. ઇજારો આપી થયેલી કાર્યવ્યવસ્થા ઇજારાશાહી સ્ત્રી. ઇજારા પદ્ધતિનું વર્ચસ્વ જેમાં હોય તેવી વ્યવસ્થા ઇજારો પું. (અ. ઇજાર૯) ઠરાવેલી શરત પ્રમાણે હક્કનો એકહથ્થું ભોગવટો કરાર કે ઠરાવ (૨) સનદી હક ઇજિપ્ત પું. (ઇ.) આફ્રિકાનો મિસરદેશ ઇજિલ્શિયન વિ. ઇજિપ્તનું (૨) પું. ઇજિપ્તના લોકો ઇજ્જત સ્ત્રી. (અ.) આબરૂ (૨) શિયળ (સ્ત્રીનું) ઇજ્જતદાર વિ. આબરૂદાર; પ્રતિષ્ઠિત ઇઝમ પું. (ઈં.) વાદ ઇઝમેન્ટ પું. (ઈં.) સુખાધિકાર; ભોટવટાનો હક્ક ઇઝરાયલ વિ. (હિબ્રૂ) યહૂદી લોકોને લગતું (૨) પું. યહૂદી લોકોનો એક મૂળ પુરુષ (૨) યહૂદીઓનો દેશ ઇટ(-ટા)લી પું. (ઈં.) એ નામનો દેશ [ક ટાઇપ ઇટાલિક ખું. (ઈં.) ત્રાંસા મરોડના અંગ્રેજી અક્ષરનું બીજું ઇટાલિક્સ પું.બ.વ. (ઈં.) ત્રાંસા અક્ષરો ઇટાલિયન વિ. (ઈં.) ઇટાલી સંબંધી (૨) પું. તેનું વતની ઇટાલી પું. (ઈં.) યુરોપનો એક દેશ ઇટિૉલૉજી સ્ત્રી. (ઈં.) વ્યુત્પત્તિશાસ્ત્ર ઇટ્ટાકિટ્ટા સ્ત્રી. કટ્ટી; અક્કા ઇટ્ટો(-ટ્ટો)તેર (સં. ’અષ્ટસમ્રુતિ) વિ. સિત્તેર વત્તા આઠ (૨) પું. અઠ્ઠોતેરનો આંકડો કે સંખ્યા; ‘૭૮' ઇચા(ચ)શી(-સી) વિ. (સં. અષ્ટાશીતિ) એંશી વત્તા આઠ (૨) પું. અઠ્યાસીનો આંકડો કે સંખ્યા; ‘૮૮’ ઇડરિયો વિ. પં. ઇડરનો (૨) ઘણું મજબૂત ઇંડા સ્ત્રી. (સં.) ત્રણ (ઇડા, પિંગલા અને સુષુમ્મા) નાડીઓમાંની જમણી બાજુની નાડી ઇડિયટ વિ. (ઈં.) મૂર્ખ (૨) પું. મૂર્ખ માણસ ઇડિયમ ન. (ઈં.) રૂઢિપ્રયોગ ઇતબાર પું. (અ.) વિશ્વાસ; ભરોસો; શ્રદ્ધા [(૩)ભિન્ન ઇતર સર્વ. (૨) વિ. (સં.) અન્ય; બીજું (૨) તુચ્છ; ક્ષુલ્લક ઇતરડી સ્ત્રી. (સં. ઇત્વર, પ્રા. ઇત્તરી) ઢોરના શરીરે વળગતું એક જંતુ [ઉપરાંતનું વાંચન ઇતરવાચન ન. અભ્યાસક્રમ ઉપરાંતનું વાંચન; પાઠ્યપુસ્તક ઇતરાઈ સ્ત્રી. મિથ્યા મોટાઈ ઇતરાઈ સ્ત્રી. જુદાઈ (૨) આછકલાઈ ઇતરાજ વિ. (અ.) નાખુશ; અપ્રસન્ન (૨) ખફા ઇતરાજી સ્ત્રી. નાખુશી (૨) અવકૃપા (૩) ખોફ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy