SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન પ્રસંગોનું વર્ણન, એ કથાનુયોગ કહેવાય છે. યાકિની-મહત્તરા-ધર્મપુત્ર આચાર્યપ્રવર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજાએ, સમરાઈથ્ય-કહામાં, કથાનાં ચાર પ્રકારો વર્ણવ્યાં છે. અર્થકથા, કામકથા, ધર્મકથા અને સંકીર્ણકથાઃ આમાંથી ધર્મકથા કથાનુયોગમાં સમાવિષ્ટ થાય છે. પ્રસ્તુત મુનિસુવ્રતસ્વામીચરિત: સંતા વિદ્રાન વાંચકોના કરકમલમાં સાદર થતું. અને પ્રથમવાર મુદ્રિત થઈ પ્રકાશન પામતું પ્રસ્તુત ટી શ્રીમુનિસુવ્રતસ્વામીચરિતમ' પણ, ધર્મકથાનુયોગનો એક મહત્ત્વનો ચળ્યું છે. પ્રસ્તુત શ્રીમુનિસુવ્રતસ્વામીચરિતમાં, | વર્તમાન અવસપિણમાં થયેલાં ઋષભાદિ ચોવીસ તીર્થંકરદેવો પૈકી, વીસમા શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાનનું જીવનચરિત્ર વિસ્તૃત રીતિએ આક્ષેખવામાં આવ્યું છે, એ તારક તીર્થપતિના સમ્યકત્વપ્રાપ્તિના ભવથી આરંભી, નવભવોનું વર્ણન આ ચરિત્રમાં કરાયું છે, પ્રત્યેક ભવોમાં તેમને પ્રાપ્ત થતાં વૈભવ-સમ્પત્તિ આદિનું તથા તેઓ શ્રીનાં પૂર્વ એવા પરોપકારવૃત્તિ, ધનુરાગિતા I ji આદિ અનેકાનેક વિધવિધ ગુગોનું યથાર્થ વર્ણન તથા તેઓશ્રીને પ્રાપ્ત થયેલી પદવીઓ આદિનાં વૃત્તાન્તો સાથે, તે તે ભવમાં સંબધ I કI અનેક અવાન્તર કથાઓ આપી, વિદ્વાન ચરિત્રકારે આ ચરિત્ર–ગ્રન્થને વધુ રોચક બનાવ્યો છે. શ્રી તીર્થંકરભગવંત તરીકેના | ભવમાં, પ્રભુના જન્માદિ પાંચેય કલ્યાણકોના દેવ-દેવેન્દ્રો આદિએ કરેલા મહોત્સવો, કેવલ્યપ્રાપ્તિ પછી સમવસરણની રચના, તીર્થસ્થાપના તથા ગણુધરાદિ પરિવાર અંગે પણ, વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. સમવસરણમાં બિરાજી, દાન, શીલ, તપ, અને ભાવઃ ધર્મના મુખ્ય એ ચાર ભેદો તથા અન્ય પણ અનેક વિષયો ઉપર પ્રભુએ આપેલી હૃદયકમ દેશના અને તે ઉપર કહેલી કથાઓ, સાચે જ તે તે ધર્માનુષ્ઠાનમાં અપૂર્વ પ્રેરણા આપે તેવી છે. એ સિવાય પણ અનેકાનેક પ્રકૃત વિષયોનું આયોજન આ ગ્રન્થના વિદ્વાન ગ્રન્થકારે સ્થલે સ્થલે કર્યું છે. મૂર્તિવિધાનશાસ્ત્રનું રહસ્ય પણ એક સ્થલે મૂર્તિવિધાન અંગેના ઉપદેશમાં સપ્રમાણ અને સુસ્પષ્ટ રીતે રજુ કર્યું છે, જે ગ્રન્થકારના શિષશાસ્ત્રના ઊંડા અભ્યાસ અને પરિશીલનનું પરિચાયક છે. શ્રીજિનમન્દિરમાં બિરાજમાન કરાતી જિનપ્રતિમાની દૃષ્ટિ કયાં અને કેવી રીતે રાખવી તે અંગે પણ ઉલ્લેખ ગ્રન્થકારે કર્યો છે. For Private and Personal Use Only
SR No.020488
Book TitleMunisuvratswami Charitam
Original Sutra AuthorN/A
AuthorVinaychandrasuri, Vikramvijay, Bhaskarvijay, Jayantvijay
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year
Total Pages330
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy