SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ સતરમે. ૧૮૧ રની વાત સાંભળી પિતાની લક્ષ્મી વાપરી પુણ્યમાં ભાગ મેળવવાની ઈચ્છાથી ત્યાં આવ્યા. એવામાં વટીમાણગ ગામને ભીમ નામનો એક પુરુષ પણ ત્યાં આવી ચડ્યો. તેની પાસે છ દામ કિંમતની ધીની કુંડીઓ પુંજીમાં હતી, તે ત્યાં લશ્કરમાં વેચવાથી તેને એક દામ ઉપર એક રૂપિયે ચેખો નફો મળે. તેમાંથી એક રૂપિયાનાં ફુલ લાવી શ્રીષભદેવની મનના ઉછરંગે પૂજા કરી પાછો લશ્કરમાં આવ્યું. ત્યાં દ્વારપાળેએ તેને દૂર કર્યા છતાં પણ તે પટમંડપના આસન પર બેઠેલા અનેક શાહુકારની પંક્તિથી સેવાતા વાલ્મટ મંત્રીને જોઈ વિચાર કરતો ઉભો રહ્યો. તેણે વિચાર્યું કે, અહે મનુષ્યપણથી તે અમે બે સરખા છીએ; પરંતુ ગુણથી તેનામાં અને મારામાં રત્ન અને પથ્થર જેટલું અંતર છે. લક્ષ્મીએ પુરુષોત્તમના શ્રમથી એને અતિશય આશ્રય લીધે છે અને અલક્ષ્મી એ ઈર્ષથી પુરુષાધમ એ જે હું તેને આશ્રય લીધે છે. મંત્રી કીર્તિની સ્પર્ધાથી જગતનું ઉદર ભરે છે અને હું તે કમનસીબે મારા પિતાને નિર્વાહ કરવાને પણ શકિતમાન નથી. દાન માનથી વશ થયેલ મહાપુરુષે એના ગુણગાન કરે છે અને દારિઘના ઉપદ્રવથી ખેદ પામતી મારી સ્ત્રી પણ મારી સ્તુતિ કરતી જી એ આવા મેટા તીર્થને ઉદ્ધાર કરવાને સમર્થ થયે છે અને હું મારી ઝુપડા પણ નવી કરવાને સમર્થ નથી. માટે હું આ મંત્રી જ પુણ્યને દાખલ માનું છું, જેની આવી લીલા ચક્રવર્તીની લીલાથી પણ વધી જાય તેવી છે. એ પ્રમાણે વિચાર કરતાં તેને દ્વારપાળે ગળું ઝાલીને કાઢવા જતાં મંત્રીએ જોયે, તેથી તેને બેલાવી હકીકત પૂછી. ત્યારે ભીમે ધી વેચવાથી મળેલા લાભ અને પૂજા વિગેરેનું કથન કર્યું. તે સાંભળી મંત્રી બોલ્યો કે, “તમે નિર્ધન છતાં પણ એ પ્રકારે જિનેંદ્રની પૂજા કરી માટે તમને ધન્ય છે. તમે મારા સ્વધર્મી હોવાથી બંધુ સમાન છે, એમ સમગ્ર શાહુકાર સમક્ષ સ્તુતિ કરી મંત્રીએ તેને પિતાનું અર્ધાસન આપ્યું. તે જઈ ભીમે મનમાં વિચાર કર્યો કે, અહ! શ્રી જૈનધર્મને મહિમા For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy