SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના ગુજરાતમાં માતૃભાષા દ્વારા શિક્ષણ વ્યાપક થતું જાય છે. આ માટે ગુજરાતીમાં વિજ્ઞાન-પરિભાષાકોશની આવશ્યકતા તાકીદની બની છે. વિજ્ઞાનપરિભાષાકોશના આધારે ચોક્કસ વૈજ્ઞાનિક પરિભાષાનો સાર્વત્રિક ઉપયોગ શિક્ષકોએ તથા લેખકોએ કરવો જોઈએ, જેથી શિક્ષણમાં તથા પુસ્તક-લેખનમાં એકસૂત્રતા પ્રવર્તે. વ્યાપક ઉપયોગથી જ વૈજ્ઞાનિક પરિભાષા પ્રચલિત થઈ શકશે. ગુજરાતની ૧૪ ગ્રામ વિદ્યાપીઠોમાં અને ૩૦૦ જેટલી ઉત્તર બુનિયાદી શાળાઓમાં કૃષિનો વિષય શીખવાય છે. એને અનુલક્ષીને વિજ્ઞાન-પરિભાષાકોશનો પ્રારંભ કૃષિ-વિજ્ઞાનથી કરવાનું અમે નક્કી કર્યું. શ્રી નરહરિભાઈ ભટ્ટે ખૂબ જ જહેમત ઉઠાવીને આ “કૃષિ શબ્દકોશ તૈયાર કરી આપ્યો છે. આ કોશમાં ખેડકાર્યને લગતી ખેતીવાડી ઉપરાંત કૃષિવિજ્ઞાન સાથે સંકળાયેલા કૃષિ ભૌતિકવિજ્ઞાન, કૃષિ રસાયણવિજ્ઞાન, કૃષિ વનસ્પતિવિજ્ઞાન, કૃષિ ઇજનેરી વિજ્ઞાન, કૃષિ ભૂમિવિજ્ઞાન, દુગ્ધાલય વિજ્ઞાન, પશુસંવર્ધન, પશુરોગ ચિકિત્સા વિજ્ઞાન, કૃષિ અર્થશાસ્ત્ર જેવા વિષયોના શબ્દો, પદો અને શબ્દગુચ્છોના પર્યાયો અને તેમની વિસ્તૃત સમજૂતી આપવામાં આવ્યાં છે. ગુજરાતી ભાષાના સક્ષમ વિકાસ માટે આ ખૂબ જ મહત્ત્વનું પગલું છે. આ માટે શ્રી નરહરિભાઈ ભટ્ટના અમે ખૂબ જ આભારી છીએ. આ કૃષિ-કોશ ગુજરાતીમાં અધ્યયન, અધ્યાપન અને સંશોધનકાર્યમાં સંકળાયેલા સહુ કોઈને ઉપયોગી બનશે એવી આશા છે. નવજીવન મુદ્રણાલયના પણ આ કોશના ઝીણવટભર્યા મુદ્રણકાર્ય માટે અમે આભારી છીએ. આ કોશ તૈયાર કરવા માટે યુ. જી. સી.ની સહાયતા મળી છે તે માટે તેના પણ અમે આભારી છીએ. રામલાલ પરીખ કુલનાયક ગૂજરાત વિદ્યાપીઠ For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy