SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્યકાલીન હિંદુ સમય ખંભાતને ગુજરાતનું સારું શહેર કહે છે અને નૌકાસન્યનું જાણીતું થાણું હતું એમ વર્ણન કરે છે. એના સમયમાં ખંભાત દરિયાથી ત્રણ માઈલ દૂર હતું, હવાપાણ સારાં હતાં અને કિલ્લો સારી રીતે બાંધેલો હતો અને તેથી ચાંચીથી રક્ષણ થતું.૧૮ ખંભાતના અધિકારી કીશ (મકરાણુ)ને દ્વીપ પાસેથી ખંડણી લેતા.૧૮ ખંભાતમાં ઘઉં અને ચોખા સારા થતા અને એના વતની મૂર્તિ પૂજક હતા.૨૦ વસ્તુપાલ ખંભાતને દંડનાયક ઈ.સ. ૧૨૪૧માં ભીમદેવ બીજાના રાજ્ય વખતે લવણપ્રસાદ અને એના પુત્ર વિરધવલના મંત્રી તરીકે વસ્તુપાલ અને તેજપાલ-જેમનાં નામ ગૂજરાતના ઇતિહાસમાં જાણીતાં છે તેમની નીમણુક ખંભાત બંદરના અધિકારી તરીકે થઈ આ અમલ ખંભાતની ખરેખરી જાહોજલાલીને હતે ભીમદેવ બીજાના સમયમાં પાટણની રાજ્યસત્તા નબળી પડવાથી મંડલેશ્વરો સ્વતંત્ર થયા હતા.૨૨ એ વખતે લવણપ્રસાદ અને વિરધવલને પાટણની ગાદીને ખરેખર ટેકે હતો. લાટના સ્વતંત્ર થએલા મંડલેશ્વરે ખંભાત લઈ લીધેલું તે વિરધવલે પાછું લીધું અને વસ્તુપાલને ત્યાંને અધિકારી નીમી લોકની પ્રીતિ સંપાદન કરી. ખંભાતની પ્રજાએ વસ્તુપાલને ઘણું માન આપ્યું અને પિતાની જગ્યા સંભાળી લેવા એ ખંભાત શહેરમાં પેઠે ત્યારે લોકોમાં ઉત્સવ જેવું થઈ રહ્યું. એ વખતે ખંભાત હિંદુસ્તાનમાં એક મોટું બંદર ગણાતું અને કપાતરનાં વહાણો ત્યાં આવતાં. વસ્તુપાલે ખંભાતની સમૃદ્ધિ વધારવા ઘણી ચીવટ રાખી. એણે દરેક ધર્મ પાળતા વેપારીઓને કોઈ જાતના ભેદભાવ વગર રક્ષણ આપ્યું. દરેક કોમને માણસ મંત્રીને પોતાના ધર્મને અને કોમન માનતે એવી રીતે એણે પ્રારંજન કર્યું હતું. ૨૪ જૈન ધર્મ તે એને કુલધર્મ હતો, પરંતુ એણે હિંદુ ધર્મનાં 16 Illiot I. 84-85. ૧૯ એ જ. પૃ. ૬૭. Rashiud-din from Al Baruni, આ ઉપરથી એમ સમજાય છે કે મકરાણના ચાંચિયા ખંભાત સુધી આવતા, અને ખંભાતનું નૌકાસૈન્ય મકરાણ સુધી જઈ ખંડણી વસુલ કરતું.. ૨૦ liot I. 85. સર હેત્રી ઈલીઅટ મૂર્તિપૂજક એટલે બૈદ્ધ એ અર્થ કરે છે. અલ ઈદ્રીસીના વખતમાં ખંભાત બહાર (મારાખેટ)ના હાથમાં રહેવું એમ એ ૨૫ષ્ટ લખે છે. ૨૧ એ ગેઝે. ૬. Cambay પૃ. ૨૧૫. ૨૨ ઓ ઐએ ગેઝે, ૧-ભા. ૧-પૃ.૧૯૬. વધુમાં મેશ્વરદેવની કીતિકૌમુદી અને બાલચંદ્રસૂરિકત વસંતવિલાસની પ્રસ્તાવના, ૨૩ વસંતવિલાસ; ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ, પૃ. ૫. ૨૪ વસંતવિલાસ, સર્ગ ૪છે. વસંતવિલાસ કાવ્ય વરતુપાલનું સમકાલીન છે, એટલે એમાં લખેલી વાતે વિશ્વસનીય કહી શકાય. વસંતવિલાસ, હમ્મીરમદમર્દનનાટક, વસ્તુપાલચરિત્ર અને રાસે, કીર્તિકૌમુદી આદિ ગ્રંથો વસ્તુપાલ વિશે લખે છે. તેમાં વસ્તુપાલચરિત્ર અને રાસા સિવાય બીજા સમકાલીન છે. વસ્તુપાલનાં હદપારનાં વખાણ બાજુએ રાખતાં એ ગ્રં જ્યાં એકમત થાય ત્યાં ઐતિહાસિક સત્ય રહેલું છે. ખંભાતને વહીવટ વસ્તુપાલે સારી રીતે કરેલો હોવાથી દરેકમાં એ વિશે વિસ્તૃત વર્ણન છે. પ્રબંધચિંતામણિ વગેરે પાછળના ગ્રંથ કરતાં ઉપરના ગ્રંથ વસ્તુપાલ તેજપાલ માટે વધારે કામના છે. બેંએ ગેઝટીઅરના લેખક એમાંથી એકલી કીર્તિકામુદીને જ આધાર લે છે. જ્યારે વસતવિલાસ કેટલીક બાબતોમાં વધારે ચોક્કસ છે. કેટલાક શ્લોક યંકવા જેવા છે—તવ્ય જામા મુf મૂવિમૂષણમ્ ! તમતીર્થમિતિચાત માર્તડ પુરેપુર | ૪૪ ૪ For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy