SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિરાણિક સમય મારી શકે નહિ. આવું બળ સંપાદન કર્યા પછી દેએ એને પિતાને રાજા બનાવ્યો. એની રાજધાની મહીસાગર સંગમ ઉપર હતી. એક વખતના યુદ્ધમાં તે એણે ઈંદ્રાદિ દેને હરાવ્યા તથા કેદ કર્યા અને એમના અધિકાર ને સયા.૧૦ એને નર્મદા કિનારાના માહિષ દેશના અધિપતિ મહિષાસુરની, કાલનેમિ, નિમિ, દંભ, કુભ, કુંજર, મથન, શુંભ વગેરે અસુર નેતાઓની સહાય હતી.૧૧ એક વખત તે વિષ્ણુએ યુકિત કરી પકડાએલા દેવોને છોડાવ્યા. કથા કહે છે કે દેવે એને ન જીતી શક્યા ત્યારે ફરી બ્રહ્મા પાસે ગયા અને એમની પાસેથી જાણ્યું કે શંકરનો પુત્ર કાર્તિકેય એને મારશે. શંકરની અને કાર્તિકેયની પ્રાર્થના દેવોએ કરી અને દેવેની સેનાનું આધિપત્ય છંદે લીધું. એ વખતે સ્કેદની ઉમર ઘણી નાની હતી. દેવ અને દાનવો વચ્ચે ભારે યુદ્ધ થયું. શિવભક્તને મારવાનું સ્પંદને ઠીક લાગ્યું નહિ, પરંતુ દેવકાર્ય કરવાનું હતું એટલે પિતાની શક્તિથી છેવટે તારકને માર્યો. જે જગ્યાએ દેવોને વિજય થયો તે જગ્યાએ વિજયસ્તંભ રોપી ત્યાં શિવલિંગની સ્થાપના કરી એનું નામ કુમારેશ આપ્યું.૧૨ એ સ્તંભ રોપે તે સ્તંભતીર્થ એમ પુરાણ કથાને એક મત છે તે તે આગળ જોઈ ગયા. આ કથામાં ઐતિહાસિક સત્ય છે. વૈદિક સમયનાં મોટાં અસુર કુલોને નાશ થયા છતાં, અસુરનો જથ્થો તૂટી ગયો છતાં છૂટાછવાયા અસુરનેતાઓનાં મોટાં થાણુ ભારતવર્ષમાં હતાં અને અને ગુજરાતનો કિનારે અસુર કુલેથી ભરેલો હતો. આ કારણને લીધે જ સૌરાષ્ટ્રાદિ દેશોમાં - જવાની ધર્મશાસ્ત્રની મનાઈ હતી, અને સરસ્વતી વિનશન તીર્થ મૂક્યા પછી અદશ્ય થઈ ગઈ એ. કથનનું કારણ પણ નિશાદ રાષ્ટ્રોમાંથી વહેવાનું હતું તેથી એવું પુરાણોએ મનાવ્યું હતું. બ્રહ્માવતને ભાગ આર્યોની સત્તામાં આવી ગયો હતો. તારકાસુરની સત્તા એ સમયે પારિયાવ્ર પર્વતની લગોલગથી ગુજરાતના કિનારા સુધી હતી એમ માની શકાય. મહિષાસુર આદિ એના મિત્રે અગર ખંડિયા હતા. એમને વસવાટ પણ ગુજરાત સાથે સંબંધ ધરાવે છે. ખંભાતનું તારાપુર એના નામ ઉપરથી છે ૧૦ સ્કંદપુરાણમાં યુદ્ધનું વર્ણન અને આ કથા આખી. અ. ૧૫ થી ૩૫ સુધી છે તેમાં કુમારસ્પત્તિ આવી જાય છે. તારકનું ને ઈન્દ્રનું, ગ્રસનનું ને યમનું, કુબેરનું ને જંભાસુરનું, વિષ્ણુને કાલનેમિનું યુદ્ધ તેમાં કાલનેમિનું મરણ, ભાસરથી હારી વિષ્ણુનું નાસવું, ઈન્ડે ભાસુરને તે પછી મારો અને તારકને હાથે ઈન્દ્રનું હારવું વગેરે કથા છે. તારકે અમરત્વ માગ્યું હતું પણ તે જન્મધારીને અશક્ય હોવાથી સાત વર્ષનો છોકરો મારે એવું વરદાન માગ્યાથી બ્રહ્મદેવે આપ્યું હતું. દેવોકેદ પકડાયા પછી પદ્મપુરાણ કહે છે કે બીજા દેવાને રાખી ઈન્દ્રને માથું મુંડાવી કુતરા ગધેડાનાં ચિહન કરી છેડી મૂક્યો. ૧૧. પિરાણિક કથાકાષ, ડાહ્યાભાઈ દેરાસરી. ૧૨ સ્કંદપુરાણ, કે. ખંડ, અ. ૩૪. સ્તંભેશ્વર અને કુમારનાથ જુદા લાગે છે. અ. ૩૫માં સ્તંભેશ્વર વિજયસ્તંભ ઉપર લિંગ બનાવીને સ્થાપ્યા. અ. ૩૩માં પ્રતિજ્ઞા પૂરી થઈ માટે પ્રતિજ્ઞેશ્વર સ્થાપ્યાનું પણ લખે છે. એ પતંગેશ્વર પતંગશીની પિળવાળા જણાય છે. સ્તંભેશ્વર બારીઆ પાડા આગળ છે. સ્તંભેશ્વરને લીધે સ્તંભતીર્થ–ખંભાત કહેવાયું. સ્તંભને માટે અ. ૩૫, લે. ૬-૧૦. તંભ સુવર્ણ હતો. સ્કંદપુરાણ કેદારખંડમાં અ, ૨૦માં તારકને નમુચીને પુત્ર કહ્યો છે તે ભૂલ છે. અ, ૨૮માં યુદ્ધ ગંગાયમુના વચ્ચે થયું અને દેવે અંતર્વેદીમાં હતા, નારદાદિ પાતાલથી આવ્યા એમ કહે છે. . પ. ૧૩ એની ચર્ચા પરિશિષ્ટમાં આગળ કરીશું. અસુરોનાં છુટાં કુટુંબ Individual Asura Chiefs હિંદમાં ઘાણાં હતાં, ૧૪ મહાભારત, શત્ર્યપર્વ, સારસ્વતોપાખ્યાન For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy