SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ કુમારિકા ક્ષેત્ર અને પૌરાણિક ભૂગોળ સુધી હતાં તેથી ખંભાતનું સ્થળ હમેશાં તે સમયની જનસંસ્કૃતિ અને વેપારનું કેન્દ્ર રહે તેમાં નવાઈ નથી. આ ભેગોલિક પરિસ્થિતિ, ગયા પ્રકરણમાં ખંભાતની અને મહી નદીની જે પ્રાચીનતા વિચારી, તેનાથી પણ ખંભાતને વધારે પ્રાચીન સમયમાં મૂકી શકે. પરંતુ એટલી બધી પ્રાચીનતાની બાબત કાંઈક સંદિગ્ધ હોવાથી એનો વિચાર પરિશિષ્ટમાં જ કરીશું. એટલે ખંભાતની આસપાસના સ્થળની પ્રાચીનતાના બીજા પિરાણિક ઉલ્લેખ હોય તે તપાસી આ પ્રકરણ પૂરું કરીએ. મહી નદીની પ્રાચીનતા મહી નદીનું નામ ટેલેમી આદિ ગ્રીક લેખકો લખે છે. ખંભાતના અખાતને મથાળે મહી નદીનું મુખ છે એમ પણ લખે છે. ૧૯ માર્કંડેય પુરાણમાં પણ એનું નામ છે.૨૦ શિવપુરાણ કહે છે કે મહીના મુખ આગળ એક કેતરમાં શિવે અંધકાસુરને માર્યો હતે.૨૧ મહાભારતમાં માહેયર નામનો જનપદ લખેલો છે. એને મહીના દક્ષિણ કાંઠાના દેશ તરીકે વાયુપુરાણ ગણાવે છે.૨૩ મહાભારતમાં મહીના ઉત્તર તટને મહ્યુત્તર નામને જનપદ કહ્યા છે. વરાહમિહિરે (છઠ્ઠી સદી) પણ મહી તટને ઉલ્લેખ કર્યો છે.૨૫ આ ઉપરથી સમજાશે કે મહી નદીના બન્ને કિનારા ઘણું પ્રાચીનકાળથી વસ્તીવાળા હતા. સ્કંદપુરાણે તો આખો એક અંતર્ગત ખંડ મહીસાગરના મહામ્ય તરીકે લખ્યો છે. વાયુપુરાણ સર્વથી જૂનું પુરાણ મનાય છે. એટલે આ બધા ઉલ્લેખ સાથે વાયુપુરાણની પ્રાચીનતાને વિચાર કરતાં મહીને તટપ્રદેશ અને ખંભાતનું સ્થળ ઈસ્વીસનની શરૂઆત પહેલાં સમૃદ્ધ હતું એમ નકકી થઇ શકે છે. સ્કંદ તથા શિવપુરાણ પ્રમાણે મહીના મુખ આગળ તારક કે અંધક નામના અસુરો ભરાયા હતા એ સ્વીકારીએ તે, અને એ બીન, અને દેવાસુર સંગ્રામની વાતો પુરાણોના કેવળ ગપાટા નથી પરંતુ ઘણા જ પ્રાચીન સમયની બહુ દંતકથાઓથી મિશ્રિત થએલી ઐતિહાસિક પરંપરા છે એ હાલની શોધથી લગભગ સિદ્ધ થએલી વાત૭ સ્વીકારીએ તો, ખંભાતનું સ્થળ અને ગુજરાતને કિનારે કહેવાતા પ્રાગૈતિહાસિક સમયની લગભગ સમીપ જ પહોંચે. પરંતુ આ ઘણી વાદગ્રસ્ત હકીકતને અહીંના ચર્ચમાં પરાણિક ઈતિહાસના પ્રકરણને લગતા પરિશિષ્ટમાં ચર્ચીશું. ૧૯ Mc Crindles' Ptolemy, સુરેન્દ્રનાથ મઝમુદાર સંપાદિત. પૃ. ૩૮ River Mophis એટલે મહી. Periples એને Mass લખે છે. ૨૦ માર્કંડેય પુરાણ ૧ અ. ૫૭. De's Geo. Dic. of Ancient India. ૨૧ શિવપુરાણ ૧. અ. ૩૮-૪૩. De's Geo. Dic. of Ancient India. R2 Wilson's Vishnu Purana II. 169. Topographical lists from Mahabharata. ૨૩ વાયુપુરાણ-II. ૪૫, De's Geo. Dic. of ancient India. અને ઉપરના વિષ્ણુપુરાણની પૃ. ૧૬૯ની નોંધ. ૨૪ ઉપરના વિષ્ણુપુરાણનું પૃ. ૧૭૦. (Topographical lists from the Mahabharata). ૨૫ બહતસંહિતા, ૧૬-૩૨. ગ્રહમતિ અધ્યાય, કેટલાક જતિષીઓની ગણત્રી મુજબ વરાહમિહિરનો સમય ઇ.સ.ની શરૂઆતમાં થાય છે. ૨૬ જુએ દુ. કે. શાસ્ત્રીકૃત પુરાણવિવેચન. (ગુ. વ. સો.).. ૨૭ પુરાણની વાત કેવળ ગપાટા નથી એ વાત સપ્રમાણ કલકત્તા હાઈકોર્ટના જજ અને પુરાણેને એક સમર્થ અલ્યાસી મિ. પાઈટરે પિતાના Ancient Indian Historical Tradition નામના ગ્રંથમાં વિસ્તૃત ચર્ચા સાથે સિદ્ધ કરી છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy