SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાન્ય વર્ણન કરે અને જળભળ (salt)થી જામેલો છે. રણને ઉપલા ભાગ નળકંઠાને અડકે છે. ચોમાસામાં તેમાંનાં ગામડાં બેટ થઈ જાય છે અને અમદાવાદ સાથેને પગરસ્તાને વ્યવહાર બંધ થઈ જાય છે. આ રણ પૂર્વે દરિયાની એક ખાડી ભૂમિની અંદર પેઠેલી અને તે દરિયાઈ કચરાથી પુરાઈ ગઈ છે એમ ભૂસ્તરવેત્તાઓનું માનવું છે. એ ખાડીનું તળિયું એના અસલ તળિયાથી આઠથી દસ ફીટ ઉંચું આવી ગયું છે. ચોમાસું ગયા પછી મીઠું અહીંતહીં બાકી રહેલું દેખાય છે. ભારે ચોમાસામાં નળ સરોવર સાથે રણનું પાણી એક થઈ જઈ સળંગ થઈ જાય છે. ૨૦૦૦ વર્ષ પૂર્વે નળ સરોવરની ઉત્તરે કચ્છના રણને અગ્નિ ખૂણે આવેલો ભાગ નીચો હતો અને કચ્છના રણને ભાગ દરિયે હતા ત્યારે કચ્છનું રણ, નળ સરોવર અને ખંભાતનું રણ મળીને ખાડી સંપૂર્ણ થઈ રહેતી, અને ખંભાત તથા કચ્છના અખાતને સાંધી દેતી. કાઠીઆવાડ બેટ હતો. આજે પણ ભારે વરસાદ પડે તે વર્ષે કાઠીઆવાડ બેટ થઈ જાય છે. ખંભાતની પ્રાચીન ભેગેલિક સ્થિતિ માટે આ રણનું વર્ણન ઉપયોગી છે. એની વિસ્તૃત ચર્ચા “સરસ્વતીને પ્રવાહ એ નામના જુદા પરિશિષ્ટમાં કરીશું. ખંભાતને અખાત હાલ અરબી સમુદ્રને એક ફાંટ ગણાતે દરિયાને એક સાંકડો નાનો ભાગ ખંભાતના અખાતને નામે ઓળખાય છે. ઈસ્વી સનની શરૂઆતમાં જ્યારે ભરૂચની પ્રસિદ્ધિ વધારે હતી ત્યારે ગ્રીક લેખકો એને ભરૂચના અખાત તરીકે ઓળખતા.૧૧ આ અખાતને મથાળે ખંભાતનું રાજ્ય, પૂર્વે ગુજરાતનો કિનારો, પશ્ચિમે કાઠીઆવાડનો કિનારો અને દક્ષિણે અરબી સમુદ્ર છે. પૂર્વ તરફ અખાતની હદ સુરતની લગભગથી મહીના મુખ સુધી અને પશ્ચિમ તરફ ગોપનાથથી સાબરમતીના મુખ સુધી છે. એના મુખ આગળ સુરતથી ગોપનાથ સુધીની પહોળાઈ ૩૦ માઈલ છે અને અંદર ઓછામાં ઓછી પહોળાઈ ૧૨ માઈલ છે. લંબાઈકુલ ૮૦ માઈલ છે. આ અખાતનું આખું વર્ણન કરવાનું અહીં સ્થાન નથી એટલે ખંભાતની દૈતિક ચઢતીપડતીમાં અખાતે ભજવેલા ભાગ પૂરતું એનું વર્ણન માત્ર કરીશું.' ગોપનાથ આગળ અખાતનું મુખ છે. તે પછી ગૂજરાતને કિનારે સીધો દક્ષિણ તરફ અને કાઠીઆવાડનો કિનારે વળાંક લઈને દક્ષિણ પશ્ચિમ તરફ જાય છે. આ જગ્યાએ દમણ અને જાક્રાબાદની વચ્ચેના ભાગમાં પાણીથી ઢંકાએલા રેતીના મોટા ઢગલા છે. એ ભાગમાંથી વહાણોને લાવવામાં ઘણું જોખમ રહેલું છે અને ભોમીઆ વગર અવાતું નથી. અખાતની ભરતી. ખંભાતનો અખાત પ્રાચીન કાળથી ભરતીના જોરને માટે જાણીતા છે. પીરમ બેટની ઉત્તરથી તે ભરતી ઘણા જ જેરમાં અને ઝડપમાં ધસે છે. મેજની છોળ સાત ફીટ ઊંચી હોય છે અને દૂરથી પહાડ ધસી આવતું હોય એવું લાગે છે. ભરતી એક કલાકમાં ૧૦ માઈલની ઝડપથી ચઢે છે. પાણીનો વેગ એટલે ૧૧ જુઓ લેમી પિરિપ્લસ વગેરેએ કરેલાં હિંદના કિનારાનાં વર્ણન. ૧૨ ખંભાતના અખાતના સંપૂર્ણ વિગતવાર વર્ણન માટે જુઓ કાઠીઆવાડ ગેઝેટીઅર પૃ. ૩૫થી ૬૦. મુંબઈ સરકારી ગેઝેટીઅરમાં ખંભાતના ઇતિહાસવાળા ભાગમાં આ અખાત અને રણ વિષે સહેજ પણ ઉલ્લેખ નથી એ જરા નવાઈ લાગે તેવું છે. ખંભાતના ઇતિહાસમાં આ બન્નેનાં વર્ણનની આવશ્યકતા કેટલી છે તે આગળ જોઈશું. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy