SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાન્ય વર્ણન ચલાવવા માટે એ નકામી છે. ખંભાત આગળ મહીને પટ પાંચ માઈલ પહોળો છે. મહીના મુખ સુધીના એટલા પહોળા ભાગને મહીસાગર કહે છે. મહી નદીની આસપાસની જમીન ધબ્ર અથવા વાંઘાંથી ભરેલી છે એથી એના તટ ઘણું ઊંચા છે અને એનું પાણી ખેતી વગેરેમાં કામ લાગવાને બદલે ઉલટું રેતી, માટી વગેરે તાણ જાય છે. મહી નદીના ઉલ્લેખ ઘણાં પ્રાચીન સાહિત્યમાં આવે છે. એની પ્રાચીનતાને વિચાર ખંભાતના નામની ચર્ચામાં આગળ કરીશું. એનું મહી નામ સંસ્કૃત સાહિત્યમાં જાણીતું છે. મુસલમાન તવારીખોમાં એનું નામ મહેન્દ્રી આપેલું છે. પુરાણ એનાં અઢાર નામ ગણાવે છે, તેમાં મહી અને તામ્રા એ નામ ખાસ ગણી શકાય. સાબરમતી ખંભાતના રાજ્યની પશ્ચિમ સીમાં બનેલી સાબરમતી નદી એ ખંભાતની હદની બીજી નદી છે. એ મેવાડના ડુંગરમાંથી નીકળી ખંભાતની હદમાં વડગામ પાસે સમુદ્રને મળે છે. આ નદીનો ઉપરનો ભાગ મહીની પેઠે વાંઘાં–શ્વશ્વથી ભરેલો છે; પરંતુ ખંભાતની હદમાં વાંઘાં નથી. બહુ વાંધો હોવાથી એનું ખરું સંસ્કૃત નામ શ્વભ્રવતી છે. સાભ્રમતી નામ સાબરમતી ઉપરથી પુરાણકારોએ બનાવી કાઢેલું છે. પ્રાચીન પરાણિક સાહિત્યમાં સાબરમતીનું નામ ચંદના જોવામાં આવે છે; પરંતુ મહી જેટલા એના ઉલ્લેખો મળતા નથી. મહી અને સાબરમતીના ખંભાતની હદમાં રહેતા પ્રવાહો સિવાય ખંભાત રાજ્યમાં બીજી એકે નોંધવાલાયક નદી નથી. કેટલાક ન્હાના વહેળાઓ છે. અલંગની નહેર નદીઓનું વર્ણન કરતાં અલંગની નહેરને ભૂલી શકાય નહિ. ખંભાત રાજ્યના નકશામાં એને નદી કહી છે; પણ તે ખરી રીતે નહેર છે. આ નહેર સાબરમતી નદી રાજ્યની હદમાં પેસે છે તેની હેજ ઉત્તરેથી કાઢીને સીધી દક્ષિણમાં સ્ટેજ પૂર્વ તરફ વળાંક વાળીને બનાવવામાં આવી છે, અને ખંભાત શહેરની નજીકમાં અટકે છે. આ નહેર ખંભાત પાસે આવેલા નારેસર નામના તળાવમાં સાબરમતીનું પાણી લાવવા માટે બનાવી છે. પરંતુ તેમાં ખેડા જીલ્લાના કેટલાક ભાગનું અને ખાસ ૨ આ પટ ખંભાતની પૂર્વે પદર માઈલે આવેલા દહેવાણ ગામ સુધી એકસરખે પહોળો છે. ભરતીની અસર દહેવાણથી પણ ઉપર છેટે સુધી થાય છે. પાંચ માઈલનું માપ રેવન્યુ સહેંનું છે. થરટન ૪૩ માઈલ અને ઈ. સ. ૧૭૮૭માં Öવ (Hoveો નવ માઈલ કહે છે. ખેડા ગેઝે. પૃ. ૩ ને. ૧. ૩ અકબરૂનીથી માંડી બધા મુસલમાન લેખકે મહેન્દ્રી કહે છે. ૪ કંદ પુરાણ કૈમારિકા ખંડ ૧૩-૧૨૫ તાત્રા રચા જોવા પિતૃત્રીતિકા ગુમ || સમાજ મહહિંદુ तुर्दात्री पृथुस्तुता ॥ इंद्रद्युम्नस्य कन्या च क्षितिजन्मा इरावती ॥ महीपर्णा महीभंगा गंगा पश्चिमवाहिनी ।। नदी राजनदीचैति नामाष्टादशमालिकम् ।। પરાજશેખરકૃત કાવ્યમીમાંસા, ૯૯. અને હેમચંદ્રત દ્વયાશ્રય કાવ્ય. વધુ ચર્ચા માટે જુઓ “ગુજરાતનું પાટનગર અમદાવાદ” પ્ર. ૧લું. ચંદના નામપુરાણોમાં આવે છે, જુઓ Wilson's VishnuPuran II, P.153ને પદ્મપુરાણ સાભ્રમતી માહામ્ય. ૬ ખેડા ગેઝે. પૃ. ૬ અને ને. ૨. નારેસર ને નારાયણસર લખેલું છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy