SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦ પરિશિષ્ટ ૩ સુધી હતું. અસુર-નાગોની હાર થતી ગઈ તેમ તેમ તેઓ ઉત્તરના આર્યસત્તાના મુલકો છોડી એમની પિતાની સત્તાનાં અને જળને રસ્તે જ જઈ શકાય તેવાં સ્થળે-પાતાલ–ગુજરાતથી સિંધના કિનારાઓએ આવીને વસ્યા અને આર્યો અનેક સદીઓ પછી જેમ દક્ષિણમાં વધતા ગયા તેમ તેમ નાગ–અસુરો દૃક્ષિણ હિંદમાં આગળ ચાલ્યા ગયા. દક્ષિણ હિંદમાં નાગજાતિની સત્તા વખતે એમની એક શાખા બળવાન વહાણવટી તરીકે પ્રસિદ્ધ હતી.૧૧ એટલે નાગોની વધેલી સત્તા વખતે કાશ્મીર સુધી તેમનો વાસ છતાં, અને પડતી વખતે છેક દક્ષિણમાં ગયા છતાં, વૈદિક સમયમાં અને દક્ષિણમાં જતાં પહેલાં તેમનાં મુખ્ય થાણું સિંધુ અને સરસ્વતીના મુખપ્રદેશ-ગુજરાતથી સિંધના કિનારા સુધીના પ્રદેશ–ઉપર હતાં. એટલે નાગો-અસુરે ગૂજરાત કાઠીઆવાડ કચ્છના પ્રદેશમાં એક સમયે–હાલની હિંદુ વર્ણમાં ન ઓળખી શકાય તેવી રીતે તેમનું મિશ્રણ થઈ જતાં પહેલાં-રહેતા હતા એમ માનવામાં વાંધો નથી. એમનું રહેઠાણું તે બધું પાતાલ. ગજરાતમાં નાગપૂજા પૌરાણિક પરંપરા–જેમ દરેક દેશમાં બન્યું છે તેમ–બદલાઈ ગઈ ત્યારે અસુર ભયંકર પ્રાણીઓ થઈ ગયા અને નાગ પેટે ચાલનાર સાપ- થઈ ગયા ત્યારે એમની પૂજા થવા લાગી. આ નાગપૂજા હાલ દક્ષિણમાં હૈસૂર–મલબાર બાજુ ઘણી છે. પરંતુ ગુજરાત કાઠીઆવાડમાં તો નાગદેવનાં જુદાં મંદિર છે. પંજાબ અને કાશ્મીરમાં નાગપૂજા છે એમ કહેવાય છે. પરંતુ જુદાં મંદિરો છે કે નહિ તે જાણવામાં નથી. ઉત્તર ગુજરાતમાં થરાદ પાસે ધીમા ગામમાં ધરણિધર-શેલનું મોટું મંદિર છે જ્યાં હિંદુસ્તાનમાંથી લોકે બાધા મકવા આવે છે.૬૩ કાઠીઆવાડમાં ચરમાલીઆઇ નાગનું મોટું મંદિર ચોકડી ગામ પાસે , છે. ગગા અથવા ગોગા નામથી નાગપૂજા ઉત્તર-પશ્ચિમ હિંદમાં ઘણી છે. પરંતુ ગુજરાતમાં કાસવા ગામમાં ગોગાનું મંદિર છે. સર્પપૂજા ઉપર મોટે ગ્રંથ લખનાર 3. વૅજેલ લખે છે કે ગોગા અથવા ગુગા પંજાબ બાજુને કોઈ પૂજાતો વીર હશે. પરંતુ લોકકથા એનો વાસુકિ નાગ સાથે સંબંધ જોડે છે. વળી ડૅ. વૈોજેલ ગોગા કયારે થઈ ગયા તે બાબતમાં બેત્રણ લોકમાન્યતાઓ આપે છે. તેમાં એક કથા એને પૃથ્વીરાજના વખતમાં ચોહાણ જાતિનો હતો એમ કહે છે. બીજામાં મહમૂદ ગઝનીના સમયમાં મૂકે છે. ત્રીજામાં ઔરંગઝેબના સમયમાં મૂકે છે. બધા એને વાસુકિ સાથે જોડે છે. ૧૪ જે એ દેવત્વ પામેલો વીર હોય $1 Racial Synthesis in Hindu Culture: S. V. Viswanath (Trubner-London) Datej ai. P.P. 77-81. દક્ષિણમાં માંડલ (ચાલમંડલ) કિનારા ઉપર નાગજાતિનું એક વખત બહુ જોર હતું. તામીલમાં નાગની પેટા જાતિનાં નામ આપેલાં છે. તેમાં એળિયાર નામની જાત વહાણવટીઓ તરીકે જાણીતી છે. આ ગ્રંથના લેખક શ્રી વિશ્વનાથે નાગેને દક્ષિણના વતની મૂળથી ગણ્યા છે. પરંતુ એ ભ્રમ છે. નાગ દક્ષિણમાં પાછળથી પ્રસરેલા છે. દક્ષિણના ખરા વતની દાસ અગર દક્ષ્ય છે. અસુરે ના લેખમાં એની ચર્ચા કરી છે. શીલપદી કારમ નામના તામીલ ગ્રંથમાં ઉત્તરના નાગોની એક જાતિને ઉત્તમ વણકરજાતિ કહેલી છે. એ ગ્રંથમાં નાગલેક ચાર જન કહે છે અને તે વર્ણન મનુષ્યજાતિનું છે. કલ્પિત નાગ અને કલ્પિત પાતાલનું નથી. એ લેાક સમુદ્રમાં નાશ પામશે એમ લખ્યું છે. પણ નાગને પર્વતવારસી પણ કહ્યું છે જે પાછળના નાગોનું વર્ણન સમજી શકાય. ૬૨ vowel: Indian Serpent Lore. P. 272. મલબારમાં દરેક હિંદુના બાગમાં એક ખૂણામાં એક ઝાડને વધવા ! દે છે. તેને નાગ તરીકે પૂજે છે. તામીલ દેશમાં નાગપૂજા બહુ છે. પશ્ચિમ ઘાટના એક ઊંચામાં ઊંચા શિખર ઉપર નાગ મંદિર છે. તેનું નામ સુબ્રમણ્ય છે. પર્વતનું નામ પુષ્પગિરિ છે. ૬૩ એ જ પૃ. ૨૬૮. ૬૪ એ જ પૃ. ૨૬૪. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy