SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ રૂ ૨૧૧ વેદકાળ સુધીનો જૂને હતો એમ આ ઉપરથી જણાય છે; અને અસુરોમાં એ પૂજા હશે એમ પણ સમજાય છે. નર્મદા કિનારે લકુલીશ પાશુપતાચાર્યનું સ્થાન, ગુજરાતને કિનારે પાશુપતના જોરવાળો, અને સિંધુ નદી ઉપર આ વસ્તુઓ નીકળી એ બધું ઘણું સૂચક છે. અસુરે નાગો વગેરે લોકોનું રહેઠાણું અને શિવપૂજાનું આદ્યસ્થાન હિદનો આ પશ્ચિમ કિનારો હતો એમ લાગ્યા વગર રહેતું નથી. શિવને સંબંધ પર્વત સાથે પાછળથી થએલો છે પરંતુ મૂળ સંબંધ જળ સાથે છે એ ભૂલવું જોઈએ નહિ.૬૯ અસુરે અને રકંદપૂજા શિવપુત્ર સુદ-કાર્તિકેય એ હિંદુ દેવોમાં બહુ ગુંચવણવાળી વ્યક્તિ છે. એના જન્મ માટે પુરાણોમાં જે વાતો આપી છે તેના વિરોધો જોતાં છતાં એનો શિવ સાથે કાંઈક સંબંધ છે એટલું તો વ્યક્ત થાય છે. પરંતુ એની જાતિ માટે અને કુલ માટે કાંઈ નિશ્ચય ન હોવાથી એને શિવપુત્ર કહ્યો જણાય છે. શિવપાર્વતિ, અગ્નિ, ગંગા અને કૃત્તિકાઓ; એ ચારેન એ પુત્ર ગણાય છે.૭૦ એને અવતાર તારકાસુરને મારવા માટે થયે છે.૭૧ એને લગતી પૌરાણિક પરંપરાઓ એને સરસ્વતીના તટપ્રદેશમાં મૂકે છે.૭૨ પુરાણોમાં મોટામાં મોટું સ્કંદપુરાણું એના નામ સાથે જોડાયું છે. એમાં માહેશ્વર ધમેનો પ્રચાર અંદે કર્યો એમ લખે છે.૭૩ સાત દિવસના બાળકે દેવસેનાનું આધિપત્ય લઇને મહીસાગર-ખંભાત-આગળ તારકાસુરને તો કોઈ વિદ્વાન પ્રકાશ નાખશે. આવલિંગ હાટકેશ્વર અને લિંગપૂજાની બાબત વધુ ભગવતી વાળા પરિશિષ્ટમાં જુઓ. ૬૯ પાતાલના લેખમાં શિવનાં જળને લગતાં નામે જુએ. જલાશ શબ્દ પણ એ સૂચવે છે. અહિબુદન્ય રુદ્રનું એક નામ છે તે વેદ પ્રમાણે જલ સાથે સંબંધ ધરાવે છે. શિવને પર્વત સાથે સંબંધ હોવાનું કાંઈ જળ્યું નથી એમ મહેન-જો-ડેરેના લેખક પૃ. પ૬માં લખે છે. ગુજરાત કાડીઆવાડને કિનારે વેદકાલમાં અસુરેનો નિવાસ અને આર્યેતર પૂજાઓ અને પાછળથી પશુપતોનો નિવાસ (પોરાણિક સમયમાં) એટલે ધર્મશાસ્ત્રોએ એ બાજી જવામાં પ્રાયશ્ચિત્ત આપ્યું. સરસવતી બ્રહ્માવર્તિમાંથી એ બાજુ આવી એટલે નિષાદ દેરામાં જવાથી નાશ પામી. શુદ્ર આભીરના પ્રતિદેશથી નાશ પામી એમ મહાભારત (શલ્યપર્વ)માં કહ્યું છે. શુદ્ધ આભીર દેશો આનર્ત રાષ્ટ્રના સાંનિધ્યમાં વરાહમિહિરે કહેલા છે. ૭૦ Elements of Hindu Iconography Vol. II. Part II. PP. 415-21. એમાં પુરાણેને આધારે કંદના માતાપિતા કોણ એ ચર્ચા કરેલી છે. અને ડૅ. ગોપીનાથરાવ એ નિર્ણય ઉપર આવ્યા છે કે કંદની જાતિ માટે ગુંચવણ ઊભી થઈ છે. "Thus then it will be seen a sort of confusion arose about the real parentage of 'Skanda.” (પૃ. ૪૨૦). ઇલોરાની ગુફાઓમાં રામેશ્વરના મંદિરમાં શિવનાં પાર્વતી સાથે લગ્ન થતા દેખાવની “કલ્યાણસુંદર' મૂર્તિ' (તામીલમાં કલ્યાણમ એટલે લગ્ન) નું શિલ્પ કોતરેલું છે. એમાં શિવ પાર્વતી સાથે લગ્ન કરે છે તે વખતે સાથે ગણેશ અને કાર્તિકેય પણ ઊભા છે! Ú. ગોપીનાથરાવ (એ જ. Vol. I. Part . P. ૩5૦) એમ માને છે કે આ બે દેવે પણ અનાદિ કાળથી હતા અને પાછળથી શિવપાર્વતીના પુત્રો કહેવાયા. ૭૧ કે. પુ. કૌ. ખંડના ઉલ્લેખ જોયા. બીજા બધા પિરાણિક ઉલ્લેખે એ વાત કહે છે તે જોયું. સ્કંદનું એક નામ જ તારકારિ છે અને પ્રતિભાવિધાન પ્રમાણે એ સ્વરૂપની ભિન્ન મૂર્તિ જાય છે. ૭૨ કે. પુ. કૌ. ખૂ. અ. ૪૭. પુરો વિદ્વાન પુષે સારતે સ્ટે | ભૂતપ્રેતપરાવનીમધિરામિવિશ્વેત |૮| સ સર્વાળિ મૂતને મર્યાદા વધારય // આ ઉલ્લેખ સ્કંદન સરસવતી તટ સાથે સંબંધ જોડવા ઉપરાંત સરસવતી તટે ભૂતપિશાચ વગેરેની વસ્તી અને એને રકંદ રાજા એમ બતાવે છે. ભૂતપિશાચ તે અસુરો પાછળના બ્રાહ્મણોએ નાદેલા અને Demonsના અર્થમાં ગણાયા તે લેવાના છે. મહાભારત શલ્યપર્વ પણ કંદને સરસ્વતી તટ સાથે સંબંધ જોડે છે. ૭૩ કંદપુરાણ. વ્યંકટેશ પ્રેસ આવૃત્તિમાં પ્રસ્તાવનામાં બૃહજારદીય પુરાણને ઉતારે. “ચત્ર મારા ધર્મા: goભુપેન For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy