SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ ભૂમિકા જે ખાસ જુદી તવારીખા લખાઈ છે એટલી જુદી ખીજાં પ્રાતા માટે ખાસ લખાઇ હોય એમ જાણ્યામાં નથી. એ તવારીખેાના ગુણદોષમાં ઊતરવાનું આ સ્થળ નથી. ગુજરાતને લગતી કેટલીક તવારીખાના પત્તા લાગતા નથી. જે મળે છે તેમાં તેના લેખકોના અધિકાર પ્રમાણે તેના ઉપર વજન મૂકી શકાય, હાજી અદ્દશ્મીરના અરબ્બીમાં લખેલા ગુજરાતના તિહાસ, મીર અબુ તુરાબને લખેલા ઇતિહાસ વગેરેના તરજૂમા હજી થયા નથી. એ થયા પછી ગૂજરાતની સ્વતંત્ર બાદશાહીના સમયના વધારે વિગતવાળા અહેવાલ મળી શકે. માગલાઈના પાછલા ભાગથી ખંભાતના રાજ્યની સ્થાપના સુધીના ઇતિહાસ માટે મિરાતે અહુમદીની વિગત ઉત્તમ કહી શકાય. એ બધા બનાવામાં કર્તાએ પેાતે સક્રિય ભાગ લીધેલે. એ ગ્રંથની કઈ નકલ કામમાં લેવી અગર કઇ નકલ ઉપરથી થએલા તરજૂમા ઉપયાગમાં લેવા એ સવાલ ખાસ વિચારવાના છે. એના ઘેાડા ભાગના તરજૂમા સર ક્લાઇવ ખેલી અને ડા. બહુઁ કરેલા છે તે વિશ્વસનીય નકલા ઉપરથી કરેલા છે. હાલ સુભાગ્યે દી. બ. રૃ. મા. ઝવેરી એ ગ્રંથના ઉત્તમ તરજૂમાની ખોટ પૂરી પાડે છે તે આનંદની વાત છે. ખંભાતને લગતી કેટલીક વિગતા મુંબાઈ સરકારનાં દફતરામાં છે. એ બધી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વખતની છે. એમાંથી અંગ્રેજી કેાડીને લગતી વિગત સિવાય ખંભાતના તિહાસને લગતી બીજી વિગત ભાગ્યે જ મળે તેમ છે. અંગ્રેજોએ મરાઠા સમયમાં રાજકીય પ્રકરણમાં જે ભાગ લીધેા તે તેા ઇતિહાસની જાહેર વાત છે, એટલે એ સંબંધીનાં સરકારી દફતરા વિશેષ પ્રકારા પાડતાં નથી. ખંભાત રાજ્ય નાનું છે, પરંતુ એનું મહત્ત્વ ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું છે. ધણા પ્રાચીન કાળમાં ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે ખંભાતના સ્થળે અગત્યના ભાગ ભજવેલા એ વાત સંદિગ્ધ અને વાદગ્રસ્ત જાણી બાજુએ મૂકીએ તાપણ આર્થિક પ્રવૃત્તિની દૃષ્ટિએ હિંદુસ્તાનના એક વખતના મેટામાં મેાટા બંદર તરીકે એનું સ્થાન આખા હિંદના આર્થિક તિહાસમાં મેલું છે. સ્વતંત્ર સંસ્થાન થયા પછી રાજકીય દૃષ્ટિએ એનું મહત્ત્વ એછું નહોતું. ઐતિહાસિક મહત્ત્વ હમેશાં કદ કે ધનસંપત્તિ ઉપરથી મપાતું નથી, પરંતુ દેશકાલ અને સંજોગાની પરિસ્થિતિની સરખામણી ઉપરથી મપાય છે. નિઝામનું રાજ્ય કદમાં અને સંપત્તિમાં હાલ આખા હિંદમાં સૌથી માટું છે, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ જે સંન્હેગામાં અને સમયમાં એ રાજ્ય ઊભું થયું તે જ સમય અને સંજોગામાં હિંદમાં ખીજાં ઘણાં રાજ્યેાની સાથે ખંભાતનું રાજ્ય પણ ઊભું થયું. નિઝામની ગાદીના સ્થાપકના દાદો અબ્દુલ્લાખાન ાિઝ જંગબહાદુર ગુજરાતનાં સૂક્ષ્મા હતા અને એની કબર હાલ અમદાવાદમાં છે તે થાડા જ જાણે છે. મૂળ નિઝામે પોતે પણ ઘેાડા વખત અમદાવાદની નામની સૂબેદારી કરેલી. ખંભાતની ગાદીના સ્થાપક મેામીનખાન બહાદુરની કબર પણ અમદાવાદમાં છે. એ પણ ગુજરાતના સૂબા હતા અને એમના પુત્ર મેામીનખાન બીજા પણ ગૂજરાતના સૂબા હતા. મેાગલ સમ્રાટ તરફથી એકને (નિઝામને) નિઝામ-ઉમ્મુલ્ક ફતેહજંગ બહાદુર આસાજડાના ઇલ્કાબ હતા; બીજાને (ખંભાતના નવાબને) નઝમુદ્દૌલા મુમતાઝુલમુલ્ક મેામીનખાન બહાદુર દિલાવરજંગના કિાબ હતા. મોગલ સામ્રાજ્યના સૂબા (પ્રાંત) માં ગૂજરાતની કિંમત દક્ષિણ કરતાં વધારે હતી. નિઝામ આસફજહાએ ઉમરમાં મોટા હોવાથી મેામીનખાન કરતાં થાડાં વર્ષ For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy