SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ રૂ અસુરે અને ગુજરાતને કિનારે દેવે અને અસુરે છાપ પણ દેશની સૌથી પ્રાચીન ઐતિહાસિક પરંપરા એ દેવાસુર સંગ્રામ. દેવો એટલે વેદના સમયમાં હિંદુસ્તાનમાં સૌથી છેલ્લી આવેલી લડાયક જાતિ. એને આપણે આને નામે ઓળખીએ છીએ. આ જાતિ હિંદુસ્તાનમાં આવી તે પહેલાં બીજી એક જાતિ આવીને વસેલી હતી. એ અસુર જાતિ. એ જાતિની પરંપરા આપણે ભૂલી ગયા કે ઉલટી રીતે સમજ્યા. એટલે અસુર નામની સાથે વાધ વરની પેઠે આપણને ભય પેદા થાય છે. અસુર એટલે લાંબુ નાક, સિંહ જેવા દાંત અને શિંગડાં વાળાં ભયંકર પ્રાણી નહિ પરંતુ એક વિશિષ્ટ સંસ્કૃતિવાળી, આર્યોના હિંદમાં આવતા પહેલાં સિંધુ અને સરસ્વતીના મુખપ્રદેશથી છેક ઉપરના ભાગ સુધી વસી રહેલી ૩ આપણા જેવી મનુષ્યની જતિ. આ જાતિ હિંદની જ વતની કે બહારથી આવેલી એ વિષય બહુ વાદગ્રસ્ત હોવાથી અહીં ચર્ચીશું નહિ.૪ ૧ “આ પૃથ્વી પહેલાં દૈત્ય-અસુરની હતી” ઈત્યાદિ પુરાણવચનને અર્થ એ છે કે દેવે એટલે આર્યો પાછળથી આવ્યા અને તે આવ્યા ત્યારે અસુરો વસી ચુકેલા હતા. રામાયણ મહાભારતાદિમાં આ વર્ણન કરેલાં છે. પૂર્વે સમુદ્રથી વિટાએલી આ પૃવી દૈની હતી, પરંતુ દીતિપુત્રોને હરાવી દેવાએ જીતી લીધી. રામાયણ બાલકાંડ-સર્ગ ૪૫માં સમુદ્રમંથન વર્ણનમાં પણ આપેલું છે. ૨ અસુરને અર્થ યાતુધાનના અર્થમાં કર્યો એટલું જ નહિ પણ વિદ્વાન ટીકાકારો પણ અસુ એટલે પ્રાણ ઉપરથી અસુર શબ્દની વ્યુત્પત્તિ કરવા પ્રેરાયા. વેદના પદ્ધતિસર અર્થ કરનાર સર્વથી પ્રાચીન ધારકના પહેલાં પણ ઘણા પ્રયત્નો અર્થ કરવા માટે થયા હતા. એટલે યારક (ઈ.સ. પૂર્વે સાતમી સદી) પહેલાં પણ દાર્થ યથાર્થ રીતે ભૂલાવા માંડયા હતા. પરંતુ અસુરો પૂર્વે એટલે આર્યોને સ્થાને હતા અને દેવને અર્થ આજે જે રીતે માનીએ છીએ તે રીતે પણ પૂર્વે અસુર એ જ રથાને હતા. એ પરંપરા ભાષાએ સાચવી છે. જુઓ પુરા ચૈત્યનુાિનવા:lpવાિળા વિતતા પૂવા શુષ://અમર/l દેવ એ માત્ર માનવાચક શબ્દ જ ગણવાને. પૂર્વદેવાઃ એ શબ્દ પહેલાં અસુરે આર્યો-૮ જેટલા માનવાળા ને સત્તાવાળા હતા એમ બતાવે છે. ૩ Asura in India: By Anant Prasad Banerjee Shastri P. 5, 18 વગેરે. આ બાબત ચર્ચા આગળ કરીશું. ૪ અસુર ાતિ આર્યતર જાતિ હતી એ તે હવે ધણાખરા વિદ્વાને કબૂલ કરે છે પરંતુ અસુર જાતિને એસિરિયા સાથે સંબંધ 'છે અને એસિરિયાનું અશર શહેર અસુર જાતિના કાંઈક મેટા સંબંધથી પડેલું વગેરે હાલ મનાવા લાગ્યું છે. ડેલે મહેન ડેરે અને હરપ્પાની મહેરછાપ (seals) ઉકેલવાનો પ્રયત્ન કરી વેદના કવ, ઔશિજ, કક્ષિવાન વગેરે મુનિઓ એસિરિયાના ૮ હતા અને સિંધુના મુખ આગળ આવીને વસ્યા હતા એમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. પરંતુ વેડેલની દલીલોને હજી પૂરતું સમર્થન મળ્યું નથી તેમજ એસિરિયા અને હિંદના કિનારાના ભાગ સુધી કાઈ સમાન સંરકૃતિનાં લક્ષણ જણાવાનું કબૂલ કર્યા છતાં પણ એ મહોર છાપો વૈદિક ઋષિઓની છે એવું સર જોન માર્શલ કે મહેન-જો-ડેરેની શોધ કરનારામાંથી કઇએ અગર હિંદના કોઈ પ્રમાણભૂત પુરાવિદેહ કબૂલ કર્યું નથી. એટલે વડેલનાં અનુમાને હજી માત્ર અનુમાને જ રહે છે, અને સિંધુ તટની સંસ્કૃતિનો જન્મ હિંદુસ્તાનની ભૂમિ ઉપર થશે કે એસિરિયા વગેરે દેશમાં થયો તે હજી સુધી સિદ્ધ થયું નથી. હિંદુસ્તાનમાં સિધુ તટ ઉપર જન્મેલી સંસ્કૃતિ છેક ભૂમધ્ય સમુદ્રના તટપ્રદેશ સુધી ગઈ એ એક મત છે; તે જ બીજે મત ત્યાંની સરકૃતિ હિંદુસ્તાનમાં આવી એવો પણ છે. મહેન-જો-ડેરેના લેખે અને મહોર છાપોના સત્ય અને સંતોષકારક ઉકેલ For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy