SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ આ ૧૯૫ ઊંચે ચઢાવી કચ્છના અખાત પાસે લઈ જતા હેાવાથી સરસ્વતીને કચ્છના રણના ઉપલા ભાગને મેળવે છે, એ મેાટી ખંડસ્થ નદી તેજ નર્મદા એમ માને છે અને જે રસ્તે આપણે સરસ્વતીને કચ્છના રણની નજીકથી ખંભાત અખાતમાં લાવવા પ્રયત્ન કર્યાં તે જ રસ્તે શ્રીયુત અમરનાથદાસ નર્મદાને ઊંચે કચ્છના અખાતને મેળવવા ચઢાવે છે. તાત્પર્ય એ છે કે ભાવનગર પાસે થઈ કચ્છના અખાત સુધી કોઈ મેાટી નદી છે એટલું તેા નક્કી થાય છે. હવે શ્રીદાસ કહે છે તેમ નર્મદાને ઊંચે ચઢવાના સંભવ નથી અને એમ નક્કી કરવા માટે કાઈ જાતના આધાર પણ નથી; જ્યારે એ જ રસ્તે સરસ્વતીને નીચે ઉતારવા માટે પરંપરાના અનેક આધારો છે. સરસ્વતી એ જ ભાગીરથી ગંગા હાય ! કપિલમુનિને સરસ્વતી સાથે સંબંધ છે એ એયું. એજ પિલદેવના પાતાળ સાથે સંબંધ પુરાણા તેડે છે. સાગરપુત્રાએ પાતાળ સુધી ખેાદી નાંખ્યું અને કપિલે એમને ભસ્મ કરી નાંખ્યા. એમના ઉધ્ધાર કરવા ભગીરથે સ્વર્ગમાંથી ભાગીરથી ગંગા ઉતારીને સમુદ્ર સુધી એને લઈ ગયા. આ કથાનું પૌરાણિક પડ ઉકેલવાનું આ સ્થાન નથી. પરંતુ આ બીનાને પૂર્વના ગંગાસાગર સાથે સંબંધ નથી પણ પશ્ચિમના સરસ્વતી સંગમ (અરબીસમુદ્ર) ને સંબંધ છે.૮૧ ગુજરાતના કિનારાના પાતાળ સાથે સંબંધ, અસુરોનું સ્થાન અને નાગલેાકની ભાગવતી વગેરે ખાખતાની આગળ જુદા પરિશિષ્ટમાં ચર્ચા કરીશું. ટૂંકામાં સગાના સંબંધ પશ્ચિમ સાથે છે, પૂર્વ સાથે નથી. કપિલ સાથેની લડાઈ એમને સરસ્વતી અને ગુજરાતના કિનારા સુધી લાવે છે, અને Gujarat peninsula, and debouching into the sea in its nabourhood, the mainland lying to the east of the river, the outlet to the sea must have been towards the west, and then north or south; thus we have it that the gulf of Cambay did not exist, and it was firm land through which the Bhavnagar river entered mainland; its outlet to the sea to its west.' (Italics are mine.) આમ ખંભાતના અખાતની જગ્યાએ અખાત નહિ પણ જમીન, પરંતુ એની અંદરથી— એ જ જગ્યાએ ભાવનગર' નદી ઉત્તર તરફે વહેતી બતાવી પછી એ નદી તે નદા એમ લખે છે. આ વર્ણનના પટ તે નાઁદા નહિ પણ સરસ્વતી, રા. દાસના લખેલેા પટ ખરા પણ નદી ખેાટી. રા. દાસ આગળ (પૃ. ૧૨૦~૧) લખે છે કે ભાગીરથી ગંગા સરસ્વતી સાથે સંબંધ ધરાવતી, અને પદ્મપુરાણને આધારે એને (ગંગાને) સરસ્વતી સાથે પશ્ચિમ સમુદ્ર તરફ મળતી લખે છે. સરરવતી નાશ થયા પછી ગંગા પૂર્વ તરફ વળી. સરવતીના ટુકડા થયા. દરિયાનું એનું મુખ કપાઈ ગયું. ઉપરના પૂર્વ તરફના પ્રવાહ જમના સાથે ગંગામાં ગયા. પશ્ચિમના પ્રવાહ સતલજ સાથે સિંધુમાં ગયા. કેટલુંક પાણી ધઘરમાં જઇને સુકાઈ ગયું. રજપુતાનાનું રણુ થઈ ગયું. આ પ્રમાણે રા. દાસ જુદી રીતે પણ આપણા અનુમાનને ટેકા આપે છે. ભાગીરથી ગંગા પશ્ચિમ તરફ જતી એ વાત સરવતી પાતે જ મૂળ ભાગીરથી ગંગા અને એને નાશ થયા પછી એનું નામ અને પાવનત્વ હાલની જાન્હવી ગંગામાં ગયું એ આપણા અનુમાનને પુષ્ટિ આપે છે. અને ટાલેમીનાં ગંગાના મુખનાં નામેાના ખરા સંબંધ સરસ્વતીના મુખ સાથે હોવાના અનુમાનને પણ ટેકા આપે છે. (કૅમ્બીસેાન), ઉત્તર ગૂજરાતની નાની નદીએ એ સરસ્વતીના દક્ષિણ પ્રવાહના ટુકડા, ૮૧ કં, પુ. આત્યંત્યખંડાન્તગત રેવાખંડ, અ. ૧૭પ, ક્ષેા. ૧ થી ૧૦. વળી ભાગવત પં. અ. ૧૭માં વિષ્ણુ પાદકી ગંગાના ચાર પ્રવાહેામાંના એક મેરુ પર્વત ઉપરથી બ્રહ્માતી નગરીમાં થઈ ઘણાં શિખરો મૂકી ભરતખંડમાં આવી દક્ષિણ સમુદ્રને મળે છે એનું નામ અલકનંદા. આ નદી તે હાલની ગંગા નહિ પણ સરસ્વતી. પુરાણકારોએ આ વર્ગગંગાને સાત નામે અને સાત રૂપે કહેલી છે તેમાં ભાગીરથી તે સરસ્વતી, સરસ્વતીનાં નામેમાં એનું નંદા નામ છે તે આ અલકનંદાનું ટૂંકું રૂપ છે. હાલની ગંગા એ જાન્હવી ગંગા. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy