SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિયિષ્ટ માં ૧૩ સાથે છે. તેમાં કર્દમ, કપિલ, અને દધીચિને સંબંધ તે ખાસ કરીને સરસ્વતી સાથે જ છે. લોકપરંપરા પ્રમાણે પણ કર્દમ અને કપિલના આશ્રમ સિદ્ધપુરની સરસ્વતી અને કાઠીઆવાડની સરસ્વતી બંને જગ્યાએ મનાય છે. દધીચિનો આશ્રમ સાબરમતી અને સિદ્ધપુરની સરસ્વતી ઉપર મનાય છે.૭૨ વૈદિક ભગુઓ અને પૂઓનું સ્થાન સરસ્વતીને તટપ્રદેશ જ હતું.૭૩ લોકકથા ભૃગુઓને નર્મદાના મુખ પાસે મૂકે છે.૭૪ યદુ આદિ પાંચ જાતિઓ પશ્ચિમ હિદના જલના રસ્તાઓની સ્વામી હતી, અને સિધુ- - સરસ્વતી નદીઓ મુખથી મૂળ સુધી એમના કબજામાં હતી.૭૫ આ જાતિઓને અને ખાસ કરીને દુઓને ગૂજરાત સાથે સંબંધ પરંપરાથી જાણીતા છે. આ બધાનો સાથે વિચાર કરતાં ખંભાતના અખાતના મુખથી હાલના ગુજરાત અને કાઠીઆવાડની વચ્ચે થઈ આબુ પાસે થઈવૈદિક સરસ્વતી ઉત્તરમાં હિમાલય સુધી ચાલી જતી એમ સમજાય છે. સરસ્વતીને દરિયા જે પ્રવાહ અને પાશ્ચમ હિંદનું રણ સિંધુ નદીનું નામ સમુદ્રને પર્યાય થયો તેમ સરસ્વતીનું પુલિલગ સરસ્વાન પણ સમુદ્રને પર્યાય થયો. આ બીના અર્થહીન નથી. આ શબ્દોને લીધે વેદમાં વપરાતા ખુદ સમુદ્ર શબ્દ પણ સાગરવાચક નથી, માત્ર મોટી નદીને માટે છે એમ કેટલાક આપણું તથા યુરોપીય વિદ્વાને માને છે તે બરાબર નથી,૭૬ ૭૨ પ્રભાસખંડ અને સરસ્વતી માહાત્મ્ય. વળી દધીચિવાળી કથા સામતી માહામ્યમાં પદ્મપુરાણમાં પણ આપેલી છે. (૫. ઉ અ. ૧૪૮). ૫. ઉ. અ. ૧૫૬માં સરસ્વતીની પેઠે સાભ્રમતીને પણ પ્રાચી કહી છે. સરસ્વતી માતામ્યમાં દધીચિની કથા અને આશ્રમ સરસ્વતી તીરે કહેલ છે. (દધિસ્થલી-દેથલી પાસે!) અહીં દધીચિને ભાર્ગવ કહ્યા છે. મહા. વન, અ. ૧ લો. ૧૮૫-૭માં સરરવતી તટે દધીચી તીર્થ કહ્યું છે અને ત્યાં અંગિરસ કુલના સારસ્વત રહેતા હતા એમ લખ્યું છે. ત્યાં નહાવાથી સારસ્વતી ગતિ થાય છે. આ સારસ્વત તે પદ્મપુરાણના પિપલાદ જેનું તીર્થ સોમતીર્થ પહેલાં આવે છે. મહા. વન, અ. ૮૧માં-૧૧પમાં સપ્ત સારસ્વત તીર્થ લખે છે તે જ તીર્થ સાબરમતી તટે સપ્તધાર નામનું લખતાં પદ્મપુરાણ ઉ. ખૂ. અ. ૧૩૬માં કહે છે કે એનું નામ કૃતયુગમાં સપ્ત સારસ્વત હતું અને ત્રેતામાં મંકિતીર્થ હતું. આ મંકિ મહર્ષિ તે મંકણક મુનિ એમ સમજાય છે કારણકે એ તીર્થને એની સાથે સંબંધ છે. સ્કંદ. નાગરખંડમાં આ મુનિએ હાટકેશ્વર ક્ષેત્રમાં અગત્યનો ભાગ ભજવેલો છે. વનપર્વ એશનસ તીર્થ લખે છે તેને પદ્મપુરાણ સાબરમતી તટે ખડગધાર તીર્થ પાસે મૂકે છે. આ તીર્થ ગુપ્ત છે. વળી વનપE લખેલું પ્રસિદ્ધ કપાલમેચન તીર્થ પદ્મપુરાણ ઉ. ખૂ. અ. ૧૩૨ લો. ૬માં સાબરમતીને તટે લખે છે. આ બધું સાથે વિચારતાં એમ સમજાય છે, વનપર્વે શહયપર્વે કુરુક્ષેત્રમાં મલાં તીર્થો બીજી પરંપરા પ્રમાણે ગૂજરાતને સાહચમાં દેખાય છે. વનપર્વ અને શત્ર્યપર્વમાં સરસ્વતીનાં તીર્થે પ્રભાસની પાસે બેચાર ગણાવી બાકીનાં બધાં કુરુક્ષેત્રમાં ભેગાં કરી મૂકી દીધેલાં જણાય છે. આમ થવું અશક્ય છે. પ્રભાસ અને કુરુક્ષેત્ર વચ્ચેના લાંબા પ્રવાહમાં બેચાર તીર્થ હોય એ માનવા જેવું નથી. એટલે એનો અર્થ એ કે વચ્ચેનાં તીર્થો પ્રવાહ લુપ્ત થયા પછી ભેગાં કરી કુરુક્ષેત્રની આસપાસ ગોઠવી દેવાયાં. સરસ્વતીના પ્રવાહના ગૂજરાતની હદમાં ટુકડા થઈ ગયા, ને તેનાં તીર્થ બે જગ્યાએ ગોઠવાયાં. અહીં એ પણ નોંધવા જેવું છે કે સરરવતી તીરે આવેલા કમાશ્રમમાં પોતાની પુત્રીને કમને આપી પાછા વળતાં મનુ રથમાં બેસી જતાં સરસ્વતીના બને તટના આશ્રમો જોતા જોતા ગયા એમ ભાગવત લખે છે. (ઠંધ. ૩. અ. ૨૨) આનો અર્થ એ કે મનુ રથને બદલે વહાણમાં ગયા. એક કિનારા પર ચાલતા રથમાંથી સરસ્વતી જેવડી નદીના બનને કિનારે એક સાથે જોવાય નહિ, વહાણમાં વચ્ચેથી જવાય. અ. ૨૧માં કદમાશ્રમ સરસ્વતી તીરે કહ્યો છે.. ૭૩ સ. ૭-૯૬-૨. પાંચ જાતિઓ (અસુરોની) માટે રૂ. ૬-૬૧-૧૨ જુઓ. પાંચ નતિમાં યદુઓને પણ ગણે છે. ૭૪ ખંભાતનો અખાત સરસ્વતીનું મુખ હેય અને નર્મદા એને મળે એટલે ભગુઓનું બને સાથે સાહચર્ય કરે. 4 Asura in India. By A. Banerjee Shastri. P. 48-51. ૭૬ આ વિષયની વધુ ચર્ચાને અહીં સ્થાન નથી. વિગત માટે જુઓ Indian His. Quarterly Vol. VIII. 2. માં For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy