SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ પરિશિષ્ટ આ છાવધતા ફેરફાર સાથે રહ્યા. સપ્તસિંધુની પેઠે સસસારસ્વત રહ્યું પણ એની સાત સખીઓને જુદેજુદે નામે ગમે ત્યાં રાંબંધ વગર ગોઠવી દીધી. એનાં તીર્થોને કોઈ જાતના ક્રમ વગર ગમે ત્યાં ગોઠવી દીધાં. ૬૭ ઘણાં તીન પત્તો લાગતો નથી તે આ નવા પ્રવાહને રસ્તે શોધવામાં આવે તે જડે. જોકે સરસ્વતીની સાથે એનાં ઘણાં તીર્થો નાશ પણ પામ્યાં છે. આવાં તીર્થો સરસ્વતીનો નીચલે પ્રવાહ નકી ન થવાથી કેટલાક વિદ્વાન કુરુક્ષેત્રમાં બેસાડી દે છે તે બરાબર નથી. શંખતીર્થે, નાગધન્વનતીર્થ, સમતીર્થ વગેરેને કુરુક્ષેત્રમાં મૂકવા માટે કલ્પનાનો પણ આધાર નથી; સરખા અવાજવાળાં સ્થળો પણ ત્યાં નથી. ગુજરાતમાં ઉપર જણાવેલા સરસ્વતીના નાશ પામેલા પ્રવાહની નજીકમાં એવાં નામના સ્થળે મળી આવે છે. વીઆરમાં શંખપુર,૬૮ સાબરમતીને કાંઠે સેમતીર્થ, અને ખંભાતના અખાતને કાંઠે ભાવનગર પાસે નાગધનિબ૭૦ ગામ પિરાણિક પરંપરાને વધારે ટેકે આપે છે. ભાવનગરના સિહોરસિહપુર-ગામનું પ્રાચીન નામ સારસ્વતપુર છે, અને એ નામ માટે સરસ્વતીના સંબંધ સિવાય બીજું કઈ કારણું બંધ બેસે તેમ નથી. સારસ્વત બ્રાહ્મણને ત્યાં સંબંધ નથી. સરસ્વતી તટના પ્રાચીન આશ્રમે લુગુ, ચ્યવન, કર્દમ, કપિલ, દધીચિ વગેરે પ્રાચીન ઋષિઓનો સંબંધ ખાસ કરીને હિંદના પશ્ચિમ ભાગ ૬૬ શલ્યપર્વ અ. ૩૯-૪. સુપ્રભા, કાંચનાક્ષી. વિશાલા, મનોરમા, સરસ્વતી, એ વતી, સુરેણ, વિમલદકા એટલાં નામ મહાભારતમાં ગણાવ્યાં છે. આ સાત નામે સરસ્વતીને ઉત્તર હિંદમાં ગયા વગેરે જગ્યાઓએ વહેંચી દીધી છે. પ્રભાસખંડ અને માહાસ્યમાં જુદાં નામ છે. આમ આ નામમાં ફેર ઉપરાંત વહેચણી જ બતાવે છે કે સરરવતીના સર્વસ્વના ટુકડા કુદરતે અને પુરાણકારોએ કરી નાખ્યા છે. (નામની વિગત માટે ઉપરનું શલ્યપર્વ, ઉપરાંત પિરાણિક કથાકેલ, પ્રભાસખંડ અને સરસ્વતી માહાસ્ય જુઓ). ૬૭ મહાભારતમાં કોઈ જાતને ક્રમ સાચવેલો નથી. માહાઓ અને પુરાણમાં કાંઈક ક્રમ છે. શલ્ય પર્વમાં તો પ્રભાસથી ઉપડી બેએક તીર્થ ગણાવી એકદમ કુરુક્ષેત્રમાં લઈ જવામાં આવે છે. શિલ્ય પર્વના લેખકને પ્રભાસ આગળ સરરવતીની પરંપરા અને મુખ, તથા કુરુક્ષેત્રથી હિમાલય સુધી પ્રવાહ એથી વધારે કાંઇ ખબર નથી. ૬૮ શલ્યપ અ. ૩૭. ર. પુ. નાગરખંડ અ. ૧૧. શલ્ય પર્વમાં એને સરસવતી તીરે કહ્યું છે. નાગરખંડ આનર્ત દેશમાં વિશ્વામિત્રના આશ્રમ પાસે કહે છે. મહાભારતમાં “સાગરાપે સાગરની પાસે નીચી જમીનમાં પાંગતીર્થમાં વિશ્વામિત્રે તપ કરી બ્રાહ્મણ મેળવેલું એમ લખે છે. એટલે વિશ્વામિત્રના આશ્રમ પાસેનું શંખતીર્થ સાગરની નજીકમાં સરસ્વતી તીરે આવે. કચ્છના રણના પૂર્વાવતાર સમુદ્રની નજીક ઝીલાણતીર્થ પાસે સમુદ્રની નજીક થઈને વહેતી સરરવનીના તીરે શંખતીર્થ હોય તો જ “સાગરાનુ બંધ બેસે એવી જગ્યા મહાભારતના આધારે કરુક્ષેત્રમાં કેટલાક બેસાડે છે તેમ કઈ બેસાડે તો બંધ બેસે નહિ. શંખપુરવઠીઆરમાં છે તે બરાબર આ જગ્યાએ આવી રહે છે. ૬૯ પદ્મપુરાણ ઉત્તરાખંડ અ. ૧૫૪. સોમતીર્થ તો છેતં સત્રમ ટે તારાચત્રનિર્ચ નિરમવદ્રિવ: સરરવતીના માહામ્યમાં સોમતીર્થ સરરવતી તટે કહેલું છે. મહા. વનપર્વ અ. ૮૧માં પણ એને સરસવતી તટે કહ્યું છે. તે કેટલાક કુરૂક્ષેત્રમાં માને છે તે ભ્રમ છે. ૭૦ શલ્ય પર્વ બલદેવ તીર્થયાત્રા: કાડીઅવાડ ગેઝેટીઅરના લેખકે આ ગામનું નામ ત્યાં નાગનો ધ્વનિ થાય છે માટે નાગધ્વનિ એવું બેસાડેલું છે. પરંતુ એ માટે આધાર નથી. ધ્વનિમાં ધન વ જડેલો છે જ્યારે ધન્વનમાં ધ આપે છે અને મને વ જડેલો છે અને ધનિબ' શબ્દ ધવનને વધારે બંધ બેસે છે, ધ્વનિને નહિ. વૃનિમાં “બ”નો ખુલાસે થતું નથી. વર્ણન માટે કા, ગેઝેટીઅર જુઓ. | ૭૧ કાઠીઆવાડ સર્વસંગ્રહ પૃ. ૫૮૯. શિહેર પરાણિક સ્થળ છે. એનું સિંહપુરથી પ્રાચીન આ નામ છે. * બા. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy