SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૯ પરિશિષ્ટ ય મોટા કહેવાયા. વેદના સ્તંભવરૂપ સનાતનતમ પરમેશ્વર સ્તંભદેવ ઉપરથી શિવના લિંગની પૂજાનું મૂળ પુરાણા એ આ જવાળામય અમેય સ્તંભલિંગરૂપે ઉપજાવ્યું છે. એમાં સ્વતંત્ર સ્તંભ પૂજા અને એના મૂળરૂપ લિગ (શિશ્નપૂજા)નો સમાવેશ થાય છે. પ્રજનન કાર્યમાં તત્પર એવા ખંભમાંથી પુરાણપુરુષ હિરણ્યગર્ભ થયા, અને જળમાં ઊભેલા હિરણ્યમય વેતસરૂપ એ ગુહ્ય પ્રજાપતિ છે એ વેદના શબ્દો પુરાણોએ શિવને પ્રજાપતિ કહ્યા છે તેને ટેકો આપે છે. ૬૩ પ્રજાપતિ થતાં પોતાના જેવાં પ્રાણીઓ ઉત્પન્ન કર્યો અને બ્રહ્મદેવ અપ્રસન્ન થયા તેથી શિવે લિંગનો ત્યાગ કર્યો અને લિંગ પૂજાવા લાગ્યું, એવી કથા છે.૧૪ આ બધી કથાઓ કુંભને શિવલિંગમાં અધ્યારેપ થયે એ સૂચવે છે. પુરાણે પ્રમાણે રકંભ અને શિવ ભ શબ્દ શિવના પર્યાય તરીકે જડતો નથી એ ખરું છે, પરંતુ શિવનાં નામોમાં વિદ્ધબિન શબ્દ છે અને એનો અર્થ રતંભ પણ થાય છે. ૬૫ એ શબ્દમાં ધાતુ સ્કલ્ છે. એટલે ભને રુદ્ર શિવની સંધિ થયા પછી શિવ શબ્દકોષમાં દાખલ નથી કર્યો એમાં સંભના મૂળ અર્થની પરંપરા તે સમયના બ્રાહ્મણોને ખબર હોય અને વૈદિકનું મન મનવવા એમ કર્યું હોય. પરંતુ આડકતરી રીતે વિકૅમિન નામમાં ધાત્વર્થ તરીકે એ શબ્દ રહ્યો છે એ એનો સંબંધ વ્યક્ત કરે છે. શિવનાં નામોમાં આવી રીતનાં અનેક વિચિત્ર નામો શિવની એતિહાસિક પરંપરાને રસમય બનાવે છે. ૬ ૬૨ ઉપરના વર્ણન મુજબ અમેય લિગમાંથી શિવ ઉત્પન્ન ક્યા એ જાતની પ્રતિમાને લિગોભવ મૂર્તિ કહે છે. એવાં લિંગ આજે ભીટામાં અને મદ્રાસ પાસે ગુડમોલમાં છે. આ બંને લિગો હૈં. ગોપીનાથ રાવ અને બેનરજીના મત પ્રમાણે ઘણાં પ્રાચીન છે અને એમને 'સ. પૂર્વે પહેલા શતકનાં માનવામાં આવે છે. લિંગને આકાર કુદરતી ઉપસ્થના આકારને છે અને વચ્ચે શિવની મનુષ્યાકૃતિની મૂર્તિ છે. એનાં ચિવ ડૉ. ગોપીનાથે એમના Ele. of Hind. leo. પુ. ૨ ભા. ૧માં આપ્યાં છે તે ખાસ જોવા જેવાં છે. આ સ્તંભલિગ કુદરતી ઉપસ્થ આકારનાં છે એ વાત સ્વતંત્ર સ્તંભ--સ્વતંત્ર લિગ-કુંભ-અને શિવજીને આખો તિહાસ વ્યક્ત કરે છે. લિંગને કુદરતી ઉપથ જેવું બનાવવાનું પાછળથી બંધ કરી ચોક્કસ લંબગોળ રૂપ (Conventional) પાછળથી અપાયું હશે, એવું એક લિગ બેઝવાડામાં મેં જોયું છે. એ ભૂરા આરસનું સીધું ખંભાકાર છે. વચ્ચે શિવની મૂર્તિ હરણ અને પરશુ લઈ ઊભી છે. ઉપર બ્રહ્મા હંસરૂપે અને નીચે વિષ્ણુ વિરહરૂપે છે. લિંગ જમીનની ઉપર સાડાપાંચ ફીટથી વધારે છે. કંપની પિરાણિક ભાવનાવાળાં તંભલિગને આ નમૂને જોવાલાયક છે. એનું ચિત્ર બહાર ન પડેલું હોવાથી અને સ્તંભલિંગનો ખ્યાલ લાવવાની અહીં જરૂર હોવાથી અહીં એનું ચિત્ર આપ્યું છે. એ આંધ્રમાં અમરાવતીનાં ખંડેરોમાંથી નીકળ્યાનું કહેવાય છે. એટલે છઠ્ઠી સદીનું હશે. $35114114214. Ele. of Hindu. Ico. II. P. 57-58. It is this same FFF that has given birth to the Puranic story of Shiva's appearence as a blazing Pillar between all and fatos. ૬૪ આ કથા સાથે બીજી કથા પુરાણમાં એવી છે કે તાપસના વનમાં એમની સ્ત્રીઓ પાસે શિવ નગ્નરવરૂપે ભિક્ષાર્થે ગયા. તેથી તાપસોએ લિગ ખરી પડે એ શાપ દીધો. તેથી ઉત્પાત થવાથી દેવોએ લિંગ પૂજવા માંડ્યું. એમાં સ્પષ્ટ લખે છે કે દેવોએ એને “સ્થાને મૂક્યું અને બ્રહ્માએ “તદાકાર” એટલે કુદરતી ઉપરથ જેવું લિગ હાટકનું બનાવ્યું ને પળ્યું એ હાટકેશ્વર મૂળ હાટકેશ્વર માટેનો આ ઉલેખ ગૂજરાતમાં આવું લિગ હેવાનું સિદ્ધ કરે છે. આ બાબતની વધુ ચર્ચા પરિશિષ્ટ ઉ ભેગ. વતી'માં કરી છે તેમાં ખાસ કરીને નોટ અંક ૮૩ જુઓ, ૬૫વિષ્કલિનને સ્તંભ અર્થ સંસ્કૃત કોષમાં છે. જુઓ આપતેને કે. ૬૬ જાઓ મહાભારત શાંતિપર્વ. દાનધર્મમાં આપેલાં નામે. એમાં અહીં ખાસ આ નેધવા જેવાં છેઃ સ્થાણુ, સુવર્ણરેતમ્, ઊર્ધ્વસિંગ, મેદ, મહાલિંગ. બી વિચિત્ર નામો આગળ જઈશું. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy