SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ પરિશિષ્ટ ૧ આ શિવપૂજા પણ વેદકાલ જેટલી જ જૂની અને વેદથી સ્વતંત્ર થતી હતી એ મોહેન જે ડેરાના અવશેષો પર અને પાશુપત સંપ્રદાયનો ઈતિહાસ સિદ્ધ કરે છે.૫૭ વેદના આર્યોના દેવ છે કે આર્યતર દેવ એ મતભેદને વિષય છે.૫૮ પરંતુ સ્વતંત્ર શૈવ માતા અને વૈદિક દ્ધ જ્યારે એક થઈ પૌરાણિક દ્રશિવ થયા તે પહેલાં વૈદિકે શૈવ મતોનો સતત વિરોધ કરતા હતા.૫૯ આ બે મતોના સમાધાન અને વિરોધની ઐતિહાસિક પરંપરાની ધરૂપ શિવ પુરાણોનો ઉદ્દભવ થયો. એમાંથી સ્તંભની ભાવનાને શિવના લિંગમાં અધ્યારોપ થયો તેની ઝાંખી માલૂમ પડે છે. પુરાણે પ્રમાણે લિંગપૂજાની ઉત્પત્તિ લિંગપૂજાની ઉત્પત્તિ આપણુ પુરાણ પ્રમાણે બેત્રણ રીતે મનાય છે. એટલે એને માટે પણ ખંભાતના સ્તંભતીર્થ નામની પેઠે પુરાણુ પોતે જ એકમત નથી. એ વસ્તુસ્થિતિ છે કે પ્રાચીન સ્વતંત્ર લિંગપૂજાના અસ્તિત્વનું સૂચન કરે છે. આપણે ખંભાકાર લિંગપૂજન સાથે જ અહીં સંબંધ છે. લિગપુરાણદિ શૈવ પુરાણાએ એ કથા આપી છે. એક સમયે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે કણ મેટું એ બાબતમાં ભારે યુદ્ધ થયું. એવામાં એમની સામે પ્રચંડ તેજવાળું જતિમય લિંગ અમેય સ્તંભ જેવું ખડું થયું. ૧૦ બને દેવે ચકિત થઈ આ પદાર્થ શું છે તેની શોધ કરવા લડતા બંધ પડયા. બ્રહ્મદેવે હંસનું રૂપ લઈ આ સ્તંભ-લિંગનો ઉપરનો છેડો શોધવા અને વિષ્ણુએ વરાહ થઈ એને નીચેને છેડો શોધવા ઠરાવ્યું. સમય જતાં બંને થાકીને પાછા આવ્યા, પણ છેડા જડ્યા નહિ. બંનેએ એ જવાળામય રતંભની સ્તુતિ કરી, અને શિવ પ્રગટ થયા. બ્રહ્મા અને વિષ્ણુ નમ્યા. એવી અમેય સ્તંભમાંથી ઉત્પન્ન થએલી શિવમતિને લિગોદભવ મૂર્તિ કહે છે. ૬૧ આ બંને આદિ દેવ નયા એ મહાદેવ સર્વથી 45 P Mohenjo Daro, Chap. V. પ૭ એ માટે જુઓ દુ. કે. શાસ્ત્રીકૃત શૈવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૪૮, પુરાણે પાશુપતાચાર્ય લકુલીશને શ્રીકૃષ્ણ વાસુદેવના સમકાલીન માને છે. એને અર્થ ભાંડારકરાદિ વિદ્વાનો એ મતને પાંચરાત્રને સમકાલીન માની ઈ. સ. પૂર્વે બીજા શતકમાં શરૂ થયો કહે છે. પરંતુ મને લાગે છે કે આ મત હવે ફેરવો જોઇએ. કદાચ પુરાણનો મત ખરે ઠરે અને સેવા મત વિદકાળ જેટલો પ્રાચીન ગણાય. મોહેન ડેરોમાંથી જડેલી ત્રિમુખ શિવની મૂર્તિ પશુઓથી વીંટળાએલી છે અને એને શિવના પૂર્વરૂપ કઈ અજ્ઞાત દેવની મૂર્તિ કહે છે. લિંગ પણ જડ્યાં છે. આ બધું આર્યોએ શિવપૂજા ગ્રહણ કર્યા પહેલાં સેંકડો સૈકાથી શિવપૂજા–અગર એ પૂજા જેમાંથી નીકળી હશે તે મૂળ એ જાતની પૂજા–થતી હતી. એમ કહેવાય છે કે જેનોમાં જેમ મહાવીર પહેલાં બીજા તીર્થંકર થઈ ગયા હતા, તેમ કાયાવરોહણવાળા લકુલીશાચાર્ય પહેલાં ઘણા વાચાર્યો થએલા. એ લકુલીશ એમનામાં છેલ્લા મહાચાર્ય. જોકે પ્રણાલિકા લકુલીશાચાર્ય પછી કઈ અઢાર અને કેઈ અઠ્ઠાવીસ આચાર્યો ગણાવે છે. તાત્પર્ય એ છે કે પાશુપત મત એના પ્રાચીન સ્વરૂપમાં લગભગ વેદકાળ જેટલો જૂને છે. ૫૮ શ્રી અનંતપ્રસાદ બૅનરજી શાસ્ત્રી અને અસુર જાતિનો દેવ માને છે. પ૯ એ ચર્ચા માટે જુઓ 3. ગોપીનાથ રાવનું Ele, of Hindu Icon૦. પુ. ૨. ભા. ૧, પૃ. ૫૦૫૫, દક્ષના યજ્ઞમાં શિવને આમંત્રણ નહોતું એ કથા એ વિરોધનું સૂચન કરે છે. ૬૦ નુ લિંગપુરાણ અ. ૧. પ્રતબિંતરે સ્ટિમમવાવ પુરઃ ગ્રામ સહયં સ્ટાન૨રાતોપમHI ક્ષદ્ધિ વિનિમુë માલિશાન્તવનિતમ્ . @ો. ૩૩-૩૪. ૬૧ જુઓ દુ. કે. શાસ્ત્રીત શૈવ ધર્મોને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૪૨. “... આ હિરણ્યવેતસ એ જ રકંભ અને “સલિલમષ્ય' રહેલું હિરચેતસ એ જ નિ વચ્ચે સ્થાપેલું લિંગ એમ ધટાવવું તદ્દન બંધ બેસે છે. તિર્મય લિંગના છેડાઓ બ્રહ્મા વિષ્ણુ નથી જોઈ શકતા એમ જે પુરાણો વર્ણવે છે તે પણ આ હિરણ્યાકંભને વિસ્તાર હશે.' For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy