SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ અઢારમું હાલને સમય અને નામદાર નવાબ સાહેબ બહાદુરની અભિલાષાઓ oો સમી સદીના પહેલા પાદનો અંત ભાગમાં આખા જગતને માટે એવો સમય આવ્યો કે અ દરેક દેશના રાજકીય, આર્થિક અને સામાજિક ઈતિહાસમાં ડેવધતો ફેર પડે જ. ઈ.સ. ૧૯૧૪માં શરૂ થએલા યુરોપીય મહાયુદે છ વર્ષમાં એવી તો ભારે અસર કરી કે તેના ભરતીઓટની પરંપરામાં સપડાએલું વિશ્વનું રાજકીય અને આર્થિક વહાણ હજી સુધી પણ છૂટયું નથી. આપણા દેશમાં પણ એની અસરે સારા પ્રમાણમાં થઈ છે. ખંભાતના ઈતિહાસમાં ઈ. સ. ૧૯૧૫થી તે ૧૯૩૦ સુધી આ સંક્રાંતિસમય બ્રિટિશ સરકાર તરફથી નીમાએલા અમલદારેના વહીવટમાં ગયે તે આગળ જોઈ ગયા. ' વાવાઝોડામાંથી પસાર થઈ બંદરે સહીસલામત આવતા વહાણને લેવા ને વધાવવા તેને માલિક જાય તેમ વિશ્વવિગ્રહથી ઉત્પન્ન થએલા આર્થિક વાવાઝોડામાંથી પાર ઉતરી આવેલા રાજ્યના વહાણને લેવા ઈ.સ. ૧૯૩૦ના ડિસેંબરની ૧૩મી તારીખે હાલના નામદાર નવાબ સાહેબ હુસેનયાવરખાન સાહેબ બહાદુર સંપૂર્ણ ઉત્સાહથી આગળ આવ્યા. એ તારીખે એ નામદાર સંપૂર્ણ સત્તા સાથે તખ્તનશીન થયા. નામદાર નવાબ સાહેબનો જન્મ ઈ.સ. ૧૯૧૧ના મેની ૧૬મી તારીખે થયો હતો. એમના રાજકુટુંબની રીત પ્રમાણે ઉ૬ વગેરે કેળવણી લઈને તેઓ રાજકોટ રાજકુમાર કોલેજમાં અભ્યાસ માટે ઈ.સ. ૧૯૨૮ના એપ્રિલ સુધી રહીને પોતાના શિક્ષક સાથે ઈંગ્લડ પધાર્યા, અને ત્યાં એક વર્ષ રહી સ્વદેશ પાછા આવી ૧૯૩૦ના ડિસેંબરની ૧૩મી તારીખે તખ્તનશીન થયા. તખ્તનશીન થયા પછી એકબે વર્ષમાં જ નામદાર નવાબ સાહેબે દરેક ખાતાના વહીવટમાં એવી તો ઝીણવટ અને ઉત્સાહ બતાવ્યાં કે રાજ્યને હાલનાં સુધરેલાં સંસ્થાનો સાથે સરખાવી શકાય તેવે સમય પાસે લાગવા માંડયો. બ્રિટિશ હિંદના વહીવટમાં અવનવા સુધારા કરવાનું કાર્ય કેટલાક સમયથી ચાલી રહ્યું છે તેમાં દેશી રાજ્યો પણ ભાગ લે એમ કર્યું છે. તે માટેની એક કમિટી (States Enquiry Committee) ઈંગ્લેંડથી નીભાઈ આ સમયમાં જ આવી. તે પહેલાં દેશી રાજ્યોએ બ્રિટિશ હિંદ સાથેના ફેડરેશનમાં જોડાવું કે નહિ તેની વાટાઘાટ કરવા માટે હિંદના પાટનગર ૧ Cambay Administration Report 1931-32.p. 2. ખંભાત રાજયની મુલાકાત મુંબઈના ગવર્નર અને વાઈસરૉય બંને લઈ શકે છે અને ૧૧ તોપનું માન અપાય છે. ૨ આ તારીખ અંગ્રેજી તારીખ . તા. ૧૬મી સપ્ટેમ્બર ૧૯૩૩ના ટાઈમ્સ સપ્લિમેન્ટના અંકમાંથી લીધેલી છે. દેશી તારીખમાં તા. ૧૭ જમાદીઉલ અવ્વલ મહિને આવે છે. ૩ ટાઈમ્સ સપ્લિમેન્ટ-૧૬ સપ્ટેમ્બર ૧૯૩૩. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy