SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભૂમિકા ૧૭ ઉપરથી હાલના સ્વરૂપનાં પુરાણા થયાં તેમાં તેા ઘણા ફેરફાર થઈ ગયા તે સ્પષ્ટ છે. આમ છતાં પણ ઘણી ઝીણવટથી તપાસતાં હાલનાં પુરાણામાંથી પણ એવી પ્રાચીન બાબતે તારવી શકાય છે કે જે વેદાર્થનું સમુપ બૃહણ કરવામાં કાંઈક મદદ પણ કરે છે. પાઇટરે આ દૃષ્ટિથી પુરાણેને જોયાં તે વખતે મેહેન—–જો–ડેરાની શોધ બહાર નહાતી આવી. વેડેલના હિંદ અને સુમેરિયનેાની મહારછાપા ઉકેલવાના પ્રયત્ન એ પછીના ગણી શકાય. એના તર્ક ખરા હાય તો તેા વેદ અને પુરાણેાની ઐતિહાસિકતા ઉપર ઘણે! પ્રકાશ પડે. પરંતુ એ તર્કોને હજી વિદ્રાનેા માન્ય કરતા નથી. વેડેલે એ તર્કો એવી રીતે કરેલા છે કે હજી ખીજા ઘણા સબળ આધારે મળે તેા જ એ માન્ય રાખી શકાય. પરંતુ એમાંથી એટલું તે માનવું પડે તેમ છે કે અસીરિયા વગેરે પશ્ચિમ એશિયાના દેશોને હિંદના પશ્ચિમ કિનારા અને પંજાબ સાથે સંબંધ હતા. આ વસ્તુ આપણા પ્રાચીન સાહિત્યને આધારે વધારે ચાસરીતે સિદ્ધ કરવા પ્રેા. અનંતપ્રસાદ બૅનરજી શાસ્ત્રીએ પ્રયત્ન કર્યાં છે. એ વખતે માહેન–જો–ડેરાની શોધેા થએલી અને એના છુટક અહેવાલ પ્રકટ થએલા. પરંતુ એ શેાધા ઉપર આધારભૂત સવિસ્તર ગ્રંથ બહાર પડયો નહાતા. પ્રેા. બૅનરજી શાસ્ત્રીના ‘હિંદુસ્તાનમાં અસુરા’ (Asura in India) એ નામના એક લાંબા નિબંધમાં એમણે અસુર જાતિ અને એમના હિંદુસ્તાન સાથેના સંબંધ——ખાસ કરીને પશ્ચિમ હિંદ સાથેના સંબંધ—ની ધણા આધાર અને વિવેચન સાથે ચર્ચા કરી છે. આમાં પેાતાના વિષયના સમર્થનના ઉત્સાહના પૂરમાં તણાઇ કાઇ વાર કાંઇક વાતે વિવાદાત્મક પણ મૂકેલી છે; પરંતુ એમણે આપેલા મૂળ આધારે। તે તે મૂળ ગ્રંથામાં તપાસી તેઇ જતાં એમનું મંતવ્ય આપણને યથાર્થ લાગે ત્યાં ગ્રહણ કરવામાં વાંધો નથી. અસુરા આપણા જેવી માણસની એક જાતિ હતી એ તેા હવે ધણા વિદ્વાનાએ માન્ય રાખેલું છે. પાર્થરથી એસ. વી. વિશ્વનાથ સુધીના આ વિષયના વિદ્વાન લેખકાએ એ વાત માન્ય રાખ્યા છતાં વૈદિક સમયમાં હિંદમાં અસુરા, દાસા અને આર્યો એમ ત્રણ ભિન્ન જાતિ હતી એમ સ્પષ્ટ કહ્યું નથી. પ્રેા. બૅનરજી શાસ્ત્રીએ અસુરાને દાસ અને આયોઁથી ભિન્ન જાતિના સિદ્ધ કરી એમની ખાસિયતા, એમની સંસ્કૃતિ અને એ ત્રણે જાતિઓનું હાલના હિંદુએમાં થએલું મિશ્રણ, એટલું ઊઁડી ચર્ચા કરી સિદ્ધ કર્યું છે. આવી ચર્ચામાં વાદપ્રત વાત પણ હાઇ શકે. આપણી ચર્ચામાં અસુરા અને પશ્ચિમ હિંદના કિનારાને લગતા વિષયમાં પ્રેા. બૅનરજી શાસ્ત્રીનું મંતવ્ય ગ્રહણ કર્યું છે, છતાં વાદગ્રસ્ત વિષય તરફ પણ ધ્યાન ખેંચ્યું છે. મૂળ આધાર બની શકે તેટલા જે જેને વજન આપવા લાયક હોય તે જ ગ્રહણ કર્યાં છે. ત્રિચીનાપલ્લીની કૉલેજવાળા પ્રેા. વિશ્વનાથે એમના Racial Synthesis in Indian Culture (Trubner's Oriental Series 1928) ગ્રંથમાં આ વિષયેા ઉત્તમ રીતે ચલા છતાં અસુરાની વિગત આટલી સ્પષ્ટ કરી નથી. મૃકવાચઃ—ન સમજી શકાય એવી ભાષા ખેલનાર—અસુરા,દેવા એટલે નવા આવનાર આર્યાં અને મૂળ વતનીદાસેાથી જાતિએ જુદા હતા એ વાત સ્પષ્ટ તેા પ્રેા. બૅનરણે જ કરી છે. શ્રી જ્યેા. મેા. ચૅટરજીએ એમના Ethical Conception of the Cathas એ નામના ગ્રંથમાં પારસીએની ગાથાના આધારે આ વાતનું વધારે સમર્થન કરેલું છે. અહીં એક વાત એ વિચારવાની છે કે ‘દેવ' શબ્દના અર્થ દેવને— For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy