SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ સામાજિક વિકાસ-કેળવણી વહીવટમાં છે. કહે છે કે ડૅ. પીટરસને ઈ.સ. ૧૮૮૫માં જે યાદી કરેલી છે તે આ ભંડારની છે. આ સિવાય ખારવાડામાં શ્રી વિજયનેમિ સૂરિન નો ભંડાર પણ ઉત્તમ છે. એનું મકાન ત્રણ માળનું છે. ઉપાશ્રયમાં છૂટાછવાયા ભંડારો છે. ૧૦ છે. પીટરસન આ ભંડારોનાં હસ્તલિખિત પુસ્તક જેવા ત્રણ વખત ખંભાત આવી ગએલા. ડે. પીટરસને પોતે જેએલા ગ્રંથેની લાંબી નામાવલિ મુંબાઈની રૉયલ એશિયાટીક સેસીએટીના જરનલના બે ભાગમાં છપાવી છે.૧૧ એમાં વિક્રમની તેરમી સદીથી શરૂ થતા પ્રાચીન ગ્રંથો છે અને કેટલાક મહત્ત્વના ગ્રંથોની નકલો છે. કેટલાક ગ્રંથ કોઈ જગ્યાએ ન મળે તેવા પણ છે. હેમચંદ્ર સુરિ તથા અભયદેવ સૂરિની કૃતિઓ ગાર્ગીચાર્ય કૃત કર્મવિપાક, મહાકવિ ધનપાલની કૃતિઓ વગેરે એવા ઉત્તમ ગ્રંથો છે, જેનાં નામ માત્ર આપવામાં પણ નાનો ગ્રંથ થાય.૧૨ કેળવણી હવે ખંભાતની કેળવણી વગેરે જોઈએ. ૧૯૩૧માં ખંભાત રાજ્યની વસ્તી ૮૭,૭૬૧ માણસોની અને તેમાં ખંભાત શહેરની ૩૧,૯૨૧ છે. રાજ્યની વસ્તી ૧૯૨૧માં ૭૧,૭૧પ હતી તે વધીને એટલી થએલી છે. ઈ.સ. ૧૮૭રમાં કેળવણીની સ્થિતિ બહુ દયાજનક હતી. હિંદુઓમાં ૯૨૮ ટકા વાંચતાંલખતાં જાણનારા અને મુસલમાનમાં ૭૯૯ ટકા. સ્ત્રીકેળવણ નહિ જેવી હતી. ૩૩,૩૭૧ હિંદુઓમાં ફક્ત ૨૩ ભણેલી અને ૫,૭૮૭ મુસલમાન સ્ત્રીઓમાં ફક્ત બે જ ભણેલી હતી. ગૂજરાતી નિશાળે થડી હતી. અંગ્રેજી ભણતર માટે એંગ્લો વર્નાકયુલર નિશાળ હતી અને શેઠ વરજીવનદાસ માણેકચંદે રૂ. ૭૦૦૦ ર્કોલરશિપ માટે આપ્યા હતા. વધારે ભણવા નડિયાદની હાઈસ્કૂલે જવું પડતું.૧૩ પરંતુ જમાન વધતાં કેળવણી વધતી ગઈ. આજે રાજ્યમાં ૬૫ ગૂજરાતી નિશાળો છે અને તેમાં ૫,૫૬૭ છોકરાં ભણે છે. અંગ્રેજી હાઈસ્કૂલની પ્રગતિ સારી છે. ૧૯૩૧માં મેટ્રિક્યુલેશનમાં ૪૫ વિદ્યાર્થી મેલેલા તેમાંથી ૧૯ ઉત્તીર્ણ થયા હતા. બેંય સ્કાઉટની સંસ્થા પણ છે અને તેમાં ૨૫ છોકરા ભાગ લે છે. રાજ્યની આટલી નિશાળો ઉપરાંત ૧૨ ખાનગી ગૂજરાતી નિશાળો છે અને તેમાં પ૬ર વિદ્યાર્થીઓ ભણે છે. ૧૬ મદ્રેસાઓ ઉ૬, અરબી અને કુરાને શરીફ શીખવવા માટે છે, એમાં ૩૫૭ વિદ્યાર્થીઓ છે. “મસા-એ-તૈયબી” અને “મદ્રેસા-એ-ગુલશનને અહમદી'ને સરકારી સહાય મળે છે. તારાપુર યુવક મંડળની નિશાળને પણ સહાય મળે છે. ૧૦ ખંભાતને ઇતિહાસ અને ચૈત્ય પરિપાટી, પૃ. ૩૦ અને ૫૯, આ પુદતકની ગોઠવણી જૈનેતરને ન સમજાય તેવી છે તે આગળ કહ્યું છે. આ બંને પૃષ્ટ ઉપર ભંડારોની વિગત આપેલી છે અને તે સ્પષ્ટ નથી. 99 J.B.B.R.A.S. No. XLIV. 24 XIV Peterson's search for Sansk. M.S.S.241H1 1. XLV પૃ. ૨૬માં અભયદેવસૂરિની વાતમાં તંભનકને જ ખંભાત ધારેલું છે અને પૃ. ૩૭ માં “ભુતાયાને ખંભાત ધારેલું છે એટલે ડે. પીટરસનને પણ આ બાબતને ભ્રમ હતો. આ બાબત “અભિધાન’ પ્રકરણમાં ચર્ચા ગયા છીએ. ૧૨ છે. પીટરસન લખે છે કે પૂર્વ એશિયા અને યુરોપના મહામાર્ગ પર આવેલા ખંભાતને આજે જાણે દરિયે પણ તજીને જતો લાગે છે. વળી એઓ ખંભાત કરતાં નગરામાં જોવાનું વધારે હશે એમ કહે છે. ૧૩ Bom. Gaz. VI. ૨૩૮–૨૯. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy