SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વહીવટ ૧૩૭ ચૂંટણી દર ત્રણ વર્ષે થાય છે. મ્યુનિસિપાલિટીની આવક રૂા. પર,૭૦૦ની છે.૧૩ એના હાલના પ્રમુખ નવાબ સાહેબના સ્ટેટ એજીનીઅર જહાંગીર રૂસ્તમજી જસાવાળા બી. ઈ. છે. સદ્ગત નવાબ સાહેબ જાફરઅલીખાન સાહેબના નામ સાથે જોડાએલું ખંભાતનું વૈોટર વકર્સ પણ મ્યુનિસિપલ વહીવટ તળે મુકાએલું છે. એની આવક રૂ. ૪૪,૦૨૭ છે અને ખર્ચ રૂ. ૪૦,૬૪૯ છે. ખંભાતમાં વીજળીની રોશની પણ છે. હાલ થએલા ફેરફાર હાલ ખંભાતનું લશ્કર ૧૧ સવાર અને ૧૫૦ પાયદળનું છે. ૧૭ તાપ છે, પણ તેમાં કામમાં આવે એવી ત્રણ છે. પોલીસમાં કુલ ૨૨૦ માણસો છે; એમાં ૬૨ હથી આરબંધ પોલીસ, ૧૯ ઘોડેસવાર અને ૧૩૯ પાયદળ પોલીસ છે. ગામડાંના પોલીસ, મુખી વગેરે બાદ કરતાં કુલ ૩૮૯ છે. ખંભાત રાજ્યમાં ૮૫ ગ્રામપંચાયત છે એ ઘણું વખાણવાલાયક છે. આ પંચાયતોએ ઈ. સ. ૧૯૩૧-રરમાં ૩૧૫ ફોજદારી નાના ગુનાના નિકાલ કર્યા અને ૧૪૭૨ દીવાની નાના દાવાના ચુકાદા કર્યા.૧૪ આ સિવાય સદ્ગત નવાબ સાહેબ બેહસ્તનશીન થયા પછી અને હાલના નામદાર નવાબ સાહેબ બહાદુર તખ્તનશીન થયા તે દરમ્યાન ખંભાતના વહીવટમાં ઘણા સુધારા થયા છે; અને નામદાર નવાબ સાહેબ બહાદુરની અભિલાષા ગાદીએ આવતાં જ ખંભાતને એક આદર્શ રાજ્ય બનાવવાની હોવાથી એઓ નામદારે પણ વહીવટમાં ઘણા સુધારા કરવાની શરૂઆત કરી છે. ખંભાતના દીવાન આ બધા વહીવટના મુખ્ય સૂત્રધાર, બધાં રાજ્યમાં હોય છે એમ, દીવાન છે.૧૫ ખંભાત સ્વતંત્ર રાજ્ય તરીકે જાહેર થયું ત્યાર પછી એક અગર બીજા નામે દીવાનનો હોદ્દો ચાલુ રહ્યો છે. વ્રજલાલ પેશકાર, ધર્મચંદ, ગુલાબરાય વગેરેનાં નામ તથા નજુમખાન સાહેબનું નામ જોઈ ગયા. ગુલાબરાય પણ ખટપટી હતો એમ જણાય છે. એના વખતમાં, નવાગામના એક વેણીરામ નામના મરાઠાઓના માનીતા પાટીદારને ખંભાતની દીવાનગીરી આપવાનું કહી ખંભાત બોલાવી મારી નાખવામાં આવ્યો હતો. વેણીરામ આસપાસ ઘણો ત્રાસ આપત. વેણીરામને અને ખંભાતના નવાબને રાસડે ફોર્મ્સ સભાના હસ્તલિખિત સંગ્રહમાં છે. અને એમાં ગુલાબરાયે ભાગ લીધેલો એમ લખે છે. શંભુરામ અને નજુમખાને તે લગભગ ઘણી મોટી સત્તા અનુભવેલી, પરંતુ શંભુરામે વહીવટમાં ભાગ લીધેલો નહિ. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી ખંભાતના દીવાનનાં નામ મળી આવે છે તે અહીં આવ્યાં છે. ૧૩ Cambay AdministrationReport 1931-32. આ આવકમાં, રાજ્ય તરફથી જે રૂ. ૨૫,૦૦૦ આપવામાં આવે છે તેને સમાવેશ થાય છે. ૧૪ એ જ, ૧૫ ગેઝેટીઅરના લેખકે વહીવટના પ્રકરણમાં દીવાનના હોદા માટે કાંઈ નથી લખ્યું એ જરા નવાઈ જેવું લાગે છે. ૧૬ વ્રજલાલની બહેશી આગળ ગએલાં પ્રકરગમાં સ્ટેટને કરેલી સેવાથી અને કટોકટીના સમયે અને પગરસ્તે જઈને કુનેહથી કામ કર્યાથી જણાઈ આવે છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy