SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગ્રેજી કાઠી ૯૭ વસાઈના કરારથી ખંભાતના પેશ્વાના હક અંગ્રેજોને મળ્યા. મિ. હાલાર્ડના લાંબા નિવાસ દરમ્યાન નવાબ અને કંપની વચ્ચે નાનીનાની તકરારેા ચાલ્યા કરી. એક વખત કંપનીના રક્ષણ નીચે રહેતા વણકરાને આપવાની જકાત માટે તકરાર ઊડી.૨૪ બીજી વખત મિ. હાલાર્ડનેા બાગ નવાબને હરકતકર્તા લાગ્યા તેની તકરાર ઊઠી અને મુંબઇના ગવર્નરે મિ. ડૅાલફોર્ડના કૃત્યને વખાડયું હતું. આ બધી તકરારા જાતે સમજાવી સમાધાન કરવા માટે નવાણે આગા મુહમ્મદને મુંબાઇ મેાકલ્યા. મુંબઇના ગવર્નરને રેસિડેન્ટે મૂકેલા આરોપો ખેટા છે એમ લાગ્યું અને રેસિડેન્ટ ઉપર હુકમ આવ્યા કે દરબાર સાથે સમાધાનીથી વર્તવું અને શાંતિ રાખવી. વધારામાં એમ પણ જણાયું કે મિ. હાલĚાર્ડના કાગળા ઉદ્ધૃત હતા જ્યારે નવાબ સાહેબના કાગળેા વિવેકસર હતા.૨૫ વણકરાની બાબતમાં નવાબ સાહેબ અને મિ. હાલફોર્ડને જે ઝઘડા થયા હતા તે માટે પણ લાંખે પત્રવ્યવહાર મુંબાઇ સાથે ચાલેલે હતા, અને ગવર્નરે નવાબ સાહેબને શાંતિને કાગળ લખીને જણાવ્યું કે કાપડ, દાણા વગેરેની ખરીદમાં કંપનીને નવાબ સાહેબ તરફથી સહાય મળશે એવી આશા રાખવામાં આવે છે. નવાબ સાહેબે તેા ગવર્નરને લખી દીધું હતું કે કંપની સાથે સારા સંબંધ હોવાના કારણે મિ. હાલકાર્ડ સાથે એ સારી રીતે વર્તે છે, માટે મિ. હાલફ્રાર્ડે દરબારની પ્રશ્નને લગતા કામમાં વચ્ચે પડવું નહિ. ૨૧ આ બધી તકરારેાની તપાસ કરવા મુંબાઇ સરકારે મિ. કેન્ડરગેસ્ટ (Prendergast) અને મિ. ક્રીન્સ (Frinch) એ બે જણની કમિટી નીમી હતી. છેવટના વખત મિ. હાલ′ાર્ડ પછી (૧૮૦૩) જૅન સ્મિથ, જ્યાર્જ કારમેલીસ (Carsselis) (૧૮૦૫)નાં નામ રેસિડેન્ટ તરીકે મળે છે. અઢારમી સદીના અંતમાં અને એગણીસમીની શરૂઆતમાં ખંભાતની કાઠીની સ્થિતિ છેક ખરાબ થઇ હતી. ૧૭૯૭ના ઑગસ્ટમાં લખાણ આવેલું કે ખંભાતની કાડીમાં કમાણી નથી અને ખરચ ભારે પડે છે. મુંબઈ સરકાર દલાલ મારફતે કામ થઇ શકે એવા મતની હતી.૨૭ પરંતુ એ અરસામાં એવા બનાવ બન્યા કે કંપનીને ખીજાં મેાટાં કાર્યોંમાં ધ્યાન આપવું પડયું. ઇ. સ.૧૮૧૮માં ગુજરાતને આખેા કબન્ને મળવાથી રેસિડેન્ટની જગ્યા કાઢી નાખીને ખેડાના લેક્ટરને રાજદ્વારી કામ માટે એ જગ્યા સાંપવામાં આવી. કેડી તા સુરતની બંધ થઇ એટલે ખંભાતની પણ બંધ થઇ. ખંભાતની અંગ્રેજી કેાડીનું મકાન આજે સારી હાલતમાં છે. એનું વર્ણન જોવાલાયક સ્થળાના વર્ણનમાં કરીશું. ૨૪ Bom. Govt. Record મા દફતરમાં કંપનીના રક્ષણ નીચેના વણકરાની લાંબી નામાવળીએ આપેલી છે. ૨૫ એ જ તા. ૩૦-૭-૧૮૦૧ના મુંબાઇના કાગળ. આ કાગળ મુંબાઈના ગવર્નર મિ. ડંકને સહી કરેલા છે. મિ. હાલકાર્ડે ખુલ્લા દરબાર વચ્ચે અવિવેક વાપરી ન ખેલાય તેવી ભાષા વાપરેલી. ૨૬ એ જ મિ. હાલăાર્ડ અને નવાબ સાહેબને મુંબાઈ સાથેના પત્રવ્યવહાર ઘણા લાંબે છે. હાલરાર્ડ વણકરીને દરબાર કેદ કરે છે એ વાત વારંવાર જણાવે છે. ૨૭ Bom. Gaz. VI. P. 232. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy