SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७८ સ્વતંત્ર સંસ્થાન અલી નામને ખંભાતનો મોટો વેપારી જે મોમીનખાન પહેલાને અને નજમખાનને વગર વ્યાજે પૈસા ધીર તથા બંદરની જકાતમાંથી વસૂલ કરતો તે પણ મોમીનખાનનો ડર લાગવાથી ખંભાત છેડી નાસી ગયો અને બોલાવવા છતાં આવ્યો નહિ. મુહમ્મદ હાશમ પણ એ જ પ્રમાણે બહાર જતો રહ્યો. એ પછી એકવાર મોમીનખાને પેશ્વાને ખંડણી ન આપવાથી સદાશિવ રામચંદ્ર દામાજી સાથે ખંભાતની બહાર દરિયા બાજુ આવી પડાવ નાખ્યો અને મોમીનખાને બચાવ કર્યો. છેવટે સદાશિવે વીસ હજાર રૂપિયા પેશકશીના લીધા અને ઘેરે ઉઠા.૪૩ એમીનખાન પેશ્વાને મળવા પૂને જાય છે હવે પેશ્વાના માણસ સૈયદ હસનની સલાહથી મામીનખાને સુરતના અંગ્રેજી કોઠીના કેપ્ટન સાથે મૈત્રી કરી. એ મૈત્રી ખંભાતની ફેંકટરીના કેપ્ટન મિ. એસ્કન મારફતે થઈ.૪૪ મોમીનખાનને પેશ્વાને મળવા પૂને જવાની ઈચ્છા હતી. પણ જમીનમાર્ગ સહીસલામત ન લાગવાથી દરિયા રસ્તે મુંબાઈ થઈને જવાની સગવડ કરી આપવા માટે મુંબઈની કોઠીના ગવર્નરની રજા મંગાવી હતી તે આવી. ઇ. સ. ૧૭૫૯માં વહાણ મારફતે સવારી ખંભાતથી ઊપડી સુરત આવી. સુરતના કેપ્ટન સ્પેન્સરે મોમીનખાનનો સારો સત્કાર કર્યો અને બગીચામાં ઉતાર આપ્યો. ત્યાંથી ડેઈક (Drake) નામના વહાણમાં તા. ૧૭મી એપ્રિલ ૧૭૫૯ને રોજ મોમીનખાનની સવારી મુંબાઈ ઊતરી અને ત્યાં ઊતરતાં કિનારા ઉપર તેનું ભાન મળ્યું.૪૫ ગવર્નર મિ. બોરશીઅરે (Bourchier) પણ સારે સત્કાર કર્યો. મુંબાઈમાં મામીનખાને ચારેક મહિના ગાળ્યા હોય એમ સમજાય છે. આ વખતે ખંભાતને વહીવટ ફિદાઉદ્દીનખાનના પુત્ર મુહમ્મદઝમાન અને ગુલાબરાય પેશકારને સોંપ્યો હતો. મામીનખાનને પેશ્વાએ આપેલું માન અને ઈગ્લેંડ ડાયરેકટરને લખેલો કાગળ મુંબાઈથી તા. ૪થી સપ્ટેમ્બર ૧૭૫૯ને રોજ મોમીનખાને પૂને જવા પ્રયાણ કર્યું.૪૭ પેશ્વાએ પૂનામાં મામીનખાનને ઘણો આદરસત્કાર કર્યો. એક ટુકડી પાંડુરંગ વગેરેની સાથે સામે લેવા મોકલી. દરવાજે પેશ્વાના કાકાનો દીકરે સદાશિવરાવ લેવા આવ્યો. પેશ્વાએ ઘણું માન આપી મોમીનખાનને ઉતારે મોકલી એક હજાર રૂપિયા મહેમાનગીરી ખાતર આપ્યા. તે પછી મોમીનખાનને ઉતારે સામા મળવા (Return visit) માટે બાલાજીરાવ પેશ્વા, રઘુનાથરાવ અને વિશ્વાસરાવ વગેરેને લઈને ગયા. મામીનખાને પણ ઘણે સત્કાર કર્યો અને કિંમતી કાપડના તાકા, રૂપેરી સાજ સાથે બે ઝડપી ઘેડા, રત્નજડિત કંઠી વગેરે પેશ્વાને ભેટ આપ્યું. બીજા સાથે આવેલાઓને પણ કર મિસતે અહમદી ( મ. ઝ.). ૪૩ એ જ, YX 2 or 34a Bom. Gaz. I. I. 343. ૪૫ Bom. Govt. Records. P. D. D. 32. P. 214. તે ના માનનું અહમદી પણ લખે છે. ખંભાત ગેઝેટીઅરમાં આ વર્ણન નહિ જેવું આપ્યું છે. મુંબઈમાં ચાર મહિના રહ્યાનું પણ સરકારી રેકર્ડ ઉપરથી સમજાય છે. ૪૬ મિરાતે અહમદી. ગુ. ભા. (ક. મા. ઝ.) Yo Bom. Govt. Records. P.D.D. 33 P. 530. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy