SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir in કલ્પસૂત્ર ભાષાંતર દ્વિતીય વ્યાખ્યાન પામ્યો. તેજલેશ્યાના તાપથી ભગવાનને પણ છ મહિના સુધી લોહીખંડ ઝાડો રહ્યો. શ્રીવીરપ્રભુને કેવલજ્ઞાન થયા પછી પણ આવી રીતે ઉપસર્ગ થયો. તીર્થકરને કેવલજ્ઞાન થયા પછી ઉપસર્ગ ન થાય, છતાં ઉપસર્ગ થયો એ અચ્છેરું થયું ||૧|| મરું - ગર્ભહરણ, એટલે ગર્ભનું એક ઉદરમાંથી બીજા ઉદરમાં મૂકાવું. તે પહેલાંના કોઈ પણ | જિનેશ્વરને થયું નથી પણ શ્રીવીરપ્રભુના ગર્ભનું સંક્રમણ દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલારાણીની કુક્ષિમાં થયું છે; એ અચ્છેરું થયું ૨ા ત્રીનું ગચ્છેરું- સ્ત્રી તીર્થકર. એવો નિયમ છે કે, તીર્થકરો પુરુષો જ હોય છે, કદાપિ સ્ત્રી ન હોય. પણ છે આ અવસર્પિણીમાં મિથિલા નગરીના રાજા કુંભરાજની મલ્લિ નામે કુંવરીએ ઓગણીસમા તીર્થંકરરૂપે થઈને | તીર્થ પ્રવર્તાવ્યું, એ અચ્છેરું થયું ૩૫ રોથું અચ્છેરું – અભાવિત પર્ષદા એટલે તીર્થંકરની દેશના નિષ્ફળ થવી. તીર્થંકરની દેશના કોઈ પણ વખતે નિષ્ફળ થતી નથી પણ આ અવસર્પિણીમાં શ્રીવીરપ્રભુએ કેવલજ્ઞાન પામ્યા બાદ દેવોએ રચેલા પહેલા સમવસરણની અંદર દેશના દીધી, છતાં તેથી કોઈને વિરતિનો પરિણામ થયો નહિ; એ અચ્છેરું થયું ૪| પાંચમું અચ્છેરું - દ્રૌપદી માટે નવમા વાસુદેવ શ્રીકૃષ્ણનું અપરકંકા નામે નગરીમાં ગમન થયું. તે આ Fu For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy