SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર કે વ્યાખ્યાનમ્ IU| “હે નાથ! હવે હું કોના ચરણકમલમાં નમી વારંવાર પદાર્થોના પ્રશ્નો પૂછીશ?, હવે હું “હે ભગવન્!” એમ કોને કહીશ?, અને હવે મને બીજો કોણ આપ્તવાણીથી ગૌતમ કહીને બોલાવશે? Iકા” હા ! હા!, હે વીર ! હે વીર !, આ આપે શું કર્યું કે આવે ખરે અવસરે જ મને દૂર કર્યો ? હે વીર ! શું હું બાળકની પેઠે આડો પડીને આપનો છેડો પકડી રાખત?, હે વીર! શું હું આપની પાસે કેવલજ્ઞાનનો ભાગ માગત?, હે વીર ! શું મારા એકથી મોક્ષમાં સંકડાશ પડી જાત?, હે વીર! શું આપને હું ભારે પડતી કે આવી રીતે મને મૂકીને ચાલ્યા ગયા?” આ પ્રમાણે વીર? વીર ! બોલતાં શ્રીગૌતમસ્વામીના મુખમાં ‘વીર' નામ લાગી રહ્યું. ત્યાર પછી થોડી વારે મહાજ્ઞાની શ્રીગૌતમસ્વામી જ્ઞાનદષ્ટિથી વિચારવા લાગ્યા કે – અહો ! હું તો અત્યાર સુધી ભ્રમણામાં પડ્યો છું. હા, હવે જાયું, વીતરાગ તો સ્નેહ વગરના હોય છે, આ તો મારો | જ અપરાધ છે કે તે વખતે મેં શ્રુતનો ઉપયોગ ન દીધો. એ નિર્મોહીને વળી મારા ઉપર પણ મોહ શેનો હોય? ખરેખર હું જ મોહમાં પડ્યો છું. મારા આ એકપા સ્નેહને ધિક્કાર છે, માટે આવા સ્નેહથી સર્યું ! હું એકલો છું, મારું કોઈ નથી તેમ હું કોઈનો નથી”. આવી રીતે સમભાવના ભાવતાં શ્રીગૌતમસ્વામીને | તત્કાલ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. "मुक्खमग्गपवण्णाणं, सिणेहो वज्जसिंखला । वीरे जीवंतए जाओ, गोयमो जं न केवली ॥१॥" ૩૮૮ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy