SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobabirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર પ્રથમ વ્યાખ્યાનમું છે કે - “હે ગૌતમ! જે માણસો જિનશાસનમાં એકાગ્ર ચિત્તવાળા થઈને, પ્રભાવના અને પૂજામાં તત્પર હું રહી, એકવીસ વાર કલ્પસૂત્રને સાંભળે છે તેઓ આ ભવરૂપી સમુદ્રને તરી જાય છે”. એવી રીતે શ્રીકલ્પસૂત્રનો મહીમા સાંભળીને, કષ્ટ અને ધનના ખર્ચથી સાધી શકાય એવાં સંયમ, તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધર્મકાર્યોમાં આળસ ન કરવી; કારણ કે સર્વ સામગ્રી સહિત કલ્પસૂત્રનું શ્રવણ વાંછિત ફળને આપનારું છે. જેમ પાણી, વાયુ, તાપ વિગેરે સામગ્રી હોય તો જ બીજ ફલદાયક થાય છે તેમ આ કલ્પસૂત્ર પણ દેવ-ગુરુની પૂજા, પ્રભાવના, સાધર્મિકોની ભક્તિ વિગેરે સામગ્રી સહિત ઉપર કહેલા ફળના હેતુરૂપ થાય છે. હવે વિશ્વાસી પુરુષના વચનમાં વિશ્વાસ આવે, તેથી આ કલ્પસૂત્ર બનાવનારનું નામ કહેવું જોઈએ. આ હિ કલ્પસૂત્રના રચનાર ચૌદ પૂર્વધારી યુગપ્રધાન શ્રી ભદ્રબાહુસ્વામી છે. તેઓએ પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમાં પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધ ઉદ્ધર્યો, તેનું આઠમું અધ્યયન શ્રી કલ્પસૂત્ર છે. ચૌદ પૂર્વનું માન આ પ્રમાણે છે : પહેલું પૂર્વ એક હાથી જેટલા મલીના ઢગલાથી લખી શકાય, બીજું બે હાથી જેટલાથી, ત્રીજું ચાર હાથી જેટલાથી, ચોથું આઠ હાથી જેટલાથી, પાંચમું સોળ હાથી જેટલાથી, છઠ્ઠું બત્રીસ હાથી જેટલાથી, સાતમું ! ચોસઠ હાથી જેટલાથી, આઠમું એકસો અઠ્યાવીશ હાથી જેટલાથી, નવમું બસો છપ્પન હાથી જેટલાથી, ' For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy