SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobaith.org Acharya Shri Kailassagarsuri Gyanmandit કલ્પસૂત્ર ભાષાંતર પ્રથમ વ્યાખ્યાનમ્ ગૃહસ્થોનાં ઘર કુટુંબવાલાં અને ધન-ધાન્યાદિથી ભરેલાં હોય, રાજા ભદ્રક હોય છે, બ્રાહ્મણ વિગેરે અન્ય મતવાળાઓ સાધુઓનું અપમાન ન કરતા હોય'', ભિક્ષા સુલભ હોય, અને સ્વાધ્યાય-ધ્યાન શુદ્ધ થઈ શકે તેમ હોય, એ તેર ગુણવાળું ક્ષેત્ર ઉત્કૃષ્ટ જાણવું. પૂર્વે કહેલા ચાર ગુણથી અધિક ગુણવાળું અને તેર ગુણથી ન્યૂન ગુણવાળું એટલે પાંચ ગુણવાળું, છ ગુણવાળું, યાવત્ બાર ગુણવાળું ક્ષેત્ર મધ્યમ જાણવું. સાધુઓએ જો બની શકે તો ઉત્કૃષ્ટ ક્ષેત્રમાં, તે ન મળે તો મધ્યમ ક્ષેત્રમાં, અને તે ન મળે તો જઘન્ય ક્ષેત્રમાં પર્યુષણાકલ્પ કરવો. પણ હાલના સમયમાં તો ગુરુ મહારાજે આદેશ કરેલા ક્ષેત્રમાં સાધુઓએ પર્યુષણાકલ્પ કરવો. આ દસ પ્રકારનો કલ્પ ત્રીજા ઔષધની પેઠે હિતકારી છે. તે ત્રીજા ઔષધનું દષ્ટાંત - કોઈ એક રાજાએ પોતાના પુત્રની અનાગત ચિકિત્સા માટે - રોગ ન આવ્યું છતે ભવિષ્યમાં રોગ ન 8 થાય એ હેતુથી ત્રણ વૈદ્યોને બોલાવ્યા. તેમાંથી પહેલા વૈદ્ય કહ્યું કે - “મારું ઔષધ રોગ હોય તો તે રોગનો નાશ કરે છે, પણ જો રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન કરે છે. રાજાએ કહ્યું – “સૂતેલા સિંહને કાર જગાડવા સરખું આ તારું ઔષધ કાંઈ કામનું નથી.” પછી બીજા વૈધે કહ્યું: “મારું ઔષધ રોગ હોય તો તેનો નાશ કરે છે, અને રોગ ન હોય તો ગુણ અથવા દોષ કાંઈ કરતું નથી. રાજાએ કહ્યું કે - “રાખમાં ઘી નાખવા સરખા આ તારા ઔષધની પણ જરૂર નથી'. ત્યારપછી ત્રીજા વૈદ્ય કહ્યું કે - “મારું ઔષધ જો રોગ હોય તો ૧૪ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy