________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનનું
સુશ્રુત નામના વૈદ્યક ગ્રન્થમાં કહ્યું છે કે “ગર્ભવતી સ્ત્રી જો દિવસે સૂવે તો ગર્ભ ઉંઘણશી થાય, અંજન કરવાથી આંધળો થાય, રોવાથી વાંકી નજરવાળો થાય, સ્નાન, વિલેપન કરવાથી દુરાચારી થાય, તેલનું મર્દન કરવાથી કોઢીયો થાય, નખ કાપવાથી ખરાબ નખવાળો થાય, દોડવાથી ચંચળ થાય, હસવાથી ગર્ભના દાંત, હોઠ, તાલ અને જીભ એ સર્વ કાળા થાય, બહુ બોલવાથી નિરર્થક બોલ બોલ કરનારો બકબકીયો થાય, ઘણા શબ્દો સાંભળવાથી બહેરો થાય, લખવાથી ટાલવાળો થાય, પંખો વિગેરેથી બહુ પવન લેવાથી ગર્ભ ઉન્મત્ત થાય”.
ગર્ભને અહિતકારી આવાં એક કારણને ત્રિશલા ક્ષત્રિયાણી સેવતાં નથી. વળી કુલની વૃદ્ધ સ્ત્રીઓ ત્રિશલા ક્ષત્રિયાણીને શીખામણ આપે છે કે – "मन्दं संचर मन्दमेव निगद व्यामुञ्च कोपक्रम, पथ्यं भुक्ष्व बधान नीविमनघां मा माऽट्टहासं कृथाः । आकाशे भव मा सुशेष्व शयने नीचैर्बहिर्गच्छ मा, देवी गर्भभराऽलसा निजसवीवर्गेण सा शिक्ष्यते ॥१॥
“હે સખી ! તું ધીરે ધીરે ચાલ, ધીરે ધીરે જ બોલ, કોઈ ઉપર ક્રોધ ન કર, પથ્ય ભોજન કર, નાડી ઢીલી પોચી બાંધ, ખડખડ હસ નહિ, ખુલ્લી જગ્યામાં રહે નહિ, પથારીમાં સૂઈ રહે, નીચી જગ્યામાં ન ઉતર, ઘરથી બહાર ન જા; આ પ્રમાણે ગર્ભના ભારથી મંદ થયેલાં ત્રિશલાદેવીને પોતાની સહીયરો શીખામણ આપે છે ll૧”
*
૨૦૩
For Private and Personal Use Only