________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
લાગે. વળી તે કુટુંબ દીક્ષિતના વિયોગે દુઃખી થઈ શોક કરે, આઠંદન કરે, વિલાપ કરે તેમજ તે પિકના વિચગે સ્ત્રી આદિ જે અપકૃત્ય કરે, તે બધું પાપ તે દીક્ષિતને લાગે, માટે તે કુટુંબવાલાએ દીક્ષા લેવી સારી છે, તે એવી રીતે જ કે કુટુંબવાળાને જે હિંસાદિક કાર્યો કરવા પડે, તે પણ પાપનું કારણ નથી, અથાત હિંસાદિક કાર્યો પાપનાં કારણ નથી, એમ માનવું જોઈશે. કદાચ કહેવામાં આવે કે તે હિંસાદિક કાર્યો પણ પાપનાં સાધનજ છે, તે પછી કુટુંબના પાલનમાં તે હિંસાદિક જે પાપનાં કારણો છે, તે કેમ ન હોય ? આ વાત વિચારવા જેવી છે, કારણ કે આરંભાદિ કર્યા વિના કુટુંબનું પાલન થવું સંભવિત જ નથી, અને તે આરંભમાં હિંસાદિક તે જરુર થાય છે, ને તે વાત પ્રકટ જ છે. શાસ્ત્રકાર મહારાજ વાદીને પૂછે છે કે કુટુંબનો ત્યાગ કરવો તેને પાપ માને છે અને હિંસાદિક કાયોને પણ પાપ માનો છે, તે તે બેમાં મહોરું પાપ કયું? એમ કહેવામાં આવે કે હિંસાદિકના પાપ કરતાં પણ કુટુંબનો ત્યાગ કરે–એ વધારે પાપ છે, તે એવું કહેવામાં કોઈ વિશેષ કારણ છે ? કદાચ એમ કહે કે જે કુટુંબનો દીક્ષિત ત્યાગ કરે છે તે કુટુંબને પીડા થાય છે, તો શાસ્ત્રકાર મહારાજ કહે છે કે શું કુટુંબને પાલન કરવામાં બીજા જીવોની હિંસાને પીડ નહિ થાય? કદાચ એમ કહેવામાં આવે કે તે હણાતા જીવો કંઈ દીક્ષિતના સંબંધી નથી, એટલે જુદા છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે તે કુટુંબી લોક પણ પરમાર્થને જાણનારની બુદ્ધિએ તે જુદા જ છે; અર્થાત જુદા એવા બીજા કોને મારવામાં પણ પાપ નથી, તે પછી પરમાર્થથી જુદા એવા કુટુંબીજનને દીક્ષા લેનારે છેડે અને તેમાં તે કુટુંબીને પીડા થાય, તેમાં પાપ શી રીતે માનવું? કદાચ એમ કહેવામાં આવે કે-તે કુટુંબીઓએ એવું કર્મ કરેલ છે કે એ અમારો પાલક અને અમે એનાથી પલાનાર થયા, એમ કેમ ન હોય ? એના ઉત્તરમાં કહે છે કે-જયારે તે તેનો ત્યાગ કરે છે, ત્યારે જરૂર તે કુટુંબીજનનું કામ બીજાથી જ પાલન થવાનું છે એમ નક્કી સમજવું. કદાચ એમ કહેવામાં આવે કે કુટુંબના ઘણુ મનુને પીડા થાય જે એક દીક્ષા લેનારને સુખ થાય તે સારું ગણાય નહિ. એના સમાધાનમાં કહે છે કે જલકાષ્ટ વગેરે ઘણા જીવોની વિરાધના તે કુટુંબનો ત્યાગ નહિ કરવાથી થાય તેમ છે, તે કેમ વિચારતું નથી ? વાદી એમ કહે કે-પરમેશ્વરે જલ વગેરેને તે પીવા આદિ માટે બનાવ્યાં છે, માટે તે જલ વગેરેની વિરાધનામાં કાંઈ દોષ નથી. ત્યારે ઉત્તર દે છે કે-એમ સૃષ્ટિવાદ માનવામાં આવે તો તે કુટુંબનો ત્યાગ પણ ઈશ્વર જ કરાવે છે, એમ શા માટે ન માનવું? ખરી રીતે તે જીવહિંસાદિ કાર્યો મોટા પાપનાં કારણ જાણવા ને કુટુંબના પાલનમાં તે જરૂર છવહિંસાદિક કરવાં પડે છે, તે માટે તે કુટુંબનો ત્યાગ કરે જ ઉચિત છે. વાદી કહે છે કે-એમ માનીએ તે પણ તે કુટુંબનો ત્યાગ અલ્પ પાપનું
For Private and Personal Use Only