________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે નમઃ |
વાં ચ કો
–
આ ર્ય સંસ્કૃતિનું તે બળ તે ત્યાગ. અનન કાળથી આર્ય પ્રજા
સાચા સુખની પ્રાપ્તિ માટેના એક અને અજોડ સાધન ત્યાગમાર્ગને પૂજતી આવી છે. ત્યાગી સંસ્થાની અભિવૃદ્ધિ અને સેવા-સુશ્રુષા પાછળ ખર્ચાતી પિતાની શક્તિ અને સંપત્તિને ભારતીય લેકે યુગ યુગ પહેલાંથી સાર્થક ગણતા આવ્યા છે અને ગણે છે. સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી ત્રાસી રહેલાઓ માટે તે એ ત્યાગી સંસ્થા વિશ્રામ ધામ છે. અનન્તા આતમાઓએ એમાં જોડાઈ સંપૂર્ણ સ્થાયિ અને સવૉશ શુદ્ધ સુખ મેળવ્યું છે.
આર્ય જીવનના પ્રત્યેક જીવનતારમાં ત્યાગભાવના એટલી. તે વણાઈ ગઈ હતી કે-દુષ્કર ત્યાગ હેલો અને સ્વાભાવિક બની ગયો હતો. આત્મિક ઉન્નતિ સાધવા ઈચ્છનારા તો જગતના સર્વ સંબંધોને ત્યાગ કરતાજ, પરંતુ પોતાના એકાદ વચનના પાલન માટે, પોતાના સાંસારિક કર્તવ્યને અદા કરવા માટે કિંવા રાષ્ટ્ર માટે સ્વજનોનો, સંપત્તિનો, સત્તાનો અને ઈન્દ્રિય સુખનો રહેજે સહેજે ત્યાગ કરનારા પણ કેટલાય હતા. એક તરફ પરણીને ચાલ્યા આવતા હોય, હાથે મીંઢળ બાંધેલ હોય અને પત્ની ભાવિ સંસારનાં હજુ કેવલ સ્વપ્નાંમાંજ રાચી રહી હોય, તેવા પ્રસંગે કે મહાત્માના પુણ્યદર્શનને ચોગ પામીને સંસારત્યાગની દીક્ષા લેનારાનાં જેમ અનેક ઉદાહરણો મળે છે, તેમજ તેવા પ્રસંગે યુદ્ધની નોબતનો નાદ સુણતાં મોતના મુખમાં પ્રવેશ કરતા ક્ષાત્રવીરોનાં ઉદાહરણ પણ અનેક છે. આવા પ્રસંગે માતાપીતા, પુત્રપુત્રી કિંવા બીજા કેઈજ સ્વજનનાં બંધન એ ક્ષત્રીયને રોકી શકતાં નથી અને જગત એ શુરવીરતાને વધાવે છે. યુગ યુગ સુધી એ શરવીર પૂજાય તે માટે તેનાં સ્મારક અને કીર્તિસ્થંભો પણ બનાવે છે. તેમજ એવા પ્રસંગે શરીર, સંપત્તિ, સત્તા કે સ્વજનના મેહમાં તણાનારને કાપુરૂષ કહી જગત ધિક્કારે છે. વસ્તુ એકજ છે કે-જગત એને ઈષ્ટ માને છે માટે એના ત્યાગને વધાવે છે. એ જ રીતિએ આત્મિક દ્રષ્ટિએ થત એવોજ કે એથી પણ વધતો ત્યાગ આત્મકલ્યાણના ધ્યેયવાળી પ્રજાને
જ હોય તે સ્પષ્ટ છે. દુષ્કર ત્યાગ પણ આટલો સહેલો અને સ્વાભાવિક હોવાનું
For Private and Personal Use Only